પાંચમું નોરતું: સ્કંદ માતાની સ્તુતિ પુત્ર સુખ અપાવે.. નવરાત્રિ આદ્યશક્તિની આરાધનાનો સર્વશ્રેષ્ઠ અવસર

મા અંબાની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ભક્તો અને મા અંબા વચ્ચેના સંબંધોની સાત્વિકતા નિરુપમા અને સંપૂર્ણપણે માના ખોળામાં રમતા નવજાત બાળક જેટલા સંપૂર્ણપણે સાત્વિક ગણી શકાય ઉપરના શ્લોકમાં જે ભાવાર્થ થાય છે તેમાં કેટલું ભાવભર્યું સમર્પણ ભક્તો અંબા માને પ્રાર્થના કરતાં કહે છે કે અમે યંત્ર મંત્ર કે સ્તુતિથી તમારું આહવાન કેવી રીતે કરવું એ જાણતા નથી પરંતુ તમારા અનુષ્ઠાન થી નવરાત્રિમાં તમારી ભાવભીની ભક્તિ કરવાથી અમારા સઘળાં દુ:ખ અને કલેશ નું હરણ થાય એમાં કોઈ શંકા નથી

જગતજનની મા અંબા સૌનું રક્ષણ કરવા વાળી છે ભક્તોની શ્રદ્ધા નો યોગ્ય પ્રત્યુત્તર આપનારી છે એટલે જ તો સનાતન ધર્મમાં યુગોથી મા પર ની અખૂટ શ્રદ્ધા થી નવરાત્રિનું ધર્મ યજ્ઞ ચાલતું રહે છે નવીન ઉર્જા પ્રગટાવતું સામાજીક એકતા ની ભાવના ને ખીલવતું નોરતા નું પર્વ અનુષ્ઠાન અને આરાધનાનો પણ આવિર્ભાવ કરે છે જીવનમાં વ્યાપેલા આસુરી વૃત્તિ પર વિજય મેળવવો એ જ નવરાત્રિ મહોત્સવનું તાત્પર્ય છે આજે પાંચમું નોરતું સ્કંદમાતાની સ્તુતિ નો પર્વ છે જગદંબાના આ અવતારને સૃષ્ટિ અને ખાસ કરીને સામાજિક જીવનને આગળ વધારવા માટેના અનુષ્ઠાનનું ધોતક ગણવામાં આવે છે નવરાત્રીના નવ સ્વરૂપો પ્રસ્તુતિ અલગ અલગ મહિમા ધરાવે છે આજે પાંચમાં નોરતે જે માતાજીની આરાધના કરવામાં આવે છે

જય માતાજી સ્કંદમાતા ને પ્રસન્ન કરવાથી ભાવિકને પુત્ર પ્રાપ્તિ થાય છે સમાજજીવન અને સમગ્ર સૃષ્ટિના સંચાલન અને આ સામાજિક જ્ઞાન અને આગળ વધારવા માટે ભાવિ પેઢીનું નિર્માણ જરૂરી છે દરેક જીવ માટે તેના વારસદાર ની આવશ્યકતા છે પુત્રપ્રાપ્તિની આ એસણા સ્કંદ માતા ની સ્તુતિ પૂરી કરે છે જીવનમાં દરેક પરિવાર વ્યક્તિ મહિલા પુરુષ માટે તેના જીવન અને ધર્મભક્તિ ને નિરંતર આગળ વધારવા માટે પુત્ર આવશ્યક હોય છે શાસ્ત્ર અને પુરાણ વેદ માં પણ દરેક દેવ દેવત્વ અને ઘરમ અધિકારીને પોતાનો ધર્મ યજ્ઞ અવિરત ચાલુ રાખવા માટે ઉત્તરાધિકારી ની આવશ્યકતા હોય છે ત્યારે વિશ્વ ભલે મેડિકલ અને વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આગળ વધી ગયું હોય કાળા માથાનો માનવી કુદરતની ઘણી બાબતો પોતાના હાથમાં લેવા હોવાત્યાંમારે છે ઘણા પ્રયત્નો થાય છે પરંતુ ઈશ્વરે આજે પણ જીવન અને મૃત્યુની દોરી પોતાના હાથમાં રાખી છે ત્યારે જીવન અને મૃત્યુ સંપૂર્ણપણે ઈશ્વરના આધીન છે તેના માટે દેવત્વ ના આશીર્વાદ અનિવાર્ય છે આજે પાંચમાં નોરતે માં સ્કંદ ની સ્તુતિ પુત્ર પ્રાપ્તિ નું વરદાન આપનારી છે આ વર્ષે કોરોનો કટોકટીના પગલે સામાજિક અવકાશ અને દ્વિતીય નિયમોના કારણે ભલે ગરબાના જાહેર આયોજનો થતા ન હોય પરંતુ દેશમાં જ્યાં જ્યાં પણ દર વર્ષે માતાજીની સ્થાપના થાય છે તે જગ્યાએ આ વર્ષે મા અંબાની સ્તુતિ નું યજ્ઞ ચાલુ જ છે જગતજનની મા અંબા વિશ્વની આ કટોકટીભરી સ્થિતિ માં ભક્તો નું ભલું કરશે જ આજે પાંચમાં નોરતે સ્કંદમાતા ના પૂજન થી દરેકને પુત્ર પ્રાપ્તિ વરદાન મળે છે

Loading...