Abtak Media Google News

ચુંટાયેલા પ્રતિનિધિએ હવે કામ બતાવવું પડશે બહાના નહિ: મશરૂ

કોઈ માને યા ન માને રાષ્ટ્રવાદનો મુદ્દો પણ આગામી ચુંટણીઓનાં પરીણામમાં ઘણો મહત્વનો સાબિત થશે અને આનો દેખીતો લાભ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીને થશે તેવું માનવાના ઘણા કારણો છે. આ વખતની ચુંટણીઓમાં ચુંટણીઓ લડતી રાજકીય પાર્ટીના ચુંટણી ઢંઢેરામાં લોકોને સ્પર્શતા કે રાષ્ટ્રહીત કે રાષ્ટ્ર વિકાસના કે ખેડુતોને સ્પર્શતા કે રાષ્ટ્રીય સમસ્યા તરીકે આપણે જાહેર કરી શકીએ તેવી મુખ્ય સમસ્યામાં એક એવી બેરોજગારીની સમસ્યા વિકરાળરૂપ ધારણ કરી રહી છે.

તેવી વાતોને બદલે વાણી વિલાસ અને અભદ્ર ભાષાઓનો ઉપયોગ માટે આ ચુંટણી વધારે ઓળખાશે. એકઝીટ પોલને વધારે મહત્વ ઘડી ભર નજર અંદાજ કરીએ તો જેમ રામ નામે પથરા તરે તેમ મોદી નામે અમુક સાંસદો જરૂર તરી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે પછીના સમયમાં બહાના બાઝીને કોઈ અવકાશ નથી.

આજના હાઈટેક કે સોશ્યલ મીડિયાના યુગમાં પ્રજાને હવે મુર્ખ ન સમજતા લોકો દરેક વાતો કે ઘટનાઓથી સારી રીતે વાકેફ હોય જ છે સમય આવે ઉખેડીને ફેંકી દેતા વાર નથી કરતી જેનો અનુભવ જે તે ચુંટણીમાં આવેલ પરિણામ ઉપરથી હારેલા ઉમેદવારને પાછળથી ખબર પડી જ ગઈ હોય છે તે સમયે આપેલ વચનોનું પાલન કદાચ ન કરી શકયા તેનો વાંધો નહીં પરંતુ લોકાેની પ્રાથમિક સમસ્યા કે અન્ય સ્થાનિક જરૂરી મુદાઓની કરેલ ઉપેક્ષા કે જાણી જોઈને કરેલ ગણના કોઈ હવે ભુલી જતા નથી લોકો હવે સંપૂર્ણ રીતે જાગૃત છે. સમયે જોઈ લે છે તેમ મશ‚ ઘનશ્યામની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.