Abtak Media Google News

નાની-નાની વાતમાં મા-બાપને કનડતા સંતાનોને સબક શિખડાવતો અમદાવાદની ફેમીલી કોર્ટનો ફેંસલો

અમદાવાદની એક ફેમીલી કોર્ટે તાજેતરમાં એક એવો ફેંસલો સંભળાવ્યો છે કે જેના બાદ હવે, મા-બાપને કનડતા સંતાનોને એક મોટી શીખ મળશે. અને પેરેન્ટને હેરાન કરવા પહેેલા સૌ વખત વિચારશે. દરઅસલ અમદાવાદના વોલેડ સીટી એરિયામાં રહેતા ૪૫ વર્ષીય કાંતિભાઇ સોલંકી કે જે તેમના માતા-પિતાનું ભરણપોષણ કરવામાં નિષ્ફળ જતા કોર્ટે તેમને ૧૫૪૫ દિવસ એટલે કે ચાર વર્ષ કરતા પણ વધુની જેલની સજા ફટકારી છે.

કાંતિભાઇ વ્યવસાયે એક સફાઇ કામદાર છે. અને તેઓ વોલેટ સીટી એરિયામાં તેમના માતા-પિતા સાથે જ રહેતા પરંતુ ૬૮ વર્ષીય માતા જસોમતિબેન અને ૬૮ વર્ષીય પિતા રણછોડભાઇ સોલંકીને ગુજરાન ચલાવવા માટે પૈસા ન આપતા જસોમતિબેન અને રણછોડભાઇને

બે પુત્ર છે જે બંન્ને વચ્ચે છેલ્લા ઘણા સમયથી લડાઇ ચાલે છે અને આ જ કારણસર બંને પુત્રમાંથી એક પણ પુત્ર જસોમતિબેન અને રણછોડભાઇને ભરણ પોષણના પૈસા ન આપતા આથી તેઓએ વર્ષ ૨૦૧૩માં ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. જેના અનુસંધાને કોર્ટે બંનેને ભરણપોષણ ચુકવવા આદેશ કર્યો હતો.

કોર્ટના આદેશ બાદ એક પુત્ર સમયસર પૈસા ચુકવી દેતો પરંતુ કાંતિભાઇ સોલંકીએ પૈસા ચુકવવાથી ઇન્કાર કરી દીધો હતો આથજી જસોમતિબેન અને રણછોડભાઇને વર્ષ ૨૦૧૫માં સીઆરપીસી કલમ ૧રપ (૩) અંતર્ગત ભરણ પોષણના બાકી નાણા મેળવવા કોર્ટમાં અરજી કરી જેના પગલે કોર્ટે કાંતિભાઇને નોટીસ ફટકારી પૈસા ચુકવવા આદેશ કર્યો હતો. તેમ છતાં કાંતિભાઇએ તેના માતા-પિતાને ભરણ પોષણ ના રૂપિયા ન આપતા કોર્ટે તેમને ૧૫૪૫ દિવસની સજા ફટકારી છે. કોર્ટનો આ નિર્ણય મા-બાપને નાની નાની વાતોમાં હેરાન કરતા સંતાનો માટે મિસાલરુપ છે અને એક સબક શિખવાડતો પણ ફેંસલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.