Abtak Media Google News

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની ટાટા મોટર્સ દ્વારા ચોમાસામાં પોતાના ગ્રાહકોને ગાડીની ફ્રી તપાસ કરવાની ઓફર કરી છે. કંપનીએ શનિવારે કહ્યું છે કે તે આગામી 15 જુલાઇથી 25 જુલાઈ સુધી ગ્રાહકોને આ નિશુલ્ક ફેસિલિટી આપશે. આમાં ગ્રાહક ગાડીનું ફ્રી ચેકઅપ કરવામાં આવશે. આ ઓફર મારફત કંપની ટાટા મોટર્સ સર્વિસનું બ્રાન્ડિંગ કરશે તેમજ અલગઅલગ સ્કીમનું પ્રમોશન કરશે.

આ પ્રસંગે ટાટા મોટર્સના સિનિયર જનરલ મેનેજરે કહ્યું છે કે ટાટા મોટર્સ માટે કસ્ટમર સર્વિસ બિઝનેસનો મોટો હિસ્સો છે. અમે ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ આપવા માટે કેમ્પેઇન ચલાવી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે સમય પ્રમાણે બદલાતી માગ વચ્ચે ગ્રાહકોની જરૂરિયાત સમય પ્રમાણે પુરી કરવામાં આવે. આ મોન્સુન કેમ્પેઇનમાં પ્રવાસી કારથી માંડીને તમામ કોમર્શિયલ કારના ચેકઅપની સુવિધા આપવામાં આવશે.

ટાટા મોટર્સના આ મોન્સુન કેમ્પેઇનમાં ગ્રાહકોને રોડ સાઇડ અસિસ્ટેન્સ પોલીસીમાં ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય સ્પેર પાર્ટસ, લેબર ચાર્જ, ઓઇલ ટોપ કે પછી ઓઇલ ચેન્જમાં છુટછાટ મળશે. આ કેમ્પેઇનમાં ગ્રાહકોને ઓઇલ અને લ્યુબ્સ પર 10 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય ફ્રીમાં કાર ટોપ વોશ કરાવી શકાશે તેમજ પિક અપ અને ડ્રોપની ફેસિલિટી પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.