Abtak Media Google News

કેશોદ ખેડુત હિત રક્ષક સમિતિના ભરતભાઈ લાડાણી દ્વારા જૂનાગઢ કલેકટરને સરકાર દ્વારા ટેકા ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં મોટા પાયે ભ્રષ્ટાચારો થઈ રહ્યા અંગેનું એક આવેદનપત્ર આપવામાં આવેલ હતુ.

જેમાં સરકારની ટેકાનાભાવે ખરીદી યોજના અમલ અંતર્ગર્ત ૬ જેટલી મંડળીઓ દ્વારા હાલ ખરીદીની મંજૂરી મળેલ છે.

જેમાં આ મંડળીઓ ભાજપના જ હોદદારો સંચાલન કરતા હોઈ જેમાં ખેડુતોની મગફળી ખરીદી કરવાને બદલે મિલરો અને વેપારીઓની મગફળી કરવામાં આવે છે.ખેડુતોની નામ નોંધણી કરાયા બાદ પણ તેમની મગફળી ખરીદી કરવામાં આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.