Abtak Media Google News

ઈટાલીના વિલા ડેલ બાલલિયાનેલોમાં કોંકણી અને સિંધી રીતથી દીપ-વીર લગ્નના તાંતણે બંધાયા; બોલીવુડ હસ્તીઓ અને ચાહક વર્ગે વરસાવી શુભેચ્છા વર્ષા

અંતે ‘રામ-લીલા’ પરણી ગયા… બોલીવુડના બાજીરાવ-મસ્તાની એટલે કે રણવિરસિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન કોંકણી રીતિ-રિવાજથી ઈટાલીમાં સંપન્ન થયા છે.ઈટાલીના લોમ્બાર્ડીમાં લેક કોમો પર સ્થિત વિલાડેલ બાલબિયાનેલોમાં આયોજીત ‘દીપ-વીર’ના લગ્નમાં બોલીવુડ જગતની હસ્તીઓ સામેલ થઈ હતી. દીપીકા અને રણવીરે બુધવારે કોંકણી રીતિથી લગ્ન કર્યા બાદ આજે સિંધી રીતિ રીવાજથી પણ લગ્નના તાંતણે બંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે, દીપવીરે પોતાના લગ્ન ખૂબજ ખાનગી રીતે સંપન્ન કર્યા છે. તેઓ બંને ઈચ્છીતા ન હતા કે લગ્નને સંબંધીત એક પણ ફોટો સોશ્યલ મીડીયામાં વાયરલ થાય. લગ્નના ઈન્વીટેશન કાર્ડ અને સોશ્યલ મીડીયાના માધ્યમથી પણ દીપવીરે તમામ આમંત્રીત મહેમાનોને અગાઉથી જ અપીલ કરી હતી કે લગ્ન સ્થળ પર કોઈ પણ જાતના ફોટોસ કલીક કરવામાં ન આવે.

બોલીવુડની રામ-લીલા જોડી લગ્નના તાંતણે બંધાતા તમામ સુપરસ્ટારે ઉપરાંત, ચાહક વર્ગો તેમના પર શુભેચ્છાની વર્ષા કરી રહ્યા છે જો કે, દીપીકા કે રણવીરે હજુ સુધી ઓફીશ્યલી એક પણ પોતાનો લગ્નનો ફોટો શેર કર્યો નથી. જેને નિહાળવા કેન્દ્રમાં પણ એક અનેરો ઉત્સાહ છવાયો છે.

ફિલ્મમેકર કરણ જોહર સહિતના બોલીવુડ સ્ટારોએ ટવીટરના માધ્યમથી દીપવીરને લગ્નની શુભકામનાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે ઘણી ફિલ્મોમાં દિપીકા પાદુકોણ અને રણવીર એક સાથે કામ કરી ચૂકયા છે. તે બનેની જોડી ચાહકવર્ગમાં ખૂબ લોકપ્રિય પણ રહેલી છે. રામ-લીલા, બાજીરાવ-મસ્તાની જેવીઅનેક સુપરહીટ ફિલ્મમાં બંનેએ કામ કર્યું છે. લગ્ન બાદ હવે રીસેપ્શન મુંબઈ ખાતે ૨૮ નવેમ્બરે આયોજીત કરાશે મુંબઈ પહેલા એક રીસેપ્શન બેંગ્લોરમાં પણ યોજાશે જે ૨૧ નવેમ્બરે આયોજીત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.