Abtak Media Google News

અધર્મ પર ધર્મના વિજય સાથે પરંપરાગત રીતે વિજયાદશમીની ઉજવણી કરીએ

રાજકોટ રાજપરિવાર  રાજકોટ રાજય ફાઉન્ડેશન અને ચંદ્રસિંહ ભાડવા સ્ટડી સર્કલ સંયુકત ઉપક્રમુે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી અને યુવરાજ સાહેબ જયદીપસિંહ જી. દ્વારા વિજયાદશમીના દિવસે ઐતિહાસિક વર્ચ્યુઅલ શસ્ત્ર પુજન રણજીત વિલાસ ખાતે રાજવી પરંપરા મુજબ શાસ્ત્રોકત વિધી મુજબ શસ્ત્ર પુજન, અશ્ર્વ પુજન, ગાદી પુજન, રથ અને કારનું પુજન શાસ્ત્રોકત વિધી સાથે કરવામાં આવ્યું હતું.

ઐતિહાસિક શસ્ત્ર પુજનનું સોશ્યલ મીડીયામાં જીવંત પ્રસારણ કરવામાં આવતા હજારો લોકોએ નિહાળ્યું હતું.

આ તકે રાણીસાહેબા કાદમ્બરીદેવી, યુવરાણી સાહેબા શિવાત્મકાદેવી અને મુદુલાકુમારજી અને સમાજ અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

કોરોનાની મહામારી અને સરકારની માર્ગદર્શિકા મુજબ આ વર્ષે પ્રોસેસન નહી અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે વિજય દશમીના શુભ દિવસ શસ્ત્ર પૂજનની ઉજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.