Abtak Media Google News

શિવસેનાનાં ‘આધારસ્થંભ’ એકનાથ શિંદેને ગૃહ, વનપર્યાવરણ, પાણી સંગ્રહ અને ટુરીઝમ સહિતનાં અગત્યનાં ખાતાઓ ફાળવાયા

ભારે રસપ્રદ વાતાવરણ વચ્ચે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બન્યા બાદ મહારાષ્ટ્ર સરકારે મિનિસ્ટ્રી એલોટ કરી દીધી છે જેમાં શિવસેનાને ગૃહવિભાગ, ફાયનાન્સ તથા હાઉસીંગ એનસીપી જયારે કોંગ્રેસને રેવન્યુ પોર્ટફોલીયો સોંપવામાં આવ્યો છે. શિવસેનાનાં આધારસ્તંભ એવા એકનાથ શિંદેને તમામ મહત્વપૂર્ણ ખાતાઓ ફાળવવામાં આવ્યા છે જેમાં ગૃહ વિભાગ, વન પર્યાવરણ, પાણી સંગ્રહ, ટુરીઝમ, એકસ સર્વિસ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ, પાર્લામેન્ટરી અફેર સહિત અનેકવિધ ખાતાઓ ફાળવવામાં આવ્યા છે. ચુંટણી દરમિયાન ભાજપ અને શિવસેનાને મેજોરોટી મળી હતી પરંતુ આંતરીક મતભેદ અને મનભેદનાં કારણે શિવસેના ભાજપ સાથે બેસવા માટે રાજીપો વ્યકત કર્યો ન હતો. જેથી તેને કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મિનિસ્ટ્રી એલોટ કરી તે સમયે એનસીપીનાં અજીત પવાર, બાલા સાહેબ થોરાટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકારમાં આખરે મંત્રાલયોની ફાળવણી થઈ ગઈ. આ ફાળવણીમાં શિવસેનાએ મહત્વના ખાતા પોતાની પાસે રાખ્યા છે. શિવસેનાએ ગૃહ મંત્રાલય, પીડબલ્યુડી, શહેરી વિકાસ, ઈન્ડસ્ટ્રી જેવા મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે. જ્યારે કોંગ્રેસને મહેસૂલ, મહિલા અને બાળ કલ્યાણ, વગેરે મંત્રાલય મળ્યા છે. શરદ પવારની એનસીપીને ફાળે ગ્રામીણ વિકાસ, જળ સંસાધન, સામાજીક ન્યાય અને નાણા મંત્રાલય આવ્યાં છે. સરકાર રચાયાના ૧૫ દિવસ બાદ આ ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાસે કોઈ જ મંત્રાલય રાખ્યું નથી. શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.

7537D2F3 10

આ ઉપરાંત શિંદેને શહેરી વિકાસ, પર્યાવરણ, વન, વોટર સપ્લાય, સાર્વજનિક ઉપક્રમ, પૂર્વ સૈનિક કલ્યાણ, ટુરિઝમ, અને સંસદીય કાર્યનો હવાલો સોંપવામાં આવ્યો છે. શિવસેનાના સુભાષ દેસાઈને ઉદ્યોગ, ખાન-ખનીજ અને ઉચ્ચ ટેક્નિક, સ્પોર્ટ્સ, યુવા અને રોજગાર, એગ્રીકલ્ચર, ટ્રાન્સપોર્ટ, રોજગાર ગેરંટી યોજના, મરાઠી ભાષા મંત્રાલય ફળવવામાં આવ્યા છે.  તો એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળના ફાળે ગ્રામીણ વિકાસ અને જળ સંસાધન, સામાજિક ન્યાય, લાભ ક્ષેત્ર વિકાસ, વિશેષ સહાય, એક્સાઈઝ, સ્કિલ ડેવલપમેન્ટ, એફડીએ વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. કોંગ્રેસના બાળા સાહેબ થોરાટને રાજસ્વ, ઉર્જા, મેડિકલ એજ્યુકેશન, વાણિજ્ય, શાળા શિક્ષણ, પશુપાલન અને મત્સ્ય પાલન, ડેરી ડેવલપમેન્ટ મંત્રી બનાવવામાં આવ્યા છે. એનસીપીના સિનિયર નેતા જયંત પાટિલને નાણાંમંત્રાલય ઉપરાંત હાઉસિંગ, પ્લાનિંગ, ફૂડ સપ્લાય, લેબર અને માઈનોરિટી ડેવલપમેન્ટ ખાતા ફાળવવામાં આવ્યા છે. તો કોંગ્રેસના નેતા નિતિન રાઉતને પીડબલ્યુડી (પબ્લિક સેક્ટર બાદ કરતા) આદિવાસી વિકાસ, અન્ય પછાત વર્ગ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, રાહત અને પુન:વસવાટ, કપડાં ઉદ્યોગ, મદદ મંત્રાલય સોંપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ૨૯મી નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ભારે ઉથલપાથલ બાદ મહારાષ્ટ્રમાં શિવસેના કોંગ્રેસ અને એનસીપીની સરકાર બની હતી. વિશ્વાસમત દરમિયાન આ ત્રણેય પક્ષના ગઠબંધન મહાવિકાસ આઘાડીને ૧૬૯ મત મળ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.