ચાંદીના વેપારીની હત્યાના ગુનામાં પિતા-પુત્રએ જામીન અરજી પાછી ખેચી

રૂા.૨૬ લાખની ચાંદીની ઉઘરાણીમાં પટેલ યુવકને એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાનો ત્રણ સામે ગુનો નોંધાયો’તો

જીયાણા ગામના પટેલ યુવાનને એસિડ પીવડાવી હત્યા કરવાના ગુનામાં જેલ હવાલે થયેલા જીતેન્દ્ર ચનાભાઇ રામાણી અને તેના પિતા ચનાભાઇ મોહનભાઇ રામાણીએ જામીન પર છુટકવા કરેલી અરજી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પાછી ખેચી લીધી છે.

શહેરના સામાકાંઠા વિસ્તારમાં કબીરવન સોસાયટીમાં રહેતા જયેશ છગનભાઇ રામાણી નામના ચાંદીના વેપારીએ જીતેન્દ્ર ચના રામાણીને રૂા.૨૬ લાખની ચાંદી ઘરેણા બનાવવા માટે આપી હતી. તે પાછી ન આપતા બંને વચ્ચે જીયાણા ગામે બોલાચાલી થઇ હતી. જેમાં જીતેન્દ્ર રામાણી અને તેના પિતા મોહન રામાણી તેમજ કિશોર રામાણીએ બળજબરીથી એસિડ પીવડાવી હત્યા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

હત્યાના ગુનામાં જેલ હવાલે થયેલા જીતેન્દ્ર રામાણી અને તેના પિતા ચના રામાણી સેસન્સ કોર્ટમાં જામીન અરજી નામંજુર થતા બંનેએ હાઇકોર્ટમાં જામીન અરજી કર્યા બાદ બંનેએ હાઇકોર્ટમાં જામીન અરજી કર્યા બાદ સુનાવણી પુરી થતા હાઇકોર્ટના વલણ જોઇ બંનેએ જામીન અરજી પાછી ખેચી લીધી હતી. હાઇકોર્ટમાં મુળ ફરિયાદી વતી વિરાટ પોપટ, સ્પેશ્યલ પીપી તરીકે નિતેશ કથિરીયા અને ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હિમાન્શુ પારેખ અને જયવીર બારૈયા રોકાયા છે.

Loading...