મોરબીમાં ફાયર સેફટીનું ચેકિંગ: બે હોસ્પિટલ પાસે એનઓસી જ નથી

રાજકોટમાં થયેલી દુર્ઘટનાનો બોધ પાઠ લઈ મોરબીની હોસ્પિટલમાં ચેકીંગ કરવામાં આવ્યું

રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને મોરબીનું તંત્ર જાગ્યું છે જીલ્લા કલેકટરના આદેશ અનુસાર મોરબીમાં ફાયર સેફટીનું ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે જેમાં ત્રણ હોસ્પિટલમાં તો બધું ઠીકઠાક જોવા મળ્યું હતું તો બે હોસ્પિટલ પાસે એનઓસી જ ના હોવાનું જોવા મળ્યું હતું

મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલની સુચના અનુસાર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. દૂધરેજીયા, આરોગ્ય વિભાગના ડો. હાર્દિક રંગપરીયા, ફાયર વિભાગ અને ઈલેક્ટ્રીશયન વિભાગના ઇન્સ્પેકટર સહીતની ટીમ બનાવી પાંચ કોવીડ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં મોરબી સિવિલ હોસ્પિટલ, મોરબી કોવીડ હોસ્પિટલ, શિવમ કોવીડ હોસ્પિટલમાં ફાયર સેફટી સુવિધા અને એનઓસી યોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું જયારે સદભાવના હોસ્પિટલ અને પ્રભાત હોસ્પિટલ માં ફાયર સેફટીની સુવિધા તો હતી પરંતુ ફાયર સેફટી માટે જરૂરી એનઓસી ના હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું જે એનઓસી ના હોવા અંગે પણ તંત્રની જ બેદરકારી ખુલી હતી કારણકે બંને હોસ્પિટલ દ્વારા એક માસ પૂર્વે રજૂઆત કરી હતી જોકે બંને હોસ્પિટલ માં ફાયર સેફટીના સાધનો ચેક કરી એનઓસી આપવામાં તંત્રએ જ ઉદાસીનતા દાખવી હતી અને બંને હોસ્પિટલ પાસે એનઓસી ના હોવાનું પ્રકાશમાં આવ્યું હતું

Loading...