Abtak Media Google News

જનતા કફર્યુમાં સર્વે શહેરીજનોને જોડાવા અધિકારીઓ – પદાધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓનું આહવાન

કોરોના વાઇરસની મહામારી વચ્ચે મહારોગથી બચવા દેશની જનતા સજાગ બની છે સરકારે પણ સાવચેતીના પગલા ભર્યા છે. લોકોએ બિનજરૂરી ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ તેમજ કોરોનાના કોઇપણ લક્ષણો જણાય તો તુરંત જ મેડીકલ ચેકઅપ કરાવવા સહીતની અનેક સુચનાઓ જાહેર જનતા સુધી પહોચાડવાના પ્રયાસો થઇ રહ્યા છે.

કોરોનાથી લોકોએ બચાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવતીકાલે જનતા કર્ફયુની જાહેરાત કરી છે તેમ જ આ જનતા કર્ફયુમાં સ્વયંભુ જોડાવવા અપીલ પણ કરી છે. આ અપીલને દરેક લોકો સ્વીકારે તેમજ મહાઅભિયાનમાં જોડાઇ તે માટે શહેરના અધિકારીઓ પદાધિકારીઓ સમાજશ્રેષ્ઠીઓ વિવિધ સંગઠનોના હોદેદારો વગેરેએ આ જનતા કર્ફયુમાં જોડાવવા ભારપૂર્વક અપીલ કરી છે.

વોર્ડનં. ૨ અને ૬ના કોર્પોરેટરો

હાલ વિશ્ર્વ આખું કોરોના વાઇરસથી ચિંતિત છે જેની ગંભીરતા પૂર્વક નોંધ લઇ કાળજી રાખવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવતીકાલે રવિવારે આખો દિવસ જનતા કર્ફયુ રાખવા અપીલ કરી છે. જેનુ પાલન કરવા વોર્ડ નં.૨ અને ૬ના કોર્પોરેટરોએ શહેરીજનોને અનુરોધ કર્યો છે.

આ ઉપરાંત સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને વ્યક્તિગત પણે પણ આગામી તા.૩૧ માર્ચ સુધી ભીડ થાય તેવા કાર્યક્રમો, પ્રસંગો યોજવા નહિ. તા કોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓનો જુસ્સો જળવાઈ રહે તે માટે જનતા કર્ફ્યુના દિવસે સાંજના ૦૫:૦૦ વાગ્યાથી ૦૫ મિનીટ માટે ઘંટરાવ કરવા અવા તો અન્યરીતે તેમને પ્રોત્સાહિત કરી સન્માન આપવા પણ અપીલ કરેલ છે. વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલ દ્વારા જણાવવામાં આવેલ છે કે, લોકો પણ સ્વસ્ રહે તેની ગંભીરતાપૂર્વક કાળજી લઈએ ખાસ કરીને ૬૦ વર્ષી ઉપરના સિનિયર સીટીઝનો બને ત્યાં સુધી ઘરની બહાર નહિ નીકળવા અને કુટુંબીજનોએ પણ તેમની ખાસ કાળજી લેવા તેમજ નાના બાળકોને પણ ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ બહાર નહિ લઇ જવાં અપીલ કરવામાં આવે છે.

કોરોના વાઇરસી ગભરાવું નહિ પરંતુ સાવચેત રહેવું એ ખુબ જ અગત્યનું છે. જેથી લોકોએ જરાપણ ગફલતમાં રહેવું નહિ.

અંતમાં વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરેએ જણાવેલ છે કે, ગભરાટ નહિ, સમજદારી અને સતર્કતા એ જ આપણી જવાબદારી…….તેને પુરેપુરી નિભાવીએ.

રાજકોટ ફર્નીચર એસોસિએશન

કોરોાના જેવી વૈશ્ર્વિક મહામારી સામે લડવા અને બચાવના પગલા રૂપે આવતીકાલે તા.રર ને રવિવારના રોજ સાત વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળી સ્વયં જનતા કફર્યુને સમર્થન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે. આ તકે રાજકોટ ફર્નીચર એસોસીએશનના તમામ વેપારી મિત્રો પણ આવતીકાલે બંધ પાળી પી.એમ.ના આદેશનું પાલન કરશે. આવતીકાલે તેઓ વેપાર રોજગાર સંપૂર્ણ પણે બંધ રાખી તમામ સ્ટાફને રજા આપી જનતા કફર્યુમાં જોડાવા અપીલ કરી છે.

ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી

ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ યાદીમાં જણાવ્યું છે કે કોરોના વાઈરસથી ચિંતિત છે. કોરોના વાઈરસ ખૂબજ ચેપી છે કોરોનાને નાથવા માટે વિશ્ર્વના તમામ વૈજ્ઞાનિકો અથાગ પરિશ્રમકરી રહ્યા છે. કાલે સવારે ૭ થી રાતના ૯ કલાક સુધી જનતાને ફકર્યું રાખવા આહવાન કર્યું છે.

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ

કોરોના વાયરસ અંગે જાગૃતિ લાવવા પ્રધાન મંત્રી નરેન્દભાઇ મોદીની અપીલને માન આપી આવતીકાલે તા.રર ના રોજ સવારના સાત થી રાત્રીના નવ સુધી જનતા કફર્યુ ના એલાનને સફળ બનાવી વાઇરસને ફેલાતો અટકાવવા આપણે સૌ જાતે તેમાં જોડાઇ અને જન જાગૃતિના આંદોલનને વેગ આપીએ તેમ રાજકોટના ધારાસભ્ય ગોવિંભાઇ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે.

વધુમાં તેઓ જણાવે છે કે એક દિવસનાં કફર્યુથી સમગ્ર દેશની જનતામાં વાઇરસ અંગેની જાગૃતિ આવશે અને મહામારી ફેલાતી અટકરે. તા. ૩૧ માર્ચ સુધી જુદી જુદી અપીલોને ઘ્યાનમાં રાખીને જાહેર મેળાવડા વગેરેથી દુર રહેવું અને લક્ષણો દેખાય તો આપણા ફેમીલી ડોકટરનો સંપર્ક ભય મુકત બની જઇએ તેમ નિવેદનના અંતે પટેલે જણવાયું છે.

રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા

સમગ્ર વિશ્ર્વ આજે કેરોના નામના એક જીવાણુ વાયરસથી વિશ્ર્વ યુધ્ધથી પણ વધારે ગભરાઈ ગયું છે. સમગ્ર વિશ્ર્વ ભયભીત છે. દીપડો આવ્યો કહી બાળકને ડરાવીને સુવડાવી દેવાતા હતા એમ હવે કોરોના આવ્યો કહીને ડરાવવાનો સીલસીલો ચાલુ થઈ જશે માનવ જાત વર્તમાન સમયમાં કોઈ ઘટનાથી આટલી ડરી હોય એવું જાણ્યું નથી. આવો સામાજીક જનજાગરણના પર્વને કાયમી વિશિષ્ટ જીવન ચર્યાના પૂન: ઉદય તરીકે વધાવી લઈએ તેમ રાષ્ટ્રીય કામઘેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાની યાદીમાં જણાવાયું છે.

બ્રહ્મસેના

સમગ્ર વિશ્ર્વ કોરોની ધભયગ્રસ્ત છે. ત્યારે મેરા પરિવાર મેરા રાષ્ટ્ર ને સમર્પિત રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના સામેની લડતમાં કાલે જનતા કફર્યુમાં જોડવા દરેક રાષ્ટ્ર પરિવારને બ્રહ્મસેના ના સ્થાપક, અઘ્યક્ષ જગદીશ રાવલે અનુરોધ કર્યો છે કે કોરોના સે મત ડરો, ભગવાન સે ડરો, પ્રાર્થના, બંદગી, દુઆ કરી ના સૂત્રને સાર્થક કરવા જણાવ્યું છે.

