Abtak Media Google News

દરેક એજ-ગ્રુપને સૂટ તાં આ બ્લાઉઝ જોકે દરેક સારાં ની લાગતાં

લગ્નપ્રસંગોની મોસમ ચાલી રહી છે. લગ્ન ટ્રેડિશનલ ફંક્શન છે. આ ટ્રેડિશનલ ફંક્શનમાં કપડાં પણ ટ્રેડિશનલ જ હોય અને એમાં સાડી તો હોય જ. આજકાલ સાડીઓ પણ ઘણી સ્ટાઇલિશ મળે છે. પણ એ સ્ટાઇલિશ સાડીનાં બ્લાઉઝ આપણે કઈ રીતે સ્ટાઇલિશ સીવડાવીએ એની મામણમાં સમય ખરાબ કરતા હોઈએ છીએ, કેમ કે અમુક સાડીઓ બ્લાઉઝી જ નીખરે છે. આજકાલ બ્લાઉઝની પેટર્નમાં બહુ વરાઇટી આવી ગઈ છે, પણ સ્લીવ્ઝ એ જ છે. શોર્ટ સ્લીવ્ઝ, કેપ સ્લીવ્ઝ અને બહુ-બહુ તો સ્લીવલેસ. આ બધી સ્લીવ્ઝ જો તમે તમારા બ્લાઉઝમાં કરી ચૂક્યા હો અને તમારે કંઈ નવું ટ્રાય કરવું હોય તો ફુલ સ્લીવ્ઝ ટ્રાય કરવા જેવી છે. ફુલ સ્લીવ્ઝના બ્લાઉઝની પેટર્ન હમણાં ની ઊભરી, પણ આ બહુ જૂની પેટર્ન છે જે આપણા વડીલો અને રાણીઓ પહેરતાં હતાં. હવે આ પેટર્ને પાછી ફેશન-માર્કેટમાં દસ્તક આપી છે જેને લોકોએ અપનાવી છે.

હાની બદસૂરતી

બ્લાઉઝમાં ફુલ સ્લીવ્ઝ હમણાંની પેટર્ન ની. આના વિશે ડિવાઇન ફેશન નામનું બુટિક ચલાવતાં ફેશન-ડિઝાઇનર સ્મિતા ગાલા કહે છે, ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ બહુ જૂની પેટર્ન છે. પહેલાંના જમાનામાં મહિલાઓ પોતાના હાની બદસૂરતી છુપાવવા માટે ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ પહેરતી હતી. ઉંમર તાં તેમના હાની ચામડી ઢીલી પડી જતી. એ ઢીલી પડી ગયેલી ચામડી છુપાવવા માટે તેઓ ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ સીવડાવતી. પણ હવે આ એક ફેશન બની ગઈ છે. આજકાલ ૫૦-૮૦ ટકા મહિલાઓ પ્રસંગમાં ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ પહેરવાનું પસંદ કરે છે.

એજ અને બોડી-ટાઇપ

ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝની ખાસિયત એ છે કે એ કોઈ પણ એજના લોકોને સારું લાગે છે એમ જણાવતાં ડિઝાઈનર કહે છે, પણ આની એક લિમિટેશન પણ છે. કોઈ પણ એજ-ગ્રુપને સૂટ તાં ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ દરેક સૂટ તાં ની. મારા હિસાબે જે મહિલા સ્થૂળકાય અને ઠીંગણી હોય તેણે ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ ન પહેરવાં જોઈએ, કેમ કે ફુલ સ્લીવ્ઝ તમારી હાઇલાઇટ કરે છે. એટલે જો તેઓ આ ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ પહેરશે તો સ્થૂળકાય મહિલાઓ વધારે સ્થૂળ લાગશે અને ઠીંગણી મહિલાઓ વધારે ઠીંગણી લાગશે. ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ પાતળી અને લાંબી મહિલાઓને સારાં લાગે છે.

ફેબ્રિક

નેટ, શિફોન, જ્યોર્જેટ, જેકાર્ડ, લાયક્રા, શેન્ટલી નેટ ફેબ્રિક જેવાં ફેબ્રિકમાં ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ સારાં લાગે છે. ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ સીવડાવવા માટે તમારી પાસે સાડી પણ એવી ટાઇપની હોવી જોઈએ. આ પેટર્ન કોઈ પણ કે પછી કોઈ પણ સારી લાગતી ની એમ જણાવતાં ડિઝાઈનર કહે છે, આ પેટર્ન સીવડાવતા સમયે એ પણ ધ્યાન રાખવું કે સાડી બહુ હેવી ન હોવી જોઈએ. જો સાડી હેવી હશે અને એની સો તમે ફુલ સ્લીવ્ઝનું બ્લાઉઝ સીવડાવશો તો એ એટલો ઉઠાવ નહીં આપે. આ પેટર્ન પ્લેન સાડી જેમાં માત્ર બોર્ડર હોય એમાં સારી લાગશે. એ સિવાય શિફોન, પ્લેન, ચંદેરી, નેટ, લાયક્રા જેવાં લાઇટવેઇટ ફેબ્રિકવાળી સાડીઓમાં પણ આ પેટર્ન સારો લુક આપે છે; પણ પૈઠણી અવા સાઉ ઇન્ડિયન જેવી ટિપિકલ સાડીમાં ફુલ સ્લીવ્ઝ એટલી સારી લાગતી ની. ફુલ સ્લીવ્ઝમાં રાઉન્ડ નેક, બોટ નેક, ઑફશોલ્ડર નેક સારા લાગે છે.

ઍક્સેસરીઝ

ફુલ સ્લીવ્ઝવાળા બ્લાઉઝમાં તમારે બહુ ભારે ઍક્સેસરીઝ ન પહેરવી; મોતીની માળા, જયપુરી ઑર્નામેન્ટ્સ, ડાયમન્ડ જેવી લાઇટ ઍક્સેસરીઝ પહેરી શકાય છે. જો તમારે નેકલેસ ન પહેરવો હોય તો તમે માત્ર હેવી ઇઅર-રિંગ પહેરશો તો પણ તમે બધાથી હટકે લાગશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.