Abtak Media Google News

થાળીકરતા છૂટક ભાણુંસસ્તુ?

કેબલ ઓપરેટરોની નારાજગી અને લોકોના વિવાદની પરિસ્થિતિ અંગે અબતકનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગ

ટ્રાય દ્વારા જ કેબલ ટેલીવીઝનને લઈ નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. તેના વિરોધમાં દેશ આખશનાં કેબલ ટેલીવીઝન ઓપરેટરો પોતાનો વિરોધ દાખવી રહ્યા છે. તેઓનું માનવું છે કે ‘ટ્રાઈ’ દ્વારા અલે.સી.ઓને કોઈપણ પ્રકારની માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા નથી. અને ટ્રાય દ્વારા જે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. તેનાથી લોકોને ખૂબજ તકલીફોનો સામનો કરવો પડશે ત્યારે બીજી વાત સામે એ પણ આવે છે કે, આ નવા નિયમોથી લોકો પૂર્ણ રૂપથી અજાણ છે. અને લોકોમાં સહેજ પણ જાગૃતતા આવી નથી જેથી સર્વપ્રથમ લોકોએ જાગૃતતા કેળવવાની જ‚ર છે. ત્યારબાદ જ લોકોને ખબર પડશે કે ટ્રાયના નિયમો કેટલા અંશે તકલીફ દાયક રહેશે. ત્યારે ‘અબતક’ દ્વાર ટ્રાઈ દ્વારા જે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. અને જેની શરૂઆત તા.૧ લી ફેબ્રુઆરીથી થશે તે પહેલા લોકોનેમાહિતગાર કરવા ખૂબજ જરૂરી કાર્ય બન્યું છે.

સામાકાંઠા વિસ્તાર

સામાકાંઠા વિસ્તારનાં અનેક વિધ કેબલ ઓપરેટરો સાથે જયારે વાતચીત કરવામાં આવી તો તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતુ કે આ નિયમથી લોકલ કેબલ ઓપરેટરોના ધંધોબંધ થઈ જશેતથા આ નવા નિયમથી લોકોને જે સુવિધા મળતી તે હવે નહિ મળી શકે. તેઓનું સ્પષ્ટ પણે માનવુયં છે કે પહેલા કેબલ ઓપરેટરો ફિકસ થાળીની જેમ ચેનલ આપતા જયારે હવે લોકોએ પોતાની મનપસંદગીની ચેનલમા રૂપયા આપવા પડશે. કારણ કે એક પરિવારમાં લોકોનો સ્વાદ ચેનલને લઈ અગલ હોઈ છે જેથી તેઓએ તેમની ચેનલ પસંદગી ઉપર તેનો ચાર્જ આપવાનાં રહેશે. જેથી લોકોને ઓછી ચેનલો વધુ રૂપીયામાં મળશે. આ નિયમનું જો અમલ કરવો હોય તો ‘ટ્રાય’એ તેના વિશે લોકોને માહિતગાર કરવો પડશે. ત્યારે લોકોનું એવું માનવું છે કે, જો તેમને નહી પરવડે તો તે કેબલ કનેકશન કપાવી નાખશે આ વિરોધમાં કેબલ ઓપરેટરોનું માનવું છે કે જો લોકો તેમને સાથ સહકાર આપશે તો તે ટ્રાય સામે લડી શકશે. વધુમાં તેઆએ જણાવ્યું હતુ કે તેવો ‘ટ્રાઈ’નાં વિરોધમાં ‘બ્લેક આઉટ’ પણ કરશે અને વિરોધ દાખવશે.

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર

સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના કેબલ ઓપેરટરોએ જણાવ્યું હતું કે અને ઘણાં વર્ષોથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છીએ. અમારા કેબલ ગ્રાહકો સાથે અમારે આત્મીયતા બંધાયેલી છે. આ સમયમાં જયારે ટ્રાઇના નિયમ મુજબ દરેક ચેનલ અથવા અલગ અલગ મનગમતી ચેનલનાં અલગ પૈસા ચુકવવાના નિર્ણયની વાત છે તેનો અમે વિરોધ નોંધાવીએ છીએ કારણ કે અત્યાર સુધી અને ગ્રાહકોને બધા જ પ્રકારની ચેનલોનું ભાડુ ખુબ જ ઓછી કિંમતમાં આપ્યું છે. અંદાજે ર૮૦ જેટલી નજીવી કિંમતમાં અમારા ગ્રાહકોને બધી જ ચેનલો જોવા મળતી હતી. પરંતુ હવે ટ્રાઇના નિર્ણય મુજબ દરેક ચેનલના અલગ પૈસા ચુકવવા અમારા ગ્રાહકોને પરવડે તેમ નથી. આ ઉપરાંત અમને પણ એ જ તકલીફ છે. કે જે આ રીતે ચેનલના ભાવ લેવામાં વિશે તો અમારા ગ્રાહકો પણ તૂટશે.

