Abtak Media Google News
  • કલાકારો:- કપીલ શર્મા, ઇશિતા દત્તા, મોનિકા ગિલ, એડવર્ડ,
  • પ્રાડયુસર:- કપીલ શર્મા
  • ડાયરેકટર:- રાજીવ ઢીંગરા
  • મ્યુઝિક:- જતિન્દર શા
  • ફિલ્મ ટાઇપ:- કોમેડી
  • ફિલ્મની અવધિ:- પોણા ત્રણ કલાક
  • સિનેમા સૌજન્ય:- કોસ્મોપ્લેકસ
  • રેટિંગ :- પ માંથી અઢી સ્ટાર 

    સ્ટોરી:- ફિલ્મ ફિરંગી માં મંગા ઉર્ફે મંગતરામ (જુના જમાનામાં ૧૯૨૧માં આવા જ નામ હતાં) એક નિકમ્મા એટલે કે તદન નકામો, બેકાર ગામડીયો યુવાન છે. જસ્ટ ટાઇમ પાસ કરે છે. તે ગામડાની ગોરી શર્ગી (ઇશિતા દત્તા) ને ચાહે છે. પરંતુ બેકારને દીકરી પરણાવે કોણ ? મંગાથી તેના ઘરના પણ કંટાળી ગયા છે. જો કે મંગાને કુદરતથી મળેલું વરદાન છે. કે તે એક લાત મારીને કોઇપણનું પીઠ દર્દ મટાડી શકે છે. આ રીતે તેને અંગ્રેજના ઘરે નોકરી મળે છે. મંગાના ભાવ વધી જાય છે લધર-વધર મંગાને ખાખી વરદી મળી જાય છે.

    પરંતુ મંગાને નોકરી આપવા પાછળ અંગ્રેજની મેલી મુરાદ હોય છે તેને ગામ પર કબજો કરવો હોય છે આગળ કહાની કેવો મોડ લે છે તે જાણવા તમારે ર કલાકને ૪૫ મીનીટની ફિલ્મ ફિરંગી જોવી પડે.

    એકિટંગ:- કપીલ શર્મા કોમેડીમાં હીરો પણ એકિટંગમાં ઝીરો છે. ચહેરા પર હાવભાવ લાવવામાં કોમેડી કિંગ તદન નિષ્ફળ નિવડયો છે. હકીકતમાં કપીલે કોમેડીની કમાણી ફિલ્મમાં લગાવીને ભૂલ કરી છે. ફિલ્મમાં શર્ગીની ભૂમિકામાં ઇશિતા દત્તા જસ્ટ ઓ.કે. દર્શકો ઇશિતાને અગાઉ અજય દેવગન તબ્બુની ફિલ્મ દ્રશ્યમ માં જોઇ ચૂકયા છે. ઇશિતાના હજુ હમણાં જ લગ્ન થયા. અન્ય કલાકારોમાં અંજન શ્રીવાસ્તવ, કુમુદ મિશ્રા વિગેરે દિગ્ગજ ચરિત્ર અભિનેતાઓ વેડફાઇ ગયા છે. મુળ કેનેડાની પંજાબી અભિનેત્રી મોનિકા ગિલ માત્ર શો પીસ છે.

    ડાયરેકશન:- ફિરંગી ના ડાયરેકટર પંજારી ફિલ્મો બનાવે છે અને કપીલ શર્માના લંગોટિયા યાર એટલે કે બાળપણના મિત્ર છે. તેઓ સ્ક્રિપ્ટને ન્યાય આપવામાં ઉણા ઉતર્યા છે. ફિલ્મનું એકેય ડીપાર્ટમેન્ટ પ્રસંશાને પાત્ર નથી. હા, તેઓ ફિલ્મને એક પારિવારિક મનોરંજન બનાવી શકયા છે. પરંતુ ફિલ્મને ખેંચીને પોણા ત્રણ કલાકની કરવાની જરા ય જરુર ન હતી. દર્શકો બોર થાય છે.

    મ્યુઝિક:- ફિરંગી નું મ્યુઝિક જતિન્દર શાએ તૈયાર કર્યુ છે. ફિલ્મનું એક ગીત ઓયે ફિરંગી સુનિધિ ચૌહાણના અવાજમાં વારંવાર સાંભળવા મળ્યું. ફિલ્મનું મ્યુઝિક હીટ નથી. સરેરાશ દર્શકોને મ્યુઝિક પસંદ આવ્યું નથી. કેમ કે પંજાબી પૃષ્ઠભૂમિ પર આધારીત છે.

    ઓવરઓલ:- ફિલ્મ ફિરંગી એક મનોરંજક સાફ-સુધરી ફિલ્મ છે. તેમાં ઇન્કર નથી પરંતુ તેની અવધિ પોણા ત્રણ કલાકની છે. જે કનટેન્ટ મુજબ બોરિંગ છે. કોમેડી કિંગ કપીલ શર્માના ચાહકોને ફિલ્મ જરુર ગમશે. બાકીનાએ પોતાની સમજ શકિત વાપરવી. બાય ધ વે રરમી ડીસેમ્બરે એટલે કે ક્રિસમસ ઉપર સલમાન ખાત અને કેટરીના કૈફની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈ આવી રહી છે. સ્વર્ગ સે કરેગે સબક સ્વાગત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.