Abtak Media Google News

પ્રકૃતિની અપરંપાર મહેર અને ભવ્ય વારસો અને કુદરતી સૌંદર્ય ધરાવતા ઉત્તરાખંડના મુખ્ય વન સંરક્ષકના અગ્ર સચિવએ ગુરુવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, કેટલાક લોકો જંગલમાં આગ લાગી હોવાની ખોટી માહિતીઓ અને અફવા  સોશિયલ મીડિયા પર ફેરવી રહ્યા છે મુખ્ય વન સંરક્ષક જયરાજ એ સમાચાર માધ્યમોને જણાવ્યું હતું કે,  કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેરવી રહ્યા છે અમારી વેબસાઇટ પર નિયમિત રીતે જંગલના અંગેની વિગતો અને તેની માહિતીનું અપડેટ થઈ રહ્યું છે. આ તસવીરોમાં જંગલની અંદરના વૃક્ષોમાં આગ લાગી હોય તેવા ફોટા ફરી રહ્યા છે. જંગલની આવા પ્રકારની આગ સામાન્ય રીતે કેનેડા અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં લાગતી હોવાનું જઈ રાજે જણાવ્યું હતું.

આવા પ્રકારની આખે આખા વૃક્ષો સળગી જાય તેવી આગ ઉત્તરાખંડમાં લાગતી નથી અહીં માત્ર જમીન પર ઘાસ અને નાના છોડવા પૂરતી મર્યાદિત હોય છે નાની મોટી આગ લાગે છે તે ચોમાસામાં અને થોડા દિવસો પછી રાબેતા મુજબ છોડ વાવો અને ઘાસ ઉગી નીકળતા સામાન્ય થઈ જાય છે. ઉત્તરાખંડમાં ૧૧૧ હેક્ટરમાં લાગેલી આગમાં ત્રણ એક લાખનું નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

સોશિયલ મીડિયા ઉપર ઉત્તરાખંડના જંગલમાં આગ લાગી હોય તેવા સમાચારો અને માહિતીઓ સાથે ફરતાં ફોટામાં જંગલની અંદર મોટા મોટા વૃક્ષો શકતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આવા મોટા વૃક્ષો સાથેનું સામાન્ય રીતે કેનેડા અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં લાગતા હોય છે.

ઉત્તરાખંડના જંગલમાં આગ લાગી હોય તેવા ફેક ન્યુઝ સોશિયલ મીડિયા પર વહેતાં કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવાની મુખ્ય વન સંરક્ષક રાજે જણાવ્યું હતું સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના જંગલમાં દવ લાગવાના એવાલ ખોટા અને ફેક ન્યુઝ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.