આ તકે ગાંધીગ્રામ વિસ્તારની મહીલાઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે રોજીંદાનું કામ કરીને ઘર ખર્ચ કાઢીએ છીએ. કેબલ નેટવર્ક લેવાનું મુખ્ય કારણ અમારો બાળકો છે. અમારા બાળકો માટે અમે આ કેબલ નેટવર્ક લઇને છીએ ત્યારે જો આ રીતે તેમાં ભાવ વધારો થાય કે અલગ અલગ ચેનલના પૈસા ચુકવવા પડે તો તે અમને બિલકુલ પરવડે નહિ. એ કરતાં તો કેબલ ન રાખવું એ જ અમને પોસાય અમે ટ્રાયના નિર્ણયનો વિરોધ કરીએ છીએ.

આ તકે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના રીટાયર્ડ મહિલાએ જણાવ્યું હતું કે હું અને મારા પતિ નિવૃત છીએ નિવૃતિના આ સમયે એક તો અમે પેન્શન ઉપર છીએ અને સાથે ઘરમાં ટીવી જોઇને સમય પસાર કરતાં હોઇએ એવામાં જો કેબલ નેટવર્કમાં ભાવ અમને પોસાય નહી તો આ ટીવી પણ અમારે બંધ કરવું પડે અમે ટ્રાયના નિર્ણયનો વિરોધ કરીએ છીએ.

દેવપરા, હુડકો, સોરઠીયાવાડી સર્કલ જંગલેશ્વર સહીતના વિસ્તાર

સોરઠીયાવાડી, હુડકો, જંગલેશ્વર, દેવપરા સહીતના વિસ્તારના કેબલ ઓપરેટરો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધી તેવો લોકોને ૨૮૦ રૂ માં પેકેજ આપતા હતા. ત્યારે આજ પેકેજ લોકો લેવા જશે તો ૫૦૦ થી ૬૦૦ ની આસપાસ પડશે. ટ્રાયના નિયમ પ્રમાણે પબ્લીકે પેકેજ સિલેકટ કરવાના હોય છે. પરંતુ હજુ પણ કેબલ ઓપરેટરો પાસે કોઇ ગાઇડ લાઇન નથી. કે એમ.એસ.ઓ. એ તેમને બોલાવેલ પણ નથી. તેવોના મતાનુસાર લોકોને પૂર્ણ માહિતગાર જ નથી કરાયા. વધુમાં ઉમેર્યુ છે.લોકોનો મત એવો છે કે તેવોને કોઇપણ પ્રકારની માહીતી નથી. ખાસ તો ૩૧મી જાન્યુઆરીથી કેબલ નેટવર્ક બંધ થશે. પરંતુ તેમને કોઇ શેરીંગ અંગેની માહીતી મળી નથી. તેમની માંગો વિશે જણાવ્યું કે તેમને પુરતુ શેરીંગ મળવી જોઇએ. કંપની દ્વારા તેમને કોઇપણ પ્રકારે માહિતગાર નથી કરાયા તો હવે કેબલ ઓપરેટરો એ બીજો ધંધો ગોતવો પડશે તેમ જણાવ્યું ટ્રાયનાં નિયમ અનુસાર ૫૩૪ ફીટુ એર ચેનલ છે. જેમાં કસ્ટમરની જે પસંદગીની ચેનલ હોય તે આપવામાં આવે. ખાસ તો કસ્ટમને ટ્રાય મુજબ ચેનલ મોંધી પડશે. લોકોને ટી.વી. જોવું મોંધુ પડશે. એડવરડાઇઝર વિશે જણાવ્યું કે લોકોને બતાવાય છે કે ૩૧ રૂ.માં કુલ પેકેજ પરંતુ ખરેખર તેમાં બધી જ ચેનલો નથી. આવતી એક નેટવર્કના ચાર પેકેજ છે જો વિશે પબ્લીકને માહીતગાર નથી કરાઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.