Abtak Media Google News

સમાજ સેવા બદલ કરશનભાઈ સોનાગરા, કલા ક્ષેત્રે સવજીભાઈ છાયા, ઉધોગ ક્ષેત્રે બાબુભાઈ જિનવાળા, પર્યાવરણ ક્ષેત્રે વિજયભાઈ ડોબરીયા અને રમત-ગમત ક્ષેત્રે જીગર ઠકકરનું પૂ.મોરારીબાપુના હસ્તે સન્માન કરાયુંVlcsnap 2018 10 03 11H03M32S95

૨જી ઓકટોબર ફુલછાબના ૯૮માં જન્મદિવસે સમાજના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા સૌરાષ્ટ્રીઓના સન્માન અને ફુલછાબ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂજય મોરારીબાપુ, જન્મભૂમિ જૂથના મેનેજિંગ એડિટર કુંદનભાઈ વ્યાસ, કૌશિકભાઈ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફુલછાબ સમાજના વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યકિત વિશેષોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સેવા ક્ષેત્ર માટે કરશનભાઈ સોનાગરા, કૃષિ પર્યાવરણ ક્ષેત્ર માટે વિજયભાઈ ડોબરીયા, ઉધોગ ક્ષેત્ર માટે હુસેનભાઈ નરસિંહ કલા ક્ષેત્ર માટે સવજીભાઈ છાયા તથા રમત-ગમત ક્ષેત્ર માટે જીગર ઠકકરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.Vlcsnap 2018 10 03 11H06M08S119અબતક સાથેની વાતચીત દરમિયાન જન્મભૂમિ જૂથના મેનેજીંગ એડિટર, સીઈઓ કુંદનભાઈ વ્યાસે જણાવ્યું કે, ફુલછાબ જન્મભૂમિ પરિવારનું ઘણું જુનું સિનિયર સભ્ય છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અમારા પ્રકાશકો, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે. ફુલછાબ, કચ્છ મિત્ર, જન્મભૂમિ વગેરે છે. દર વર્ષે ૨જી ઓકટોબરે અમે ફુલછાબના દિવસની ઉજવણી કરીએ છીએ. સમાજ પ્રત્યે અમારી જે ફરજ છે, ધર્મ છે તેનો સમાજના જે રત્નો છે જે જુદા-જુદા ક્ષેત્રમાં જેમણે યોગદાન આપ્યું હોય જેને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેને એવોર્ડ આપવાની પ્રણાલી છેલ્લા ૭ વર્ષથી છે અને સમાજમાં ઘણા બધા એવા લોકો હોય જેને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને દુનિયાભરમાં ડંકા વગાડયા હોય પણ જયારે આપણા સમાજના જ લોકો તેની પીઠ થાબડેને ત્યારે જે તેનો આનંદ હોય તે વિશેષ હોય છે અને એ એવોર્ડ આપવામાં લેનાર અને આપનાર (અમને) એટલો જ આનંદ અને ગૌરવ થાય છે. સૌરાષ્ટ્રના જે ખરેખર જે હિરાઓ છે તેમને પોખવાનો એક અવસર છે તે ફુલછાબ સિવાય મને લાગે છે કે કોઈ અખબારોમાં આવી પ્રણાલી નથી હોતી કે તે સમાજ સેવામાં તે લોકોને બિરદાવે.Vlcsnap 2018 10 03 11H05M02S235

અબતક સાથેની વાતચીતમાં કચ્છ મિત્રના તંત્રી દિપકભાઈ માંકડે જણાવ્યું કે, મને અહીંયા આવવાનો આનંદ છે અને ફુલછાબ દ્વારા આટલો સરસ કાર્યક્રમ થાય છે તેનો પણ આનંદ છે. જેમ કુંદનભાઈએ જણાવ્યું હતું કે, કોઈપણ નાના મોટી વસ્તુઓ માટે આજે એપ્રિશિએશન બહુ જરૂરી છે. આજે હરીફાઈના જમાનામાં દરેક છાપાઓ પોતાની ઈન્કમ માટે કે વધુ ફેલાવવા માટે દોડ લગાવતા હોય છે ત્યારે અમે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબારો હું કચ્છ મિત્રનો તંત્રી છું અને એક મુલ્યનિષ્ઠા સાથે એક સમાજની સારી વસ્તુઓને પોખવાનો પ્રયત્ન કરીએ છીએ તેનો ખુબ જ આનંદ છે.Vlcsnap 2018 10 03 11H06M03S70