કોર્પોરેટર જયાબેન હરીભાઇ ડાંગર, નિતીનભાઇ રામાણી

કોરોના વાઇરસથી ગભરાવું નહી. પણ સાવચેતી રહેવુ ખૂબ જ અગત્યનું છે. તેમ વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસીગ સમિતીના ચેરમેન જયાબેન હરીભાઇ ડાંગર પૂર્વ કોર્પોરેટર હરીભાઇ ડાંગર તથા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતીનભાઇ રામાણીએ લોકોને અપીલ કરતા જણાવ્યુ છે

વોર્ડ નં.૧૩માં કરવા અપીલ કરતા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી એક સંયુક્ત યાદીમાં જણાવ્યુ છે કે, વોર્ડ નં.૧૩ની જનતા કર્ફ્યુનો અમલ કરે તેમજ સામાજીક, ધાર્મિક સંસઓ પણ પોતાનું યોગદાન. આ ઉપરાંત સામાજીક, ધાર્મિક સંસઓ અને વ્યક્તિગત પણે પણ આગામી તા.૩૧ માર્ચ સુધી ભીડ થાય તેવા કાર્યક્રમો, પ્રસંગો યોજવા નહિ. કોરોના વાઇરસ માટે સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે જો આપણે સ્વસ્ હશું તો સમાજ પણ સ્વસ્ રહી શકશે. કોરોના વાઇરસ સામે ગંભીરતાપૂર્વક કાળજી લઈએ અને ખાસ કરીને નાના બાળકો તેમજ ૬૦ વર્ષી ઉપરના નાગરિકોને ખાસ કામ સિવાય ઘરની બહાર ન નીકળે, બિનજરૂરી પણે હોસ્પિટલે જવાનું ટાળે તે માટે તેને તા તેના કુટુંબીજનોએ પણ તેમની ખાસ કાળજી લેવા અપીલ કરવામાં આવે છે.

જનતા કફર્યુને વિવિધ વેપારી એસો.નો ટેકો

કોરોના વાઇરસના અનુસંધાને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૨ માર્ચ રવિવારના રોજ સવારના ૭ થી રાત્રીના ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યુ રાખવાનું આહવાન કરેલ છે. રાજકોટ શહેરમાં પણ જનતા કર્ફ્યુનો સંપૂર્ણ અમલ થાય તે માટે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલ. આ મીટીંગમાં રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી વિગેરે ઉપસ્થિત રહેલ. કોરોના વાઇરસ આગળ ન વધે તે માટે સરકાર જુદા જુદા પગલા લઇ રહી છે. વાઇરસ સામે લોકો પણ ખુબ જ જાગૃતા દાખવે તે જરૂરી છે. વૈશ્વિક મહામારી સામે દેશના પ્રધાનમંત્રીના જનતા કર્ફ્યુની અપીલને ઇન્ડસ્ટ્રીઝ એસો., ઈમીટેશન વેપારીઓએ, ડેરી એસો., તેમજ અન્ય એસો.ને જોડી ૨૨ માર્ચના રોજ સંપૂર્ણ બંધ રહે તે માટે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે ખાત્રી આપેલ હતી.

બ્યુટીપાર્લર અને સીવણ કલાસીસો બંધ રાખવા અપીલ કરતા કીર્તીબા રાણા

રાજશકિત ક્ષત્રિય મહિલા મંડળના પ્રમુખ કીર્તીબા રાણાએ યાદીમાં જણાવયાું છે. કે હાલ વિશ્ર્વના મોટાભાગના દેશોમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા આ અંગે પૂરતી તકેદારીના પગલા લેવાઇ રહ્યા છ. તે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચન દ્વારા તા.રર માર્ચ રવિવારે સવારે ૭ થી રાત્રીના ૯ વાગ્યા સુધી સમગ્ર દેશવાસીઓને જનતા કર્ફર્યુ પાળવા જાહેર અપીલ કરી છે. ત્યારે શહેરના તમામ બ્યુટીપાર્લર અને સીવણ કલાસીસ, મહીલા ગૃહઉઘોગ તા.૩૧મી માર્ચ સુધી બંધ રાખવા જાહેર અપીલ કરી છે. ખાસ કરીને મહીલાઓ દ્વારા ગૃહઉઘોગ કે બ્યુટીપાર્લર, બ્યુટીપાર્લરના વર્ગો, સીવણના વર્ગો ચાલતા હોય અને જયા મહીલાઓની સંખ્યા વધારે હોય તેવા વર્ગો પણ બંધ રાખવા કિર્તીબા રાણા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.

સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન વાગડીયાની અપીલ

સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા જણાવ્યું  છે કે, વિશ્વ આખું કોરોના વાઇરસી ચિંતિત છે. કોરોના વાઇરસ ખુબ જ ચેપી છે તેમજ હજુ તેની દવા શોધવાનું કાર્ય વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. કોરોના વાઇરસ માટે સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીને ૬૦ વર્ષી ઉપરના સિનિયર સીટીઝનો બને ત્યાં સુધી ઘરની બહાર નહિ નીકળવા અને કુટુંબીજનોએ પણ તેમની ખાસ કાળજી લેવા તેમજ નાના બાળકોને પણ ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ બહાર નહિ લઇ જવાં અપીલ કરવામાં આવે છે.

વડાપ્રધાને દેશવાસીઓને તા.૨૨ના રોજ સવારના ૦૭:૦૦ ી રાત્રીના ૦૯:૦૦ સુધી જનતા કર્ફ્યુનો અમલ કરવા અપીલ કરેલ છે. તેમાં તમામ લોકો પોતાનું યોગદાન આપે અને ખાસ કરીને શહેરની જાહેર સામાજીક સંસઓ, ધાર્મિક સંસઓ આ જનતા કર્ફ્યુની સફળતા માટે લોકોને જાગૃત કરે તે જરૂરી છે આ ઉપરાંત આગામી ૧૫ દિવસ સુધી કોઈપણ પ્રકારના સામાજીક, ધાર્મિક મેળાવડાઓ કે જ્યાં વધારે પ્રમાણમાં લોકો એકત્ર થાય તેમ હોય તેનું આયોજન ટાળવા પણ અપીલ કરવામાં આવે છે.  કોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓનો જુસ્સો જળવાઈ રહે તે માટે જનતા કર્ફ્યુના દિવસે સાંજના ૦૫:૦૦ વાગ્યાી ૦૫ મિનીટ માટે તાળી વગાડી અવા તો થાળી વગાડીને તેમને પ્રોત્સાહિત કરી સન્માન આપવા પણ અપીલ કરી છે.

કોરોના વાઇરસી ગભરાવું નહિ પરંતુ સાવચેત રહેવું એ ખુબ જ અગત્યનું છે. જેી લોકોએ જરાપણ ગફલતમાં રહેવું નહિ.

અંતમાં સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયાએ જણાવ્યું છે કે, ગભરાટ નહિ, સમજદારી અને સતર્કતા એ જ આપણી જવાબદારી. તેને પુરેપુરી નિભાવીએ.

 વિશ્ર્વ હિન્દુ પરિષદ

કોરોના વાઈરસની આંતરરાષ્ટ્રીય મહામારીથી દેશવાસીઓનું રક્ષણ કરવા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધન કરી જે આવાહન કર્યું છે. તેમાં જોડાવા વિશ્ર્વ હિન્દુ પરિષદ સૌ દેશવાસીઓને અપીલ કરે છે. આવતીકાલના ૨૨ માર્ચને રવિવારના રોજ જનતા કફર્યું તથા રાષ્ટ્ર સેવકોનાં સન્માનની સૂચનાનો અમલ કરી કોરોના વાયરસની સામે લડવા માટે આપણી એકતા અને દ્દઢ સંકલ્પના દર્શન કરાવવાના છે. સમગ્ર ભારતીયોની આ સ્વૈચ્છિક પહેલ સમગ વિશ્ર્વને કોરોના વાયરસની સામે લડવા માટે નવી જ પ્રેરણા આપશે.

તમામ લોકો પોતાનું યોગદાન આપે અને ખાસ કરીને શહેરની જાહેર સામાજી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ આ જનતાકફર્યુની સફળતા માટે લોકોને જાગૃત કરે તેવી વિશ્ર્વ હિન્દુ પરિષદની અપીલ છે તેવું વિશ્ર્વ હિન્દુ પરિષદના નીતેશભાઈ કથીરીયાની યાદીમાં જણાવાયું છે.

સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર

સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ નલીન ઝવેરી તથા મહામંત્રી સંજય લાઠીયાએ એક યાદીમાં જણાવેલ છે કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોનીસ્વસ્થ્ય સુખાકારી માટે વિશ્ર્વમાં જે કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યારે લોકોએ જાગૃત રહેવાની જરૂર છે. લોકોને જનતા કફર્યુંમાં જોડાય તથા વિશેષ દરકાર કરવા માટે સોમવારે પણ લોકો સ્વયંભૂ બંધ પાડી સ્વૈચ્છિક રીતે બંધમાં જોઠડાય તેવી અપીલ કરી છે.

6.Saturday 1 2

શાસક નેતા દલસુખ જાગાણી

વોર્ડ નં.૬ના કોર્પો. તથા શાસક પક્ષનેતા દલસુખભાઈ જાગાણી, મુકેશભાઈ રાદડીયા, સજુબેન કાળોતરા, દેવુબેન જાદવ દ્વારા જણાવવામાં આવેલ છે કે આજે વિશ્ર્વઆખું કોરોના વાઈરસથી ચિંતિત છે. કોરોના વાઈરસ ખૂબ જ ચેપી છે. લોકો પણ સ્વસ્થ રહે તેની ગંભીરતાપૂર્વક કાળજી લઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૨ માર્ચ રવિવારના રોજ આખો દિવસ વોર્ડ નં.૬માં જનતા ફકર્યું રાખવા અપીલ કરેલ છે.

સ્વયંથી લઈ સમગ્ર સૃષ્ટિનાં હિતાર્થે જનતા કર્ફ્યુંને સમર્થન આપવા રાજુભાઈ ધ્રુવની અપીલ

કોરોના વાયરસની મહામારીને લડત આપવા ભારતની જનતા  સક્ષમ, સજ્જ અને સાવધ: ભારતીય જનતા પક્ષ કટિબદ્ધ

ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નોવેલ કોરોના વાઈરસ સંક્રમણ અન્વયે દેશની જનતાને તા. ૨૨ માર્ચ,  રવિવારે સવારે ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યુંમાં જોડાવા અપીલ કરવામાં આવી છે આ સંદર્ભે ભારતીય જનતા પક્ષનાં અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુરૂવારે કોરોના વાયરસના મુદ્દે દેશને સંબોધન કરી રવિવારે જનતા કર્ફ્યું રાખવા માટે અપીલ કરી છે. પ્રધાનમંત્રીની જનતા કર્ફ્યુંની અપીલને દેશભરમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં પણ જનતા કર્ફ્યું માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિવિધ માધ્યમો દ્વારા નાગરિકોએ જનતા કર્ફ્યુંને સમર્થન આપ્યું છે. સ્વયંભૂ રીતે જનતા કર્ફ્યુંમાં જોડાવાનું હોવાથી આ માટે કોઈના પર દબાણ કરવાનું નથી પરંતુ લોકો પણ હવે જાગૃત બન્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને આવકારી જનતા કર્ફ્યુંમાં સ્વયંભૂ રીતે જોડાવાના છે. અલબત્ત જનતા કર્ફ્યુંનાં દિવસે સાંજે ૫ વાગ્યે પોતાના ઘરનાં દરવાજા પર ઉભા રહીને ૫ મિનિટ સુધી એવા લોકોનો આભાર વ્યક્ત કરવાના છે જે કોરોના સામેની લડાઈ લડી રહ્યાં છે. આપણે સૌ સાથે મળીને જનતા કર્ફ્યુંનાં સમર્થન દ્વારા તેમજ આ મહામારી સમયે સાવચેતી, સંયમ, સંકલ્પ, સ્વયંશિસ્ત દ્વારા કોરોના વાયરસને મજબૂત રીતે મક્કમતાથી લડત આપીશું અને કોરોનાને ભગાવીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે. સ્વયંથી લઈ સમગ્ર શ્રુષ્ટિનાં હિતાર્થે આવો સૌ સાથે મળીને જનતા કર્ફ્યુંને સમર્થન આપીએ..

