જેતપુરના એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી : ૯ વાહનો ભસ્મીભૂત

ફાયરબ્રિગેડની ટીમે એક કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી

જેતપુરનાં ફૂલવાડી મેઈન રોડ પર આવેલ ઉંધી શેરીમાં રવિરાજ એપાર્ટમેન્ટના નીચે પાકિગમાં આજે વહેલી સવારે ત્રણેય વાગ્યાની આસપાસ મીટરરૂમમાં ઇલેક્ટ્રિક શોટ સર્કિટ થયા બાદ આગ ભભુંકી ઉઠી હતી.જેમાં પાર્કિગમાં પડેલી બાઇકોમાં સ્પાર્ક થતા જુદી-જુદી કંપની ના ૯ મોટર સાઈકલ અને ૧ સાઈકલ બળીને ખાખ થઈ ગયા હતા. આગના બનાવ અંગે તે જ એપાર્ટમેન્ટ માં રહેતાં કિરણભાઈ રાવરાણીને થતા તાકીદે જીઈબી અને નગરપાલિકા ના ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડે આવીને  તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી.જો કે ૯ વાહન અને સાયકલ બળીને ભસ્મીભૂત થઈ જતા વાહનમાલિકોને નુકશાન થયું હતું.

 

Loading...