Abtak Media Google News

સોશિયલ નેટવર્ક ગ્રાહકો સુધી પહોંચવા ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ નેટવર્કનો ઉપયોગ કરી, એપ્લીકેશન આધારિત ફોન-મેસેજની સેવાઓ આપી પ્રતિસ્પર્ધા ઉભી કરે છે- ડીઓટીનો એસસીમાં દાવો

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી છે કે, તે ટુંક સમયમાં વોટસએપ, ફેસબુક, સ્કાઈપ, વીચેટ અને ગુગલટોક જેવી સેવાઓને નિયંત્રિત કરવા નવા નિયમ-કાયદાઓ ઘડવા જઈ રહી છે. આ નિયમો ટેલીકોમ ઓપરેટર્સ જેવા જ હશે.

જણાવી દઈએ કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની તરફથી દલીલ કરવામાં આવી હતી કે સોશ્યલ નેટવર્ક કસ્ટમર્સ સુધી પહોંચવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સના નેટવર્કનો ઉપયોગ કરે છે. એપ્લિકેશન આધારીત સેવાઓ આપે છે અને મેસેજ તેમજ ફોનની સુવિધા આપીને પ્રતિસ્પર્ધા પેદા કરે છે. આમ હોવા છતા પણ વોટસએપ, ફેસબુક, સ્ક્રાઈપ, વીચેટ અને ગુગલ ટોકના નિયંત્રણ માટે કોઈ નિયમ-કાનુન નથી.

જણાવી દઈએ કે, આવી ઓનલાઈન સેવાઓને ઓવર-ધ-ટોપ (ઓટીટી) સર્વિસ પણ કહે છે. ઓટીટી સર્વિસ એટલે ઈન્ટરનેટ દ્વારા ઓડિયો, વિડીયો અને અન્ય મીડિયા કોન્ટેટ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવાય પરંતુ આ માટે કોઈ અન્ય સિસ્ટમ કેબલ, સેટેલાઈટ, ટેલિવિઝન વગેરેની જ‚ર ન પડે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે કે જેના પહેલા વોટસએપે એક યાચિકાના વિરોધમાં તેનો જવાબ સુપ્રિમને સોંપ્યો હતો. યાચિકા કર્તા કર્મણ્ય સિંહ સરીને વોટસઅપની પ્રાઈવેસી પોલીસી પર પ્રશ્ર્નો ઉભા કર્યા હતા. આના જવાબમાં વોટસએપે કહ્યું કે, ઓડીટી સર્વિસ અમુક હદ સુધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ-૨૦૦૦ હેઠળ નિયંત્રિત થાય છે અને આ સર્વિસ પર ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ જેવા નિયમો લાગુ પડતા નથી.  સુપ્રીમ કોર્ટની બેંચે આ મામલાને પાંચ સભ્યોની સંવિધાન બેંચને મોકલી દીધો છે. જો કે, ઓટીટી સર્વિસ પ્રોવાઈડર્સ આ પગલાનો વિરોધ કરી રહ્યા છે. કોર્ટે પાંચ સભ્યોની બેંચની સામે આ મામલાની સુનવણી આગામી ૧૮ એપ્રિલે કરવાનું નકકી કર્યું છે. વોટસએપ અને અન્ય ઓટીટી સર્વિસની તરફથી સીનીયર એડવોકેટ કપિલ સિબ્બલ અલે કે.કે.વેણુગોપાલે કહ્યું કે, આ પુરા વિવાદમાં પ્રાઈવેસીનો મુદ્દો છે જ નહી. વકીલોના મતાનુસાર, આ યુઝર્સ અને ઓટીટી પ્રોવાઈડર્સની વચ્ચેનો મામલો છે. જયારે યાચિકાકર્તાના મતાનુસાર, આ મુળ‚પથી સંવિધાનના આર્ટિકલ ૨૧ હેઠળ રાઈટ ટુ લાઈફ સાથે સંકળાયેલ મામલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.