સ્પોર્સ્ટસ ડે નિમિતે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમનો રાજકોટ ખાતે થયો શુભ આરંભ

243

29 ઓગસ્ટના દિવસે 1905માં હોકીના જાદુગર ધ્યાનચંદનો જન્મ થયો હતો, તેમના જન્મદિનને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે .નેશનલ સપાર્ટ્સ ડે નિમિતે આજે રાજકોટ-નેશનલ સપાર્ટ્સ ડેની રેસકોર્સ હોકી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રમત-ગમત પ્રધાન ઈશ્વરસિંહ પટેલ રહ્યા હાજર રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્પોર્ટ્સ દિવસે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનનો હેતુ લોકોને ફિટ રાખવાનો અને જાગ્રત કરવાનો છે. ફિટ ઈન્ડિયાના આ કેમ્પેનમાં બિઝનસ, ફિલ્મ અને સ્પોર્ટ્સ સહિત અનેક સેલેબ્સ સામેલ થશે. મોદીએ તાજેતરમાં જ ‘મન કી બાત’માં આ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો.તેવી જ રીતે રાજકોટ ખાતે FIT India Movement રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો.

રાજકોટ ખાતે રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો. વડાપ્રધાન મોદી વિડિઓ કોન્ફેરેન્સ દ્વારા સમગ્ર ભારતમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનું શુભ આરંભ કરાવ્યું. રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડમાં  મોટી સંખ્યામાં ખેલાડીઓ જોવા મળ્યા. આસાથે રાજકોટના ધારાસભ્યો, મેયર અને કલેકટર કચેરીના પદાધિકારીઓએ પોતાની હાજરી આપી. આ સાથે અલગ અલગ જિલ્લામાંથી આવેલ ખેલાડીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું.

 

Loading...