Abtak Media Google News

હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ

રવિવારે ૩૫મો મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયો હતો જે મેચ પણ સુપર ઓવરમાં રૂપાંતરિત થતા અંતે કલકતાએ  જીત મેળવી હતી. આંધ્રે રસેલ કે જેને અત્યંત બકવાસ બોલિંગ કરતા ટીમને હાર તરફ દોરી ગયો હતો પરંતુ રસેલની મુર્ખામીમાંથી કેકેઆરને ફર્ગ્યુસને ઉગાડયું હતું. સુપર ઓવરના પ્રથમ બોલમાં જ ફર્ગ્યુસને વોર્નરને ક્લિન બોલ્ડ કર્યો હતો જયારે બીજા બોલ ઉપર અબ્દુલ શામદે બે રન લીધા હતા જયારે ત્રીજો બોલ ફર્ગ્યુસને ફેંકતા શામદને પણ ક્લિન બોલ્ડ કરી કેકેઆરને ત્રણ રનનો ટાર્ગેટ અપાવ્યો હતો જેમાં કેકેઆર સુપર ઓવરમાં બેટીંગ કરતા બે બોલ સેસ રાખી મેચને જીત્યો હતો. લોકી ફર્ગ્યુસન દ્વારા લેવામાં આવેલી વોર્નર અને શામદની વિકેટ મેચનું રૂપ બદલી નાખ્યું હતું. આઈપીએલમાં કુલ ૧૨ સુપર ઓવર રમાઈ છે જેમાં પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ સીઝનમાં ૩ સુપર ઓવર રમાઈ હોય. આ પહેલા વર્ષ ૨૦૧૩ અને વર્ષ ૨૦૧૯માં બે-બે સુપર ઓવર રમાઈ હતી.

મેચની શરૂઆતમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં શુભમન ગીલ ૩૬ રન, મોર્ગન ૩૪ રન, કાર્તિક ૨૯ રન, નીતિશ રાણા ૨૯ રન અને ત્રિપાટીએ ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. રસેલ જયારે બેટીંગ કરવા ઉતર્યો તો તેને ટીમને નાખુશ કરી હતી અને ૧૧ બોલમાં માત્ર ૯ રન જ કર્યા હતા. તેની સામે હૈદરાબાદ તરફથી બોલિંગ કરતા ટી.નટરાજને બે વિકેટ ઝડપી હતી તથા રસીદ ખાન, વિજય શંકર અને બસીલ થંપીએ એક-એક વિકેટ ઝડપી ટીમને ૧૬૩ રનના સ્કોરમાં સિમીત કર્યું હતું.

૧૬૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમમાંથી ડેવિડ વોર્નર સર્વાધીક ૪૭ રનનું યોગદાન આપ્યું હતું ત્યારબાદ જોની બેરેસ્ટો ૩૬ રન, કેન વિલિયમ્સન ૨૯ રન અને અબ્દુલ શામદે ૨૩ રનનું યોગદાન આપ્યું હતું પરંતુ કેકેઆર તરફથી બોલિંગમાં લોકી ફર્ગ્યુસને સર્વાધિક ૩ વિકેટ ઝડપી હતી જયારે પેટ કમિન્સ શિવમ માવી અને વરૂણ ચક્રવર્તીએ એક-એક વિકેટ ઝડપી હતી. સુપર ઓવરમાં મેચ રૂપાંતરિત થતા કેકેઆરે હૈદરાબાદને ડુબાડયુ હતું અને રસેલની મુર્ખામીમાંથી ફર્ગ્યુસને ટીમને વિજય પણ અપાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.