વાંકાનેરમાં દેવદયા આંખની હોસ્પિટલ ખાતે આંખનો મેગા કેમ્પ યોજાયો

261

૯૯૯ દર્દીઓએ લાભ લીધો:  ૧૦૩ વિના મૂલ્યે ઓપરેશન થયા

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત એન.આર.દોશી આંખની હોસ્પિટલ, વાંકાનેેર ખાતે આંખનો વિનામૂલ્યે મેગા કેમ્પ પૂર્ણ થયો છે. દર વર્ષના જાન્યુઆરી મહિનામાં ટ્રસ્ટ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશ-વિદેશના આંખના નિષ્ણાંત ડોકટરો પોતાની સેવાઓ આપે છે. આ વર્ષે સતત ચોથા મેગા કેમ્પનું આયોજન થયેલ હતું. કુલ આઠ દિવસ મેગા કેમ્પ યોજાયો હતો.

ગુજરાત, રાજસ્થાન અને મઘ્યપ્રદેશના બાળકો અને મોટા મળીને કુલ ૯૯૯ દર્દીઓની આંખનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવેલ હતું. જેમાં ત્રાંસી આંખ, બાળમોતિયો, ઢળેલી પાંપણ, નાસુર વગેરે જેવા આંખના મોટા રોગો તથા આંખના સામાન્ય રોગોની તપાસ કરવામાં આવેલ હતી. તેમાંથી કેમ્પ દરમ્યાન ૮૯ ત્રાંસી આંખ, ૪ બાળમોતિયા તથા ૧૦ ઢળેલી પાંપણના ઓપરેશન મળીને કુલ ૧૦૩ ઓપરેશન કરવામાં આ ઉ૫રાંત પ૦ થી વધુ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે આવનાર કેમ્પની તારીખ આપવામાં આવેલ હતી.

દર્દીઓની સેવા માટે ટ્રસ્ટના ફાઉન્ડર દંપતિ ડો. રમણીકભાઇ મહેતા તથા ડો. ભાનુબેન મહેતા ખાસ લંડનથી આવેલ હતો. તેમની સાથે લંડનથી આવેલ એનેસ્થેટીક ડો. પ્રકાશ નાઇક તથા ડો. રુપાલીબેન નાઇકે પોતાની સેવાઓ આપેલ હતી. લંડનથી ખાસ ત્રણ ઓટી નર્સ તથા બે ઓર્થોપ્ટીકરા પણ ખાસ પોતાની સેવાઓ આપવા કેમ્પમાં આવેલ હતા.

કેમ્પને સફળ બનાવવા માટે મુખ્ય હતા. બી.કે. પટેલ અને પરિવાર સેઇફડેલ લી યુ.કે. નો સાથ સહકાર મળેલ હતો. કુલ આઠ દિવસ દરમ્યાન દર્દીઓ અને તેમના સગા વ્હાલા મળીને આશરે ર૦૦૦ થી વધુ લોકો માટેનું ભોજન ગાયત્રી શકિતપીઠ વાંકાનેર તરફથી આપવામાં આવેલ હતું.

હજુ પણ જે દર્દીઓ આ કેમ્પમાં લાભ લેવા માટે બાકી રહી ગયેલ હોય તેઓ દર મહિને થતા કેમ્પનો લાભ મેળવી શકે છે વધુ માહીતી માટે ફોન (૦૨૮૨) ૨૨૦૮૨, હેલ્પલાઇન ૭૬૦૦ ૪૪૦૦ ૨૨ અથવા મો. ૯૪૦૮૯ ૩૯૯૮૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

Loading...