દિલ્હીમાં ફેકટરી ભળભળભળ સળગી: ૪૬ મજૂરોનાં જીવતર ભસ્મીભૂત: કુટુંબીઓનો હૈયાફાટ કલ્પાંત અને સવાલ કે હવે અમા‚ કોણ? મરનારનો શું વાંક?

ઝૂપડાઓની ભીંતે ભગવાનનું કેલેન્ડર: મજૂરોય ભગવાનમાં માને છે એ વાતના સાક્ષી ભગવાન: હવે તારીખિયાં કોણ ફાડશે? દિલ્હીમાં બંગલા અનેક: એમાં ભગવાન હશેને? દુર્ઘટનાનો સારાંશ શું?

ગુજરાતનાં એક મૂર્ધન્ય કવિ શ્રી કરસનદાસ માણેકે એક કવિતા લખી છે: “એક દિન આંસુભીનાં રે, હરિનાં લોચનિયાં મેં દીઠા… દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટટળતા, તે દિન આંસુભીના રે, હરિનાં લોચનિયા મે દીઠા કલા કો પહેલા દેશની રાજધાનીમાં એક ફેકટરી એકાએક ભળભળભળ સળગી અને અગ્નિની જવાળાઓએ ૪૮ મજૂરોનાં મોંઘેરા જીવતર ભસ્મીભૂત કરી નાખ્યા; એમનાં કુટુંબીઓનો હૈયાંફાટ કલ્પાંત અબોલ અવસ્થામાં પણ સવાલ ઉપર સવાલ પૂછતો રહ્યો હશે કે, ‘હવે અમા‚ કોણ? ઘરનો મોભી એકાએક હતો ન હતો થઈ જાય ત્યારે પત્ની છાતી કૂટે, દીકરો દીકરી માથા પછાડે, માવતર જીવતા હોય તો એવું કહે જ કે દીકરા આટલી ઉંમરે હવે અમારી શું જ‚ર હતી. અમને સાથે લઈ ગયો હોત, કે ભગવાને અમારી આવરદા લઈ લઈને તને જીવતો રાખ્યો હોત તો આ કુટુંબ રઝળી પડતા બચી જાત !

દિલ્હીની જે ફેકટરીમાં આગ લાગી અને અગ્નિની જવાળાઓ ભભૂકી તેની કોઈપણ દિવાલ ઉપર ભગવાનની છબિ, કે પછી કેલેન્ડર, કે પછી એના કોઈ પણ ખૂણે ભગવાનને દીવો -અગરબત્તી કરવાની જગ્યા હશે કે કેમ, એ તો કોણ જાણે, પરંતુ મજૂરોનાં નાનાં મોટા ઝૂંપડાઓની ભીંતે ભગવાનના કેલેન્ડર કે એમાંથી ફાડીને શ્રદ્ધાપૂર્વક જાળવેલી ભગવાનની છબિઓ હોવી જ જોઈએ. કારણ કે મજૂરો પણ ભગવાનમાં શ્રધ્ધા રાખે છે. એ વાતની સાક્ષી‚પ એ બની રહે છે? અહી એવો પ્રશ્ર્ન ઉઠે જ કે હવે એનાં તારીખયાં કોણ ફાડશે અને આજે તથા આવતીકાલે કે આખા વર્ષમાં કયારે શું એ કોણ કોણ જોઈ આપશે? દીકરા-દીકરીને શાળાએ મૂકવા જવાની તથા એમને ભણાવી ગણાવીને એમનાં ભવિષ્યને સુખ‚પ બનાવવાની ગોઠવણો કોણ કરશે? આટલી મોટી સંખ્યામાં સર્જાયેલો ક‚ણાભીનો શૂન્યવકાશ કોણ પૂરશે? આમતો ચિંતકોએ કહ્યું છે કે, આખી દુનિયામાં ભગવાન કયાં નથી ?…

મંદિરો, મસ્જીદો, દૈવળો, ગૂ‚દ્વારાઓ, અપાસરાઓ, નાની મોટી દેરી દહેરાઓ, દેવલયો, ધરમ-ધ્યાનની મહેલાતોમાં પ્રતિમાઓ ‚પેય ભગવાન-પરમેશ્ર્વર-પરમેશ્ર્વરી, આદ્યશકિત, દેવદેવીઓ મોજૂદ છે જ.દિવાલો ઉપરની ભગવાનની છબિઓ આગની જવાળાઓમાં લપેટાય તો ભગવાનની પ્રતિમાઓમાં ગમેતેવી દુર્ઘટનાઓને થંભાવી દેવાની પ્રચંડ શકિત હોવાની માન્યતા ધરાવતા માનવમનમાં તરેહ તરેહનાં તર્કવિતર્કો સર્જાવાનો સંભવ રહે છે. આ અગ્નિકાંડના પડઘા દિલ્હીની બહાર છેક બિહાર અને આસપાસ- ચોપાસમાં પડયા છે.

આ હકિકતો એવો ખ્યાલ ઉપસાવે છે કે, આ ફેકટરી ગેરકાયદે ચલાવવામાં આવતી હતી. જો સમયસર એની ગેરકાયદેસરતાને પકડી પાડવામાં આવી હોત અને તેને લગતા સુરક્ષા-સલામતીનાં પગલા લેવાયા હોત તો આ ભયાનક અગ્નિકાંડને અને ૪૬ થી વધુ માનવજીવનાં જીવતરને નિવારી શકાયાં હોત !

આ ઘટનાએ એવી આશંકા પણ ઉભી કરી છે કે, આવી બીજી કેટલી ગેરકાયદે ફેકટરીઓ રાજધાની દિલ્હીમાં ‘મોતના સામાન’ તરીકે હજુ ચાલતી હશે અને જે કારણોસર આ કમનશીબ ફેકટરીને ચાલવા દેવાઈ હશે તેવા જ કારણોસર ચાલવા દેવાતી હશે એ અનુમાનનો વિષય બની રહે છે !

આ દુર્ઘટનાનો સારાંશ એજ છે કે, આપણો દેશ આપણી વેદિક સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતાનું લેશમાત્ર જતન કરી શકયો નથી અને નિજી સ્વાર્થની ગોબરી ગંધારી ગટરોમાં આળોટવાની અતિ નપાવટ અને હલકટ હદે પહોચ્યો છે. આપણું રાજકીય ક્ષેત્ર હવે છેલ્લે પાટલે પહોચ્યું છે. અને મતિભ્રષ્ટતા ચરમસીમાએ પહોચી છે.

આપણા દેશની આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય સ્વતંત્રતાને ખોઈ બેસવા ન દેવી હોય તો સંસ્કૃત ભાષાને, સંસ્કૃતિને, સંસ્કારને અને વેદિક સભ્યતાને, ભલે યુગલક્ષી કલેવર સાથે સજીવન કર્યા વિના છૂટકો નથી અને એને રોજીંદા વ્યવહારમાં ગૂંથી લીધા વિના ચાલે તેમ નથી !  દિલ્હીનાં હત્યાકાંડમાં તંત્રની અને શાસકોની બેપરવાહી છતી થયા વિના રહેતી નથી. એને ગંગાના ધસમસતાં પ્રવાહમાં વિશુધ્ધ કરવાની અને સજાગતાનું દ્રષ્ટિકરણ કરવાની અનિવાર્યતા સ્વીકારવી જ રહી !

 

 

Loading...