Abtak Media Google News

૬ દ્રષ્ટિહિનોને મગજમાં ચિત્ર પ્રત્યાર્પણથી મળી આંખની રોશની

માનવ જાત માટે આંખોની રોશનીની ઇરશ્વરની કયા અમુલ્ય ગણવામાં આવે છે. કિંમતી માનવજીવન પછી જેનું ખુબ મહત્વ આંકવામાં આવી રહ્યું છે તે દ્રષ્ટિ અને આંખોની રોશનનીની અમુલ્ય વિરાસત એક વખત જાય એટલે જીવનમાં અંધારુ છવાઇ જાય.

તબીબ વિજ્ઞાન જગતમાં આંખોના રતનના જતન માટે સતત સંશોધન કરી રહ્યું છે. વૈજ્ઞાનિકે ને મળેલી એક મહત્વપૂર્ણ સફળતામાં મગજમાં ચિત્રના પ્રર્ત્યાપણથી દ્રષ્ટિ હિનોને રોશની મળે તે દિશામાં મહત્વની સફળતા પ્રાપ્ત કરી છે. છ અંધ વ્યકિતઓના મગજમાં ચિત્ર અને વિડીયો ઇમેજના સિધા અંસર્ગ દ્વારા અંધ વ્યકિતઓને જોવાનું સુખ અપાવ્યાનો અમેરિકાની ટીમને મહાજસ સાપડયો છે.

વિશ્વના તબીબી જગતની મહત્વની શોધમાં અમેરિકાના વિજ્ઞાનીકોની ટીમે મગજમાં વિજાણુ તરંગો મોકલીને દ્રષ્ટિહિન છ વ્યકિતઓને ચિત્ર

જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું હતું. આ નવી ટેકનોલોજીમાં બન્ને આંખોના  માઘ્યમથી દ્રષ્ટિ, ચેતાતંત્ર મારફત દ્રશ્યનું સીધું જ મગજમાં પ્રત્યાર્પણ કરીને આંખોની દ્રષ્ટિની તકલીફ વાળા દર્દીઓને વગર આંખે ચિત્રનું આભાસીકરણ કરાવવામાં આવ્યું છે.

યુનિવર્સિટી કોલેજ લંડનના લેકચરર અને ઓપ્ટેગ્રે આઇ હોસ્પિટલ સર્જન એલેકક્ષ સોર્ટે કહ્યું હતું કે નિષ્ણાંત તબીબોની એક ટીમે આ સિઘ્ધી પ્રાપ્ત કરી છે આંખમાં આપમેળે પ્રકાશના તરંગોનું આરોપણ થાય છે અને તે ચેતાતંત્ર મારફત મગજ સુધી પહોંચે છે વિજ્ઞાનીકોએ આ  પ્રક્રિયા મગજના ચેતા તંતુઓમાં ચિત્ર પ્રત્યાર્પણ અને વિડીયો તરંગો મોકલીને સીધા જ મગજમાં દ્રશ્યો આરોપણ કરવાની ટેકનોલોજી વિકસાવી છે. જેમાં સંપૂર્ણ અંધ વ્યકિતઓને પણ મગજથી જોવાની આશા ઉભી થઇ છે આ ટેકનોલોજી હજુ સંપૂર્ણપણે અંધાપો સાથે જ જન્મેલા કેટલાંક  વ્યકિતઓ સાથે કારગત નિવડે તેના પ્રયોગો થયા નથી.

અમેરિકાના વિજ્ઞાનીકોએ આ સંશોધનમાં વર્ષોથી અંધાપો ભોગવતા દર્દીઓને કોમ્પ્યુટર સ્ક્રીન અને તેના પર સર્જાતા સફેલ કલરના ચોખટીઓની ઓળખના પ્રયોગ કરવામાં આવ્યા હતા. લાંબા સમય થી અંધાપા ભોગવતી વ્યકિતઓને આ પ્રયોગમાં પ્રથમ વખત સફેલ કલરના ચોખટા જોવામાં સફળતા મળીહતી. આ પ્રયોગમાં સામેલ કરવામાં આવેલા અને દાયકાઓથી અંધાપો ભોગવતા દ્રષ્ટિહીન પોલ ફિલ્પસે જણાવ્યુ હતું કે જયારે તે ચશ્મા પહેરીને તેની પત્ની સાથે સાંજ ટાણે ફરવા  નીકળે ત્યારે તે કહી શકે છે કે કયાં હરીયાળી છે તે એવું પણ આભાસ કરી શકે છે કે કઇ જગ્યાએ સફેલ કલરના સોફા પડયા છે તે અદભુત અનુભવ કહી કાય પ્રકાશના તરંગોના અંદાજ થી અંધ વ્યકિતઓને મગજથી જોવાનો આભાસ થઇ શકે છે. વિજ્ઞાનીકોએ છ દ્રષ્ટિહિનોને મગજમાં સીધા જ ચિત્ર પ્રત્યાર્પણ થી ચિત્ર જોવાની સફળ શોધ કરીને જગતમાંથી અંધત્વ નિવારણની દિશામાં મહત્વનું કદમ ભર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.