અબતક સાથેની વાતચીત દરમિયાન ફુલછાબના મેનેજર નરેન્દ્ર ઝિબાએ જણાવ્યું કે, છેલ્લા ૨૮ વર્ષથી ફુલછાબમાં છું. ફુલછાબ દ્વારા હરહંમેશ કંઈક સેવા કાર્ય થતા રહ્યા છે. ૯૮માં વર્ષમાં ફુલછાબ પ્રવેશ્યું તેનો જન્મદિવસ છે. બીજી ઓકટોબરે આપણા મહાત્મા ગાંધીજી તથા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ છે તેમ ફુલછાબની પણ જન્મજયંતી છે. છેલ્લા ૬ વર્ષથી અમે એક સંકલ્પ કર્યો હતો કે સમાજના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ ૫ વ્યકિતઓને સન્માનિત કરવી કે જેમણે પોતાનું અમુલ્ય યોગદાન સમાજ પ્રત્યે આપ્યું હતું. ઉચ્ચપદ હાંસલ કર્યું હોય કે સિદ્ધિ હાંસલ કરી હોય જેના લોકો પ્રેરિત થાય. આવી પાંચ જુદા-જુદા ક્ષેત્રની વ્યકિતઓને સન્માનિત કરીએ એ. આ અમારું ૭માૃં વર્ષ છે. આ ક્ષેત્રમાં અમને હરહંમેશા પૂજય મોરારીબાપુ અમારા આ કાર્યક્રમને આશીવચન પાઠવવા અને એવોર્ડ અર્પણ કરવા માટે પધારે છે અમને તેનું ગૌરવ છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન ફુલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતાએ જણાવ્યું કે, આજે એવો ઉપક્રમ હતો કે જે લગભગ અખબારી જગતમાં બહુ ઓછો જોવા મળે છે કે ખાલી પત્રકારત્વનો ધર્મ જ નિભાવવો નહીં પરંતુ સમાજમાં જે લોકો સારું કામ કરે છે તેમને પોખણા કરવા તેમને એવોર્ડથી સન્માનિત કરવા એ પણ એક પત્રકારત્વનો ધર્મ હોવો જોઈએ. એટલે કે આપણે આજની ભાષામાં જે-તે કહીએ કે સામાજીક અભિગમથી આગળ વધવું તે ફુલછાબના પાયામાં છે. અમૃતલાલ શેઠે જયારે તેની શરૂઆત કરી તો પ્રજાકિય જુલ્મો સામે અવાજ ઉઠાવવો પછી આઝાદી માટેની લડતમાં સાથે રહ્યા. ત્યારબાદ લોકોની પડખે રહેવું. સારા નરસા પ્રસંગો, કુદરતી આપતીથી માંડીને કુદરતની જાળવણી સુધી દરેક બાબતમાં ફુલછાબ લોકોની પડખે રહ્યું છે. તેમાનો જ એક ભાગ છે. ફુલછાબ એક માનવ સેવા ટ્રસ્ટ પણ ચલાવે છે કે જેની નીચે ઘણી બધી સેવાકિય પ્રવૃતિઓ પણ ચાલે છે. છેલ્લા ૭ વર્ષથી આ ઉપક્રમ ચાલી રહ્યો છે અને દર વર્ષે મોરારિબાપુના આશીર્વાદ મળે છે જે લોકોએ કામ કર્યું છે તેમને પ્રોત્સાહન મળે તેવો આ કરવા પાછળનો હેતુ છે. ફુલછાબ આ કરતું આવ્યું છે અને કરતું રહેશે.Vlcsnap 2018 10 03 11H05M35S52

અબતક સાથેની વાતચીત દરમિયાન સમાજ સેવા ક્ષેત્રે એવોર્ડ મેળવનાર કરસનભાઈ સોનાગરાએ જણાવ્યું કે મને ફુલછાબ તરફથી એવોર્ડ મળેલ છે. મેં મોટાભાગના વાલ્મિકી સમાજ એટલે કે જે સફાઈ (વાળવાનું કાર્ય કરે) છે તેના મકાનો બનાવવા, અસ્પૃશ્યતા નિવારવાનું કામ કર્યું. તેને કારણે મને આ એવોર્ડ મળ્યો છે. મને ૯૫ વર્ષની ઉંમરે એવોર્ડ આપવામાં આવ્યો છે તેનો ખુબ જ આનંદ થાય છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન લીંબડીના બાબુભાઇ જીનવાળા તરીકે ઓળખાતા હુસેનભાઇ નરસિંહએ જણાવ્યું કે મને ઉઘોગ ક્ષેત્રનો એવોર્ડ મળેલ છે. મારું જીંદગીભરનું સંભારણું રહેશે. એટલા માટે કે આ એવોર્ડ મોરારીબાપુ હસ્તક અપાઇ રહ્યો છે. અને બીજી વસ્તુ કે આજે રજી ઓકટોબર ગાંધી જયંતિ અને ફુલછાબનો જન્મદિવસ છે આ બે સમન્વય છે તે કાયમી યાદ રહેશે. હું જયારથી સમજણો થયો ત્યારથી સંઘર્ષ કરતો આવ્યો છું.

