Abtak Media Google News

એક સમયમાં વિઘાર્થીઓમાં એન્જીનીયરીંગની માંગ ખુબ હતી. તેને લીધે ખાનગી કોલેજમાં વધારો થયો છે. જેથી એન્જીનીયરીંગનો ટ્રેન્ડ તો ના ઘટયો પરંતુ સીટોનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે રાજકોટની અલગ અલગ એન્જીયરીંગ કોલેજના સંચાલકો પાસેથી પ્રથમ એડમીશનના એ.સી.પી.સી. ના રાઉન્ડનાં અંતે જાણીએ કે વિઘાર્થીઓને સૌથી વધુ કઇ બ્રાંચમાં રસ છે. તે કેટલી સીટ ભરાઇ ગઇ છે ને કેટલી ખાલી છે.

Vlcsnap 2018 07 13 11H16M04S158અબતક સાથેની વાતચીત દરમિયાન વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. જયેશ દેશકરે જણાવ્યું હતું કે, અમારી કોલેજમાં કુલ ૯ બ્રાન્ચ છે. સીવીલ, મેકેનિકલ, ઇલેકટ્રીકલ, કમપ્યુટર, ઇ.સી., આઇટી, કેમીકલ, બાયોટેક, નેનો ટ્રેક, અમને કુલ ૫૭૦ સીટ અલોટ થઇ છે. છેલ્લા ૧૧ વર્ષથી આ કોલેજ કાર્યરત છે.

મોક રાઉન્ડના ચોઇસ ફિલિંગમાં ૧૦૦ ટકા સીટ ભરાઇ ગઇ છે. જે પ્રથમ રાઉન્ડ થયો તેમાં પણ ૧૦૦ ટકા સીટ ભરાઇ ગઇ છે. અને કુલ ૮૭ ટકા છોકરાઓએ પોતાની ફી ભરી દીધી છે. જે વિઘાર્થીઓને આઇ.આઇ.ટી. માં કે બીજે એડમીશન લેવાના છે તે સીટ ખાલી છે. અત્યારે વિઘાર્થીઓમાં કમ્પ્યુટર, આઇટી આ બ્રાન્ચને વધારે પ્રેફરન્સ આવે છે.

જયારે એન્જીનીયરીંગમાં પ્રાઇવેટ કોલેજો શરુ થઇ ત્યારે અત્યારે ઘણી કોલેજોમાં એક બ્રાન્ચના છ કલાસ છે. જયારે વી.વી.પી.એ કોઇપણ બ્રાન્ચમાં એકથી વધુ કલાસ મિકેનીકલ સિવાય રાખ્યા નથી હવે એક સાથે સીટોની સંખ્યા કોલેજોમાં વધી ગઇ તેથી સીટો ખાલી રહેવાનો પ્રશ્ન આવ્યો છે.

Vlcsnap 2018 07 13 11H35M52S255અબતક સાથેની વાતચીત દરમિયાન આર.કે. યુનિવર્સિટીના ડીરેકટર શિવલાલભાઇ રામાણીએ જણાવ્યું હતું કે, વિઘાર્થીઓને ખ્યાલ જ નથી હોતો કે કઇ બ્રાન્ચ સિલેકટ કરવી દરેક વર્ષે જે બ્રેન્ચ ચાલે એ આખા હિંદુસ્તાનમાં એકસરખી જ ચાલે છે. પહેલા ઇલકેટ્રોનીક કોમ્યુનીકેશન, મીકેનીકલ ચાલતી હતી. વિઘાર્થીઓ અને પેરેન્ટસ એ એમનો એટીટયુટ જોઇને બ્રાન્ચ ઇજનેરની સિલેકટ કરે તે વધુ યોગ્ય એ આ વર્ષે કોમ્પ્યુટર અને આઇટી ફિલ્ડમાં વધુ વિઘાર્થીઓ જાય છે. વિઘાર્થીઓ સૌથી વધુ રસ પણ એમાં જ દાખવે છે. આમ જુઓ તો હિંદુસ્તાનમાં વધારે પ્રમાણમાં સોફટવેર કંપનીઓ કે જે મલ્ટીનેશનલ કંપનીઓ છે. કોઇપણ ઘર બેઠા પણ એ કામ કરી શકે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જોઇએ તો મીકેનીકલ ઇન્ડસ્ટ્રીઝ વધુ છે.