જનતા કફર્યુમાં સહકાર આપવા કોંગ્રેસ પક્ષની પણ અપીલ

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને મહાપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે, હાલ કોરોના  વાઈરસ ભારત દેશમાં ફેલાયો છે અને તેના ભાગરૂપે આવતીકાલે માનવ કરફ્યું જાહેર કરવામાં આવેલ છે ત્યારે આ કરફ્યુંમાં લોકોએ તંત્રને સાથ અને સહકાર આપવો જેથી આ જીવલેણ વાઈરસ ફેલાતો અટકાય અને આવનારા દિવસોમાં કોરોના મુક્ત ભારત બને અને રાજકોટ બને તેવી લોકો પાસે અપેક્ષા રાખીએ છીએ અને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસને પણ અપીલ કરવામાં આવે છે કે આવતી કાલના દિવસે નાના-ગરીબ માણસો પોતાને રોજીરોટી અર્થે કદાચ બહાર નીકળ્યા હોય તો તેને હેરાન પરેશાન ના કરવા  કારણકે આ લોકોને એ જ ખબર નથી હોતી કે આજે માનવ કરફ્યું સરકારે જાહેર કર્યું છે કારણકે એ લોકો તો એક ટંકનું લાવી એક ટંકનું ખાવા વાળા છે તેથી તેઓને પોલીસ હેરાન અને કનડગત ન કરે અને રાજકોટની પ્રજાને અમારી વિનંતી સાથ જણાવી એ છીએ કે આવતીકાલના માનવ કરફ્યુંમાં આપ સાથ અને સહકાર આપશો તેવી અમારી પણ રાજકોટની પ્રજાને વિનંતી કરીએ છીએ.

જનતા કફર્યુમાં લોકોને જોડાવા રાજકોટ જિલ્લા ભાજપની અપીલ

કોરોના વાઈરસના સંક્રમણને દેશભરમાં ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૨/૩/૨૦૨૦,રવિવારના રોજ સવારે ૭:૦૦ કલાકથી રાત્રે ૯:૦૦ કલાક સુધી જનતા કર્ફ્યુંનું આહવાન કર્યું છે. તેનું રાજકોટ જીલ્લાની જનતા આ અતિ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સમયમાં સંયમ અને સંકલ્પ સાથે રાષ્ટ્રહિતના ભાવ સાથે રાષ્ટ્રસેવામાં ભાગીદાર બની પાલન કરે તેવી જાહેર અપીલ કરતા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા,  જયંતિભાઈ ઢોલ,  ડો.ભરતભાઈ બોઘરાએ કરેલ છે.

જનતા કફર્યુ માટે સેલવાસ તૈયાર: આપણે આપણા ઘરમાં જ રહીશું અને કોરોનાને હરાવીશું

જનતા કરફ્યુના સ્વાગતમાં દાદરાનગર હવેલીના લોકોએ જણાવ્યું કે આપણે આપણા ઘરમાં જ રહીશું અને કોરોના વિષાણુથી  લડીશું અને તેને હરાવીશું, દરેકે જણાવ્યું કે, આ પરીક્ષાની ઘડી છે જેમાં દેશ અને પરિવારની ખુશાલી માટે આ અનોખો ઉપવાસ રાખવામાં ભાગીદારી આપવાની છે. ઉદ્યોગપતિ, હોટલ, વ્યવસાય, કારોબારી તેમજ વ્યાપારીઓએ કોરોનાથી બચવા માટે રવિવારના રોજ પ્રધાનમંત્રીનો સંદેશ માનવાનો નિર્ણય લીધો છે. દરેકે એક સ્વરમાં પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને આવકાર્યો છે.

જનતા કરફ્યુ દાનહ કલેકટર સંદીપ કુમારે પત્રકારોને જણાવ્યું કે, પ્રધાનમંત્રી ને જનતા કરફ્યુનો દરેક વર્ગ સામેલ થઇ સફળ બનાવે. કરોનાથી લડવા માટે દરેકનો સહયોગ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.