Abtak Media Google News

રાજકોટમાં આયુર્વેદનો રાષ્ટ્રીય કક્ષાનો સૌ પ્રથમ સેમિનાર યોજાયોઆવનારો સમય યોગ અને આયુર્વેદનો છે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્૫િટલ દ્વારા દીનચર્યા થીમ આધારીત બે દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો આયુર્વેદ સેમિનાર સંપન્નરાજયના પાંચ આયુર્વેદાચાર્યોનું સન્માન કરાયું

Img 20180422 Wa0041ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ રાજકોટ ખાતે યોજાયેલ નેશનલ આયુર્વેદીક કોન્ફરન્સ સ્વાસ્થ્ય કોન-૧૮ નો પુર્ણાહુતી સમારંભ યોજાયેલ હતાં.  સમારંભમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગોવિંદ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, ભારત સરકારના આયુષના વિભાગના પ્રતિનિધિ ડેપ્યુટી એડવાઇઝર ડો. એ.રઘુ, સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો કમલ ડોડીયા, રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, ગુજરાત આયુર્વેદ રજીસ્ટ્રેશન બોર્ડના સભ્ય ડો. જયેશ રાજયગુરુ ઉ૫સ્થિત રહેલ હતાં.

Vlcsnap 2018 04 23 12H20M45S169

આ તકે જામનગર યુનિવસીર્ટીના વી.સી. સંજીવ ઓઝાએ જણાવ્યું હતું કે આ પ્રકારની કોન્ફરન્સ દેશભરમાં થતી હોય છે. આયુર્વેદની એક વિશેષતા છે. કે વિશ્ર્વ આજે રોગોના માયાજાળમાં સપડાયેલ છે ત્યારે રોગમુકત જીવનશૈલી કઇ પ્રકારની હોઇ શકે તે માટે આયુર્વેદે શાસ્ત્રોની  અંદર મૂળભૂત જાણકારી અને સફજતાથી કોઇપણ વ્યકિત કોઇપણ ધર્મ કોઇપણ વ્યવસાય સાથે સંકળાયેલ વ્યકિત સવારથી સાંજ પોતાનું જીવન કઇ રીતે જીવી શકે અને રોગમુકત રહી શકે અને દિનચર્યા ને ઋતુચર્યાનું પ્રશિક્ષણ જે આપવામાં આવે છે તે આજના માનવ સમુદાયની આવશ્કતા છે ત્યારે આયુર્વેદ શું કરી શકે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે ભરત બોધરાએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય કોન ૨૦૧૮નો મુખ્ય હેતુ આજના આધુનીક યુગમાં અલગ પ્રકારના ડિપ્રેશન અને ડીસીઝ આવતા જાય છે. તેને અટકાવવા માટે કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ઘેન કયોર જયારે આયુર્વેદ સ્વસ્થ વ્યકિતના સ્વાસ્થ્ય માટે કઇ પ્રકારની દિનચર્યા ઋતુચર્યા અને આહાર વિહાર કરવા જોઇએ તેના માટે અલગ અલગ પેપર પ્રેઝન્ટેશન કરી અલગ અલગ સ્કોલર સ્ટુડન્ટ દ્વારા સંશોધનો કરી આજના આયુર્વેદ સેમીનારમાં નવા જ પ્રકારના વિચારો રજુ થશે તે પ્રકારનું આ આયોજન છે.

Vlcsnap 2018 04 23 12H20M04S47

આ તકે ડો. હસમુખ સોની કે જેઓ આયુર્વેદ બોર્ડના ચેરમેન છે તેમને જણાવ્યું હતું કે આજની આ નેશનલ કોન્ફરન્સ એ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ આયુર્વેદા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને રાજકોટ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીસ્ટયુટ ઓફ આયુર્વેદમાં તેનું આયોજન થયું છે. આજના આ નેશનલ કોન્ફરન્સની અંદર લગભગ ૧૧૦૦ જેટલા ડેલીગેટ એ ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયાથી લોકો ભાગ લઇ રહ્યા છે. આ કોન્ફરન્સની અંદર અલગ અલગ પ્રેકિટસનર્સ, ગ્રેજયુએટસ અને જુદા જુદા કોલેજના પ્રિન્સીપલ્સ, ટ્રસ્ટીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયાં છે ખાસ કરીને આ જે કોન્ફરન્સ છે તેનો મેઇમ સબ્જેકટ છે.

આ તકે આયોજન કર્તા ડો. મેહુલ ‚પાણીએ જણાવ્યું હતું કે રાજકોટ માટે અને સંસ્થા માટે આ કોન્ફરન્સનું આયોજનએ ખુબ ગર્વની વાત છે અંદાજે ૧૦૦૦ થી વધારે ડેલીગેટસ સમગ્ર ભારતમાંથી સમગ્ર ગુજરાતમાંથી પધારી રહ્યા છે અને દિનચર્યા રુપે આયુર્વેદ આ વિષય ઉપર આજના આ બે દિવસનું સેશન છે. બે દિવસનો સેમીનાર છે જે અંતર્ગત આયુર્વેદનું મહત્વ વધે, આયુર્વેદને લોકો જાણતાં થાય અને પોતે એક આયુર્વેદ તરફ આપણા દેશની સંસ્કૃતિથી ફરી પાછા આપણે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી અમને પણ બળ મળે છે સાથો સાથ સમાજને અને આયોજનને પણ બળ મળે છે.

Vlcsnap 2018 04 23 12H19M15S25

આ તકે વધુમાં જણાવ્યું હતું કે આયુર્વેદ નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અત્યારે ભારતના વડાપ્રધાન છે ર૧ જુને જે યોગ દિવસ વિશ્ર્વમાં ઉજવાય છે. અને નરેન્દ્રભાઇના સ્વપ્નથી આજે ભારતમાં ફરી પાછું લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. બેઝીકલી આપણી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે. બેઝીકલી આપણી સંસ્કૃતિ આયુર્વેદની જ છે. આપણા બધાનું માનવીય બંધારણ આયુર્વેદ સાથે જોડાયેલું છે. એટલે એવું નથી કે આપણા માટે આ નવી વસ્તુ છે હવે લોકો નાની મોટી બિમારીમાં તરત દવા લેતાં નથી અને વિચારે છે જે મોટી બાબત છે.

આ તકે પ્રિન્સિપલ ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ  રિસર્ચ એન્ડ હોસ્પિટલના પ્રિન્સીપાલ ડો. લીના શુકલાએ જણાવ્યું હતું કે આજે અમે અમારી ઇન્સ્ટીટયુટ ખાતે સ્વાસ્થ્ય કોન ૨૦૧૮ અંતર્ગત એક નેશનલ આયુર્વેદ કોન્ફરન્સનું આયોજન કર્યુ છે. જેમાં અમે આજની દિનચર્યામાં આપણે આયુર્વેદમાં બતાવેલા સિઘ્ધાંત છે તેનાથી દુર થઇ રહ્યા છીએ ત્યારે આજનો યુવા જગત કેટલું દુર થઇ રહ્યું છે તેના પર જુદા જુદા વ્યાખ્યાનકારોને ઇન્વાઇટ કર્યા છે જુદા જુદા કોલેજમાંથીસ પ્રોફેસરો આવ્યાં છે જેઓ જુદા જુદા વિષયો પર પોતાનું પેપર પ્રેઝન્ટ કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.