Abtak Media Google News

ઉપલેટા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટી અને મુરલીધર ટાયરવાળા મનસુખભાઈ નારણભાઈ કપુપરા પરિવાર દ્વારા કાગવડ મુકામે બિરાજતા લેઉવા પટેલ સમાજના કુળદેવી માં ખોડિયાર માતાજીના સાનિધ્યમાં અનેરો ધ્વજા રોહણના અવસરનું આયોજન કરવામાં આવેલ હતું.

આ તકે ધારાસભ્ય લલીતભાઈ વસોયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવાડિયા, અશોકભાઈ માકડિયા, ડ્રીમ સ્કુલવાળા દિનેશભાઈ ટોપિયા, દામજીભાઈ રામાણી, ઉપલેટા ખોડલધામ સમિતિના પ્રમુખ વિઠલભાઈ વોરા, લેઉવા પટેલ યુવક મંડળના પ્રમુખ ધવલભાઈ સોજીત્રા, જમનભાઈ ગેડિયા, મધુરમ ટ્રાવેલ્સવાળા નરેશભાઈ લક્કડ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પાદરિયા, વિનાયક મારબલ વાળા અશોકભાઈ સોજીત્રા તેમજ કપુપરા પરિવારના પ્રભાબેન મનસુખભાઈ કપુપરા, મધુબેન પ્રવિણભાઈ કપુપરા, કિરણ જસ્મીનભાઈ કપુપરા, દિવ્યા સચિનભાઈ કપુપરા, કોમલ નિરવભાઈ કપુપરા, રીના રેનીશભાઈ કપુપરા, ડિમ્પલ ચિરાગભાઈ બોદર સહિત પરિવારો હાજર રહી ધ્વજા રોહણ બાદ માં ખોડલની સંધ્યા આરતીનો લાભ લીધો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.