Abtak Media Google News

ધંધુકાની સર જમી ઉપર હઝરત મહેમુદશા બુખારી (પીર ભડીયાદ) મજાર શરીફ આવેલો છે. જયા માનવ મહેરામણ કાયમી દશેરા (દુવા માટે) આવતા જ રહે છે. ત્યારે પીર ભડીયાદ મહેમુદશા બુખારી સા.ના મજાર શરીફ ઉપર હિન્દી ફિલ્મ જગતના સૂપર સ્ટાર એવા ગોવિંદા ગઈકાલે સાંજના હઝરત મહંમદશા બુખારી ર.અ.તાલાના મજાર શરીફ ઉપર આવ્યા હતા.

સુપર સ્ટાર ગોવિંદાએ હઝરત મહેમુદશા બુખારી (પીર ભડીયાદ)ના મજાર શરીફ ઉપર ચાદર ચઢાવી હતી. ગુલાબના ફૂલની પર ચાદર ચઢાવી અને દુવા યાચના કરવામા આવેલ હતી. ત્યારે પીર ભડીયાદ હ.મહેમુદશા બુખારીના ખાવીદ મુજાવર ફરીદમીયા બાપુએ સુપર સ્ટાર્સ ગોવિંદાને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ ત્યારે સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.