Abtak Media Google News

બીજા સેમેસ્ટરમાં ગુજરાતમાં કુલ ૨૩૦૮૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી વીવીપીના ૪૬૭ વિદ્યાર્થી ઉતીર્ણ

વીવીપીની ૨૨ વર્ષની ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ સંસ્કાર પ્રદાનની ગૌરવયાત્રા સાથે ઉચ્ચ મેરીટ માર્કસ ધરાવતી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી થઇ રહી છે જેના અનેક કારણો છે.તાજેતરમાં જીટીયુ દ્વારા જાહેર થયેલ બીજા સેમેસ્ટરના પરીણામમાં વીવીપી ઈજનેરી કોલેજનો દબદબો યથાવત રહ્યો છે. વીવીપીએ સમગ્ર ગુજરાતમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તથા સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

બીજા સેમેસ્ટરમાં સમગ્ર ગુજરાતમાં કુલ ૨૩૦૯૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી ૧૫૭૬૨ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ૭૩૩૧ વિદ્યાર્થીઓ નાપાસ થયા. આમ જીટીયુમાં કુલ પરીણામ ૬૮.૨૫ ટકા થયું. જયારે વીવીપીનું કુલ ૫૨૪ વિદ્યાર્થીઓમાંથી ૪૬૭ વિદ્યાર્થીઓ પાસ થયા. આમ વીવીપીનું પરીણામ ૮૯.૯૨ ટકા આવ્યું. જે જીટીયુના કુલ પરીણામ તથા દરેક ઝોનના પરીણામ કરતા ઘણુ જ વધુ છે.  વિદ્યાનગર ઝોનમાં કુલ ૪૦૮૩ વિદ્યાર્થીઓમાંથી ૩૦૦૭ વિદ્યાર્થીઓ પાસ થઈ ૭૩.૬૫ ટકા પરીણામ, સુરત ઝોનમાં કુલ ૪૫૫૩ વિદ્યાર્થીઓમાંથી ૩૨૧૧ વિદ્યાર્થીઓ પાસ થઈ ૭૦.૫૨ ટકા પરીણામ, અમદાવાદ ઝોનમાં ૬૨૯૨ વિદ્યાર્થીઓમાંથી ૪૩૯૦ વિદ્યાર્થીઓ પાસ થઈ ૬૯.૭૭ ટકા પરીણામ, રાજકોટ ઝોનમાં ૩૬૨૫ વિદ્યાર્થીઓમાંથી ૨૪૩૨ વિદ્યાર્થીઓ પાસ થઈ ૬૭.૦૯ ટકા પરીણામ, ગાંધીનગર ઝોનમાં ૪૫૪૦ વિદ્યાર્થીઓમાંથી ૨૭૨૨ વિદ્યાર્થી પાસ થઈ ૫૯.૯૬ ટકા પરીણામ મેળવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.