Abtak Media Google News

એકાંતરે ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકસાન: શરીરમાં બ્લડ-સુગરનું પ્રમાણ ઘટવાથી અનેક બિમારીઓ નોતરે છે

આજના ફેશનેબલ યુગમાં સૌ કોઈને સુંદર અને બેડોળ લાગવું છે કસરત, યોગા, પ્રાણાયામ, રનીંગ વગેરેથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને શરીરની ચરબી ઘટે છે. વજન ઓછું કરવા ઈચ્છતા લોકોએ કસરત, યોગા, પ્રાણામ, રનીંગ નિયમિત કરવું જોઈએ. વજન ઓછું કરવા માટેની એક પ્રસિઘ્ધ પઘ્ધતિ ફાસ્ટ એટલે કે ઉપવાસ પણ મનાય છે પરંતુ ઉપવાસ પણ પુરતા માત્રામાં થવા જોઈએ એટલે કે વધુ પડતા ઉપવાસ સ્વાસ્થ્યની નાદુરસ્તીને નોતરે છે. એક અભ્યાસ મુજબ એકાંતરે અપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ વધી શકે છે.

તાજેતરમાં સંશોધકોએ કરેલા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, દર બીજા દિવસે એટલે કે એકાંતરે અપવાસ કરવા એ વજન ઓછું કરવાના બદલે ઉંધી અસરો ઉપજાવે છે. આપણા શરીરમાં લોહી અને સુગરના પ્રમાણને હાનિ પહોંચાડે છે. એકાંતરે અપવાસ રહેવાથી આપણા શરીરની જૈવિક ઘડિયાળ પણ ખોરવાય છે. જેનાથી અનેક રોગો જન્મે છે. એકાંતરે અપવાસની સૌથી માઠી અસર આપણા ભોજનની પઘ્ધતિ પર પડે છે એટલે કે ખાવાની પીવાની સમયમાં મોટા બદલાવ આવી જાય છે. થોડું ખાઈએ તો પણ પેટ ભારે ભારે લાગવા માંડે છે અને પચવાની તકલીફ પણ ઉભી થાય છે. આ ઉપરાંત એકાંતરે અપવાસથી આપણે ચા-કોફી જેવા પીણાઓ પર વધુ પડતા આધાર રાખતા થઈ જઈએ છીએ. જે આપણા શરીરને હાનિ પહોંચાડે છે.

સામાન્ય રીતે જયારે આપણે ઉપવાસ રહીએ ત્યારે જમતી વખતે એજ વિચારીએ છીએ કે આના પછી હું શું ખાઈશ. આ એક સામાન્ય માનસિકતા છે. જેનો પ્રભાવ ઉપવાસ દરમિયાન વર્તાય છે અથવા ઘણીવાર ઘણા લોકો સાથે એવું પણ થતું હોય છે કે તેઓ ઉપવાસ ન રહી શકતા હોય તો પણ રહે અને છેવટે ઉપવાસ તોડી એવું વિચારે કે જવા દે, હવે આગળના દિવસે ચોકકસ રહીશ આવું કરવું જોઈએ નહીં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.