Abtak Media Google News

Table of Contents

સરકારે રાજયવાર રેડ,  ઓરેન્જ,  ગ્રીન જિલ્લાની જાહેર કરી યાદી : દેશના ૧૭૦ જિલ્લાઓને હોટસ્પોટ જાહેર કરાયા

રેડ ઝોન જાહેર કરાયેલા શહેરોને ગ્રીન ઝોનમાં લાવવા ખાસ કવાયત હાથ ધરાશે

જંગ્લેશ્ર્વર શહેર માટે મોટું જોખમ ‘અબતકે’ અગાઉથી જ તંત્રને ચેતવ્યું હતું

પાંચ જિલ્લા હોટસ્પોટ અમદાવાદ વડોદરા સુરત ભાવનગર રાજકોટ

કોરોના વાયરસને હરાવવા માટે સરકારે લોકડાઉનની મુદત ૩ મે સુધી લંબાવી છે.

ત્યારે દેશના જિલ્લાઓને કોરોનાની તીવ્રતાના આધારે અલગ અલગ જિલ્લાને અલગ પાડયા છે. જે રીતે વર્ગિકરણ કરાયા છે તેમાં કોરોના વાયરસ માટે હોટસ્પોટ જે જિલ્લામાં કોરોના વધી શકે છે. અને ત્રીજો જે જિલ્લો કોરોનાથી સલામત છે. કેન્દ્ર સરકારે આ જિલ્લાઓની યાદી જાહેર કરી છે ગુજરાત રાજયમાં પાંચ મેટ્રો શહેરો કોરોના હોટસ્પોટ છે.

કેન્દ્ર સરકારે જણાવ્યા મુજબ દર સોમવારે જિલ્લાઓની સમીક્ષા બાદ તેની નવી યાદી જાહેર કરાશે જે તે જિલ્લાની ચકાસણી કરવામાં આવશે અને તેના પ્રમાણે જિલ્લામાં કોરોના રોકવા અલગ અલગ રૂપે પગલા લેવાશે આવા જિલ્લામાં ૨૮ દિવસ જોવામાં આવશે.

સરકારે જાહેર કર્યા મુજબ જે જિલ્લો રેડઝોનમાં હશે એટલે કે હોટસ્પોટ હશે તેમાં ૧૪ દિવસ સખત ધ્યાન આપી કડક પગલા લેવાશે.

૧૪ દિવસમાં કોઈ કેસ નહી મળે તો તેને ઓરેન્જ ઝોનમાં સામેલ કરાશે.

તેમાં ફરી ૧૪ દિવસ કોરોના રોકવા માટેના પગલા લેવાશે જો જિલ્લામાં ૨૮ દિવસમાં કોઈ પોઝીટીવ કેસ નહી આવે તો તે જિલ્લાનો ગ્રીન ઝોનમાં સામેલ કરાશે.

દેશમાં અત્યારે ૧૭૦ જિલ્લા રેડ ઝોનમાં સામેલ કરાયો છે. જયારે ૨૦૭ જિલ્લા નોન હોટસ્પોટની યાદીમાં છે જે ૧૭૦ જિલ્લા રેડઝોનમાં છે તેમાં ૧૨૩માં સૌથી વધુ કેસ છે. અને બાકી ૪૭માં કલસ્ટર બની રહ્યા છે. જે તે રાજયના કયા કયા જિલ્લા રેડઝોન હોટસ્પોટમાં છે. તેની યાદી જાહેર કરવામાં આવી છે.

જંગ્લેશ્ર્વર હોટસ્પોટમાં વધુ ૩ કેસ કોરોના પોઝિટિવ

3 3

રાજકોટમાં કોરોના કોવિડ ૧૯ ના દિન પ્રતિદિન પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હોટસ્પોટ તરીકે જાહેર થયેલા જંગલેશ્વર વિસ્તારમાંથી જ શહેરના ૬૦ ટકા થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં આજ સુધી ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી જંગલેશ્વરમાંથી જ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમા જ જંગલેશ્વર વિસ્તારમાંથી ૯ પોઝિટિવ કેસ નોધાયા છે. આરોગ્યતંત્ર દ્વારા જંગલેશ્વર ને હોટસ્પોટ તરીકે જાહેર કરી તમામ વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યા છે. માત્ર ૧૧ દિવસની બાળકી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ તેના માતા પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આજ રોજ સવારે એ જ શેરીમાં રહેતા બે પુરુષ અને એક મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. શહેરના કુલ ૨૭ પોઝિટિવ કેસ માંથી માત્ર જંગલેશ્વરના જ ૧૪ દર્દીઓ નોંધાતા આરોગ્યતંત્ર દોડતું થયું છે.કોરોનાનું જોખમ જંગલેશ્વર વિસ્તારમાં વધતું હોવાનું દેખાઈ રહ્યું છે.

