જયા પ્રદા પર કરેલી ટિપ્પણી સામે આઝમ ખાન પર નોંધાઈ એફઆઈઆર

129

રામપુરમાં બીજેપી ઉમેદવાર જયા પ્રદા પર અર્યાદિત ટિપ્પણી કરવાના મામલામાં સપા નેતા આઝમ ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ગઠબંધન ઉમેદવાર આઝમ ખાને જયા પ્રદા પર તાલુકા શાહબાદમાં જનસભા દરમિયાન અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ નિવેદનને ગંભીરતાથી લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આઝમ ખાનને નોટિસ મોકલવાનો નિર્ણય કર્યો છે.

આઝમ ખાનના નિવેદન પર ભાજપના વરિષ્ઠ નેતા અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ કડક આપત્તિ વ્યક્ત કરતા મુલાયમ સિંહને સંબોધીને એક ટ્વિટ કરી હતી. સુષમાએ ટ્વિટ કરીને લખ્યું કે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે, મુલાયમ સિંહ મૌન સાધવાની ભૂલ ન કરે.

Loading...