બે પાંચ લાખ રૂપિયાના મૂડી રોકાણથી નાની એવી ફેકટરી શરુ કરી હતી અને આજે છસ્સો કરોડ રૂપિયાનું ટન ઓવર કરુ છું. તેમાં મારી ધર્મપત્ની અને દિકરાનો સહયોગ રહ્યો છે મારો એક દિકરો બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યો છે. અને બીજો દિકરો આજે એકસ્પોર્ટ ઇમ્પોર્ટ અને ઘણી બધી જવાબદારીઓ સંભાળી છે. ફુલછાબ દ્વારા જે એવોર્ડ આપવામાં આવે છે તો વાત કરું તો મારી ૬૧ વષની ઉમર છે. પરંતુ એમ લાગે છે કે કદાચ વધુ વખત સૃુધી દોડવું હોય તો થોડી કિંમત અને તાકાત વધી જાય છે.Vlcsnap 2018 10 03 11H05M57S6 1

અબતક સાથેની વાતચીત દરમિયાન સવજીભાઇ છાયાના ભાણેજ જિતેન્દ્ર ટાંકએ જણાવ્યું કે સવજીભાઇ ઉત્કૃ ષ્ટ અને ઉમદા પ્રકારના કલાકાર છે. સુર્ય સંવેદના ના વિષય ઉપર તેમણે ઉત્કૃષ્ટ ચિત્રો બનાવેલા છે. માત્ર ભારતમાં જ છે નહી પરંતુ વિશ્ર્વના અલગ અલગ ઘણા દેશોમાં તેમના ચિત્રોના પ્રસશકો અને સંગ્રહ કરનાર મિત્રો છે. અને સાહિત્યમાં તેમણે મોટાભાગના પુસ્તકો લખ્યા છે. તેની અંદર ચિત્રો પણ તેમણે જ દોરેલા છે. તેઓ એકદમ સ્વંદનશિલ એકદમ નિખાલસભાવ નીડર છે. અમને બધાને આનંદ છે કે મામાને આટલો સરસ એવોર્ડ ફુલછાબ દ્વારા મળ્યો છે. અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે તેમની સતત પ્રગતિ થાય છે અને ઉત્સાહ વધે મોરાબીબાપુએ જણાવ્યું કે ફુલછાબના પ્રકાશને વિસ્તારનારા અને સૌને પ્રેરણા આપનારા આ કાર્યક્રમને આવતા મને આનંદ થાય છે.

લાઇફમાં ડગલેને પગલે શિખવા મળે છેે: કુન્દન વ્યાસVlcsnap 2018 10 03 13H19M54S230

જન્મભૂમિ પત્રોના મેનેજીંગ તંત્રી કુન્દન વ્યાસ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

લાઇફમાં ડગલેને પગલે શિખવા મળે છે તેવું આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા જન્મભૂમિ પત્રોના મેનેજીંગ તંત્રી કુન્દનભાઇ વ્યાસે કહ્યું હતું તેમણે અબતક મીડીયાના પોઝીટીવ ન્યુઝ, ઇન્ફોમેટીવ ન્યુજ, ના સૂત્રને બિરદાવી પ્રીન્ટ, ઇલેકટ્રોનીક તથા ડીજીટલ મીડીયાના સમન્વયની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે ડીજીટલ મીડીયાની સર્વિસ કવીક છે તેમાની શાસકોને પણ શિખવા જેવું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ફુલછાબનો ૯૮ વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે લોકોના વિશ્ર્વાસ બદલ મને સંતોષ અને ગર્વની લાગણી અનુભવાય છે. લોકો-દેશના હિતમાં પોઝીટીવ ક્ધટેન્ટ લેવું સનસનાટી ભર્યુ નહી તેવો હેતુ રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે અબતક મીડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષભાઈ મહેતા અને જન્મભુમિ પત્રોના તંત્રી કુન્દન વ્યાસ વચ્ચે પારિવારિક ધરોબો છે આજે ‘અબતક’ની મુલાકાતે ફુલછાબના તંત્રી કૌશિક મહેતા, ફુલછાબના મેનેજર નરેન્દ્ર ઝીબા, સહીતના મહાનુભાવો આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.