Abtak Media Google News

પાક નિષ્ફળ ગયો હોવાથી આર્થિક સંકળામણના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનો પરીવારનો આક્ષેપ

રાજયમાં આ વર્ષે ઓછો વરસાદના કારણે પાક નિષ્ફળ જવાથી ખેડુતોએ આપઘાત કર્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે ત્યારે ધ્રોલના ઈટાળા ગામે રહેતા ખેડુતે પાક નિષ્ફળ જતા અને આર્થિક ભીંસમાં આવી જતા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે કરશન નાથાભાઈ મુંગરા (પટેલ) ઉ.વ.૪૨એ પોતાના ઘરે હતા ત્યારે તેના ભાઈ રમેશભાઈનો દિકરા હાર્દિકનો ફોન આવ્યો હતો. મારા પિતા બેશુદ્ધ છે અને તમે અમારી ઉગમણી વાડીએ આવી જાવ આ ફોન બાદ તે તેનું બાઈક લઈને વાડીએ આવ્યા હતા. જયાં તેના મોટાભાઈ પીપરના ઝાડ નીચે ગળાફાંસો ખાઈ લટકતા હતા અને તેનો દીકરો બાજુમાં બેઠો હતો. આ અંગે ભાવેશભાઈ, છગનભાઈ અને રતીલાલભાઈને જાણ કરતા તે પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાદમાં દીકરાને પુછતા તેમણે દેણુ વધી ગયું હોય છેલ્લા ચાર દિવસથી ચિંતામાં રહેતા હોવાનું જણાવ્યું હતું. તેમજ ઘરમાં પણ રોજના જેવું વર્તન કરતા ન હતા. આ અંગે પોલીસને જાણ કરતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે લાશનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.