Abtak Media Google News

કેબલ, વાયર, પાઈપ, કોટન, યાર્નસ ઉત્પાદનમાં ખુબ વિકાસ

નાના પાયેથી શરૂઆત કરી વિશાળ વટવૃક્ષ સમા ફાલ્કન પમ્પની સફર એક ઈતિહાસ સમાન રહી છે. ફાલ્કન દ્વારા સ્થાપિત તમામ કંપનીઓનાં સ્ટાફ, કારીગર, સપ્લાયર મિત્રો, વેપારી મિત્રો, કન્સલટન્ટ એજન્સીઝ, સરકારી અધિકારીઓ અને પ્રિય ગ્રાહકમિત્રોનો અમો આભાર માનીએ છીએ. ૧૯૯૪ થી શરૂ કરેલ પંપ યુનિટનાં ઉત્પાદનથી આજે કંપની કેબલ, વાયર, પાઈપ, કોટન યાર્ન્સ ઉત્પાદનમાં પણ ખુબ વિકાસ કરેલ છે. કંપની દ્વારા ફાલ્કન બ્રાન્ડની પ્રોડકટસ્ ભારત તથા એશિયન દેશો, યુરોપ, આફ્રિકા, યુ.એ.ઈ.વગેરેમાં નિકાસ કરે છે.

કંપનીના ૨૦૦૦થી વધુ ડિલરો, કંપનીની ભારતભરમાં ૧૮ શાખાઓ, ૫૦૦થી વધુ સપ્લાયર, ૧૨૦૦થી વધુ સ્ટાફ સાથે લાખો ગ્રાહકમિત્રો ધરાવતું વિકાસનું બનીયન ટ્રી બનેલ છે. વિશ્વ નાં કોઈપણ દેશનાં પંપસેટ કરતા ફાલ્કન પંપસેટ પર્ફોમન્સમાં અગ્રીમતા ધરાવે છે. વિજળીની મહાબચત, ઝીરો મેઈન્ટેનન્સ ખર્ચ અને ઝડપી સપ્લાય અને સર્વિસ દ્વારા ફાલ્કન બ્રાન્ડ ગ્રાહકોની પ્રથમ પસંદગી રહી છે. કંપનીઓ આઈએસઓ:૯૦૦૧/૨૦૧૫ સર્ટીફાઈડ, આઈએસઓ: ૧૪૦૦૧/૨૦૧૫, સ્ટાર રેટીંગમાં પણ મહતમ મોડલ સાથે અગ્રીમ સ્થાન ધરાવે છે. હાલમાં કંપની દ્વારા ભારતમાં ઓઈલફીલ્ડ પંપસેટની યુટી સીરીઝ બજારમાં મુકેલ છે. ટાયકુન બ્રાન્ડથી આઈઈ-૨/આઈઈ-૩ ઈન્ડકશન મોટર બજારમાં મુકેલ છે. ભવિષ્યમાં સુએઝ પંપ, પ્રેસર પંપ, ડીવોટરીંગ પંપ, ઈન્ડસ્ટ્રીયલ પંપની વિશાળ શ્રેણીનું ઉત્પાદન બજારમાં મુકવામાં આવશે.

ફાલ્કન વેલફેર ફાઉન્ડેશન દ્વારા કંપનીના કર્મચારીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચકાસણી, વિમા કવચ, સુરક્ષા માટે હેલમેટ, તેમના બાળકો માટે શૈક્ષણિક સહાય વગેરે જેવી સેવા અને ફરજોનું પાલન કરે છે. કંપનીના સ્ટાફ, કારીગર મિત્રોને રહેવા જમવાની કેન્ટીનની સુવિધા, પ્રોવિડન્ડ ફંડ, ગ્રેચ્યુઈટી વગેરે બાબતમાં કંપની નિયમ અનુસાર તમામ લાભ આપે છે. કંપનીમાં ઉત્પાદન ટાર્ગેટ પુરો કરવા બદલ દર મહિને કંપની વિશેષ ઈન્સેન્ટીવ બોનસ પણ આપે છે. ફાલ્કન એ એક વિચારધારા છે. ફાલ્કન રાષ્ટ્ર ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી સંપૂર્ણપણે નિભાવે છે. અમારી ટીમ અમારું ગૌરવ છે. કંપનીના વિકાસ સાથે કંપની સાથે જોડાયેલા તમામ પરિવારનો પણ વિકાસ થવો જ જોઈએ એવું ચોકકસપણે માને છે અને નિભાવે પણ છે. ધીરૂભાઈ સુવાગીયા-ચેરમેન, કમલનયન સોજીત્રા-એકઝીકયુટીવ ડાયરેકટર તથા કંપનીઓના ડાયરેકટરો તમામ મિત્રોનો આભાર માને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.