પરંતુ ઇન્ડસ્ટ્રીઝ  વિઘાર્થીઓને તક આપતી નથી. આર.કે. યુનિવર્સિટીમાં મીકેનીકલ, સીવીલ, ઇસી, આઇટી, કોમ્પ્યુટર, એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ જેવી વિવિધ બ્રાન્ચ ચલાવીએ છીએ. વિઘાર્થીના એપ્ટીટયુડ પ્રમાણે એ બ્રાન્ચ સિલેકટ કરે છે પરંતુ આજના વિઘાર્થી કમ્પ્યુટર અને આઇટી ફિલ્મ વધારે પસંદ કરે છે. અત્યારે એન્જીનીયરીંગ ની એડમીશનનીપ્રોસેસનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે જેમાં કમ્પ્યુટર, આઇ.ટી, મીકેનીકલ, સીવીલ એ રીતે ઉતરતા ક્રૅમે એડમીશન લઇ રહ્યા છે. હાલમાં ઇસીનો ક્રેઝ બહુ જ ઓછો છે હાલમાં પ્રથમ રાઉન્ડ જ પૂર્ણ થયો છે પરંતુ બંને રાઉન્ડ પૂર્ણ થશે અને ઓગસ્ટ મહીનાના અંતમાં જાણી શકાશે કે કેટલી શીટ એ સંપૂર્ણ ભરાઇ છે.

ઇલેકટ્રોનીકેશન એવી બ્રાન્ચ છે કે જેમાં ચોકકસપણે વિઘાર્થી જોબ માટે અપ્રુવ થતો નથી એટલે એ વિઘાર્થી કોમ્પ્યુટર પર વધારે ફોકસ કરે છે. સરકાર દરેક કોલેજને ૭પ ટકા સીટ આપવાની હોય છે. જેમાં રપ ટકા મેનેજમેન્ટ કવોટા તરીકે રખાય છે. અમારે એવરેજ ૩૦ થી ૪૦ ટકા નો રહ્યો છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થતા ખાલી સીટ ત્યારે જ રે જયારે ડિમાન્ડ અને સપ્લાય બેલેન્સ ન થાય અત્યારે ડિમાન્ડ કરતા સપ્લાય વધુ છે ગુજરાતમાં છેલ્લા પ વર્ષમાં સૌથી વધુ કોલેજો આવી સીટ વધી પરંતુ ડિમાન્ડ ઓછી છે આજની પરિસ્થિતિ એવી છે કે ઘણી બધી કોલેજોની સીટ વધુ હોય પરંતુ એ ખાલી રહેતી હોય છે.

ર-૩ વર્ષમાં એન્જીનીયરીંગ ક્ષેત્રમાં સારો બુમ આવે વિઘાર્થીને સારુ શિક્ષણ મળે અને તેની તરકકી સારુ કંપનીના પ્લેસમેન્ટ થી થાય. કોલેજ અને યુનિવસિર્ટીએ સ્કીલ ડેવલપમેન્ટના કોર્ષો કરાવતી હોય છે. એકસ્યુવ એન્જીનીયરીંગ નો વિઘાર્થી જ પ્લેસમેન્ટ મેળવી શકે કંપની જયારે પ્લેસમેન્ટ આવે ત્યારે ૫૦૦ વિઘાર્થીએ સિલેકટેડ જ રીક્રટ કરે જે ખરેખર લાયક હોય અમારી કોલેજમાંથી સારી એવી સંખ્યામાં પ્લેસમેનટ થાય છે અને અમે પણ એટલી જ મહેનત અને સપોર્ટ કરીએ છીએ.

