સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાનો કાલથી પ્રારંભ: ૪૫૫૫૦ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

167

પ્રથમ તબકકામાં બીજેએમસી, બીકોમ, બીબીએ, બીસીએ, એલએલબી સહિતના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

એક તરફ લોકસભાની ચુંટણીનો માહોલ અને બીજી બાજુ આવતીકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યોછે ત્યારે ચુંટણીની અસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પણ પડે તેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચોથા તબકકાની પરીક્ષાથી એક અઠવાડીયું પાછળ ઠાલવવાનું નકકી કર્યું છે. આવતીકાલથી પ્રથમ તબકકાની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બીકોમ, બીબીએ, બીજેએમસી, બીએલએલબી સહિતના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સેમેસ્ટર-૧,૨,૪ અને ૬ના છાત્રો પરીક્ષા આપનાર છે.

યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબકકામાં સેમેસ્ટર-૧માં બીએલએલબીમાં ૧, બીજેએમસીમાં ૨૧, ડીસીએસમાં ૨, એમ.જે.એમ.સી.માં ૨૪, સેમેસ્ટર-૨માં બીજેએમસીમાં ૧૦૭, ડીસીએસમાં ૧૬, એમજેએમસીમાં ૭૨, એમપીએમાં ૬, એમઆરએસમાં ૨૯, પીજીડીએમસીમાં ૨૫, સેમેસ્ટર-૪માં બીપીએમાં ૨૯, બીઆરએસમાં ૧૩૮, બીએસડબલ્યુમાં ૭૫, એલએલબીમાં ૧૮૫૬, એમજેએમસીમાં ૧, એમપીએમાં ૫, એમઆરએસમાં ૨૭, એમએસસીઆઈટીમાં ૨૨૨ તેમજ સેમેસ્ટર-૬માં બીએસબીએસમાં ૧૬, બીએ રેગ્યુલરમાં ૭૨૦૧ અને એકસટર્નલમાં ૩૧૦૨, બી.હોમ સાયન્સમાં ૧૧, બીબીએમાં ૨૬૧૧, બીસીએમાં ૨૬૪૭, બીકોમ રેગ્યુલરમાં ૧૫,૮૧૯ અને એકસર્ટનલમાં ૧૧૬૩, બીપીએમાં ૧૯, બીઆરએસમાં ૭૮, બીએસસીમાં ૫૪૪૨, બીએસસી હોમ સાયન્સમાં ૨૪૫, બીએસસી આઈટીમાં ૧૬૦, બીએસડબલ્યુમાં ૬૧, એલએલબીમાં ૨૦૩૪ સહિત ૪૫,૫૫૦ છાત્રો પરીક્ષા આપશે.

Loading...