રાજ્યમાં વધુ ૧૧૧ કેસ પોઝિટિવ આવ્યા, કુલ સંક્રમિતની સંખ્યા ૮૭૮

રાજ્યમાં ગઈ કાલ સાંજથી લઇ અત્યાર સુધી કોરોના પોઝિટિવ માં વધુ ૧૧૧ દર્દીઓ નોંધાયા છે.

જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૪૨, સુરતમાં ૩૫, વડોદરામાં ૬, રાજકોટમાં ૩, નર્મદામાં ૩, બોટાદમાં ૪, આણંદમાં ૮, ગાંધીનગર – ખેડા-પંચમહાલમાં પણ ૧-૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં ૩૩ માંથી ૨૨ જિલ્લાઓમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બોટાદમાં ગઈ કાલે ૮૦ વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોડી રાતે કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છ, અમદાવાદ અને સુરતમાં પણ એક એક વ્યક્તિઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૯ થયો છે. ગઈ કાલે રાજ્યમાં ૨૯૭૧ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૭૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. અત્યારે ૬૪ દર્દીઓ સ્વસ્થ જણાતા તેમને રજા આપવામાં આવી છે.

ઉલેખ્ખનીય છે કે અમદાવાદમાં કોર્પોરેશનના એક અધિકારી અને કર્મચારીને પણ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે જેમાં અધિકારી આસિ. કમિશનર તરીકે ફરજ બજાવે છે આ અધિકારી ઘણા અન્ય અધિકારી તેમજ કર્મચારીઓના સંપર્કમાં આવ્યા હોય આ ઘટનાને ઘણી ગંભીરતાથી આરોગ્ય વિભાગે લીધી છે ઉપરાંત હાલ ઘણા એવા કેસો પણ સામે આવી રહ્યા છે જેમાં મોટાભાગના દર્દીઓને કોરોના પોઝિટીવ હોવા છતા પણ લક્ષણો જોવા મળતા નથી.

રેડ ઝોનની વિગતવાર ગાઈડ લાઈનની રાહ જોતું વહીવટી તંત્ર !

રાજકોટમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે જેથી રાજકોટને રેડ ઝોનમાં મુકવામાં આવ્યું છે. આ રેડ ઝોનમાં શું શું પગલા લેવામાં આવશે તેમજ હાલની જે પરિસ્થિતિ છે તેમાં શું ફેરફારો લાદવામાં આવશે તે અંગે હજુ કોઈ ગાઈડ લાઈન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી. માટે જિલ્લા વહીવટી તંત્ર હાલ ગાઈડ લાઈનની રાહ જોઈ રહ્યું છે. સરકાર દ્વારા રેડ ઝોન વિસ્તારો માટે જે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે તે પ્રમાણે પગલા લેવાશે તેમ અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યાએ જણાવ્યું છે.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પાંચ પરિવારજનો કોરોનાના સંક્રમણમાં

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર આવ્યા બાદ તેમના પરિવાર અને કાર્યકરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પરિવારના ૫ સભ્યો પોઝિટિવ આવ્યા છે. ઇમરાનના પરિવારમાં પોઝિટિવ જાહેર થનારમાં તેમના ભાઈ, ભાભી, બે ભત્રીજી તથા ભત્રીજાની પત્નીનો સમાવેશ થાય છે. તમામ ને એસવીપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ધારાસભ્ય શૈલેષ પરમાર અને અન્ય કાર્યકરો જેઓ તેમની સાથે હતા તેમનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાંવાલા નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવાર અને કાર્યકર્તાઓને કોરેઇટાઇન કરી સેમ્પલ મોકલવામાં આવતા આજ રોજ તેમના પરિવારના પાંચ સભ્યો કોરોનાગ્રસ્ત હોવાનું જાહેર થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.