Vlcsnap 2018 07 13 11H15M25S17 Copyઅબતક સાથેની વાતચીત દરમિયાન સરકારી એન્જીનીયરીંગ કોલેજ ના પ્રિન્સીપાલ ડો. જી.જે.વાળાએ જણાવ્યું હતું કે એન્જીનીયરીંગ માં અત્યારે અમારે સાત જેટલી બ્રાંચ છે. તેમાં મીકેનીકલ, ઓટોમોબાઇસ, સીવીલ, ઇન્સ્ટુમેશન અને કંટ્રોલ, ઇલેકટ્રોનિકલ, કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે. અત્યારે એસીપીસી પ્રમાણે ૬૦૦ સીટ અલોટેડ છે. અત્યારે ૬૦૦ સીટ માંથી એક પણ ખાલી નથી. બધી ભરાઇ ગઇ છે. અત્યારે મીકેનીકલ, કોમ્પ્યુટર અને ઇલેકટ્રીકલ, સીવીલનો ક્રેઝ છે. એક પણ સીટ ખાલી નથી એટલે એન્જીનીયરીંગનો ક્રેઝ ઘટે છે. તેમ કહી શકાય નહીં. સામાન્ય લોકોના મનમાં એવું છે કે એન્જીનીયરીંગમાં જોબ મળની નથી. પરંતુ તેવું નથી મે અમે સર્વે છેલ્લા આઠ વર્ષનો કરાવ્યો તેમાં જાણવા મળ્યું કે ૮૫ થી ૯૦ ટકા લોકો જોબ કરે છે. ૪ થી પ ટકા છોકરા બીઝનેસ કરે છે. ને અમુક છોકરાઓ હાયર સ્ટડીઝ માટે ગયા છે. તેમજ કોલેજ પ્લેસમેન્ટથી અને તેમના પ્રયત્નથી જોબ તો મળે જ છે. અમારે પણ અમારી વેબસાઇટ પર આ ડેટા મુકવા જોઇએ.

Vlcsnap 2018 07 13 11H15M14S158 Copyઅબતક સાથેની વાતચીત દરમિયાન આત્મીય યુનિવર્સિટીમાં વિરાણી કોલેજના ઓમ તરૈયાએ જણાવ્યું હતું કે આત્મીય યુનિવર્સિટીની વાત કરીએ તો મીકેનીકલ, સીવીલ, ઇસી, ઇલેકટ્રીકલ, કમ્પ્યુટર અને આઇટી આટલે એન્જીનીયરીંગની બ્રાન્ચની અંદર વિઘાર્થીઓ એડમીશન લઇ શકે છે. સીટનું લોકેશન ૫૫૦ જેવી સીટ છે. ટોટલ ૫૦ થી ૬૦ ટકા જેટલી સીટો ભરાઇ ગઇ છે.

પણ બ્રાન્ચની વાત કરીએ તો મીકેનીકલ, સીવીલ, ઇલકેટ્રીકલ નો ટ્રેન્ડ વિઘાર્થીઓમાં ઘટાડો થયો છે. કારણ કે વધારે વિઘાર્થીઓ પાસ થયા છે. જેથી અનએમ્પ્લોયમેન્ટની સ્થીતી સજાણી છે જરુર માત્ર ૧૦૦૦ લોકોની જોબમાં છે પણ  બાર દસ હજાર લોકો પડે છે. એટલે આજે વિઘાર્થીઓને જોબ મળતી નથી. એટલે વિઘાર્થીઓનો પ્રવાહ એન્જીનીયરીંગ તરફ ઓછો થયો છે. ગુજરાત સરકારે ગુજરાત બોર્ડની અંદર ૧૧ અને ૧ર ધોરણ સાયન્સ છે તેમાં વર્ષની પેટર્ન કરી નાખી છે.

Untitled 1 35

જેથી વિઘાર્થીઓને સેમેસ્ટરમાં પણ રીઝલ્ટ ઓછું આવતું હતુ હવે વર્ષ વાળી પેટર્ન માં વિઘાર્થીઓ સાયન્સના ડરના લીધે પણ કોમર્સ રાખતા થઇ ગયા છે. એનાથી પણ વધારે આજકાલ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. જેથી કરીને એન્જીનીયરીંગ અને સાયન્સના એડમીશન ઉપરથી જ ઓછા છે. તેથી તમામ કોલેજોમાં ૬૦ ટકા સીટો ખાલી રહે તેવી સંભાવના દેખાય એવું લાગે છે. સૌથી વધુ કમ્પ્યુટર અને ઇન્ફરમેશન ટ્રેકનોલોજીની બ્રાન્ચનો ક્રેઝ વધુ છે. અમારી કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગની એક પણ સીટ ખાલી નથી વધારે ગર્લ્સ તેમાં એડમીશન લે છે. તે સોફટ બ્રાન્ટ છે અને કોમ્પ્યુટરની તો દિવસને દિવસે માંગ જ એટલો નીકળવાની કે વિઘાર્થીઓને જોબ આરામથી મળી રહે માટે તે પસંદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.