Abtak Media Google News

પાંચ વર્ષની બળકીથી લઈ ૪૦ વર્ષની મહિલાઓએ કર્યું કેટવોક

મોરબીના ટાઉનહોલમાં પાંચ વર્ષની બળકીઓથી લઈ ૪૦ વર્ષના મહિલાઓએ કેટવોક કરી અદભુત ફેશનશો નો જલવો તાદ્રશ્ય કર્યો હતો.
ફ્રેન્ડસ કલબ મોરબી દ્વારા આયોજિત આ ફેશનશો માં ૪૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
 ફ્રેન્ડસ કલબ મોરબી દ્વારા અત્રેના ટાઉનહોલ ખાતે ફ્રેન્ડસ ફેશન શો – ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી – જુદી કેટેગરીમાં પાંચ વર્ષની બાળકીઓથી લઈ, તરુણીઓ, યુવતીઓ અને ચાલીસી વટાવી ચુકેલ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ અવનવા વસ્ત્રો પરિધાન કરી કેટવોક કર્યું હતું.
સંગીતની સુરાવલીઓ વચ્ચે યોજાયેલ આ ફેશન શો માં ખાસ કેટેગરીમાં ગર્ભવતી મહિલાઓ દ્વારા પણ અલગ અંદાજ માં વસ્ત્રપરિધાન કરી ફેશન શો માં ભાગ લીધો હતો અને કેટવોક ને કારણે ટાઉનહોલમાં અદભુત માહોલ છવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.