Abtak Media Google News

૧૧ દેશોમાંથી ૩૦ શૈક્ષણિક સંસ્થા અને ૬૦ સંશોધકની મદદથી ફેસબુક ચૂંટણીમાં સોશિયલ મીડિયાની અસરને લઈ સંશોધન કરશે

ચુંટણી અને સોશિયલ મિડીયા એકબીજાનાં પર્યાય માનવામાં આવી રહ્યા છે. પછી ભલે તે ચુંટણી ભારતની હોય કે પછી અન્ય કોઈ દેશોની. સોશિયલ મિડીયાનાં અતિરેક ઉપયોગથી વાયરલની તીવ્રતા વાયરસ સુધી પહોંચી ગઈ છે જેને લઈ સમગ્ર દેશ સોશિયલ મિડીયાનાં ઉપયોગથી ખુબ જ ચિંતિત જોવા મળ્યો છે. ભારત માટે ૨૦૧૯ની લોકસભાની ચુંટણીની વાત કરવામાં આવે તો ચુંટણીપંચ અને સરકાર સોશિયલ મિડીયા પર થતી ન્યુઝ પોસ્ટ પર લાલ આંખ કરી છે અને ખુબ જ જીણવટભરી નજર પણ રાખવામાં આવી રહી છે.

ભારતની કુલ વસ્તીનાં ૬૦ ટકા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં નજરે પડે છે ત્યારે ૮૨૯ મિલિયન લોકો સોશિયલ મિડીયાનો ઉપયોગ બખુબી રીતે કરતાં હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે વાયરલ અનેક વખત વાયરસ બનતાં દેશની સ્થિતિને ખુબ જ અસર પહોંચાડે છે ત્યારે ભારતની ૨૦૧૯ની લોકસભા ચુંટણીની સોશિયલ મિડીયાને લઈ કેવી અને કયાં પ્રકારની અસર રહી તે માટે ફેસબુક પણ ચિંતિત છે.

ત્યારે ચુંટણીને ધ્યાને લઈ ફેસબુક દ્વારા રીસર્ચ એટલે કે સંશોધન માટે ફંડ પણ પુરું પાડશે. ફેસબુકનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આ સર્વે ૧૧ દેશોનાં ૩૦ શૈક્ષણિક સંસ્થાઓને સાથે રાખી ૬૦ સંશોધકો થકી આ રીસર્ચ હાથ ધરવામાં આવશે. વધુમાં વાત કરવામાં આવે તો ફેસબુક ડેમોક્રેસી ફંડ, વિલિયમ એન્ડ ફલોરા હેવલેટ ફાઉન્ડેશન તથા ચાલ્સ કોચ ફાઉન્ડેશન અને ઓમીદીયાર નેટવર્ક થકી ફંડ એકત્રિત કરી સંશોધનમાં તેને પુરુ પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.