દરેક માનવીમાં વૃતિઓ રૂપે અસુરો છે, ભાગવત તેનો નાશ કરે છે: સતિષકુમાર શર્મા

131

દ્વારકેશભવન હવેલીના પાટોત્સવ ઉપલક્ષ્યે યોજાયેલી ભાગવત કથાનો આજે અંતિમ દિવસ: સાંજે જરદોજી બંગલા મનોરથનો જાહેર દર્શન

દ્વારકેશ ભવન હવેલીમાં બિરાજતા શ્રી દ્વારકેશ પ્રભુના પ્રથમ પાટોત્સવના ઉપલક્ષ્યમાં રાજકોટના આંગણે યોજાયેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ દિવ્ય સત્સંગનું આજે સાંજે સમાપન થશે. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના સુપ્રસિઘ્ધ પ્રવકતા, ભાગવત મર્મજ્ઞ સતીષકુમાર શર્માના વ્યાસાસને યોજાયેલ પુષ્ટિ  પરિભાષાની આ કથાનો શહેરના સેંકડો વૈષ્ણવો અને ધર્માનુસાગી ભાવિકોએ લાભ લીધો .

ભાગવત કથાના અંતિમ ચરણોમાં વ્યાસપીઠેથી શર્માજીએ ભાગવતનો સાંપ્રત સમાજને ઉપકર સંદેશો આપતા સુબોધિની ગ્રંથમાં પ્રબોધેલ ભગવાન બાલકૃષ્ણની લીલાઓ, ગીરીરાજની ઝાંખી, જ્ઞાન અને ભકિતની વૃઘ્ધિ કરનરી લીલાઓ, ગોવર્ધન લીલામાં અનેક રહસ્ય છે. જેમાં પુજય અને પુજક એક જ છે. ઉભય અન્યોન્ય પૂરક છે. અહિ પૂજા કરનાર કૃષ્ણ છે. અને એમાં કૃષ્ણની જ પૂજા કરવામાં આવે છે. સેવક અને સૈવ્ય ઐકય સાધે તો  જ સેવા સાર્થક થાય તેવું જણાવ્યું હતું.

કથાયાત્રા દરમ્યાન વ્યાસપીઠેથી  પ્રબોધાયેલા પ્રેરક વિચારો અત્રે પ્રસ્તુત છે. દરેક માનવીમાં વૃતિરુપે અસુરો છે. ભાગવત માનવીને તેમાંથી નિવૃત કરે છે. વિશ્વાસભકિત માર્ગની સીડીનું પ્રથમ પગથિયું છે. પ્રભુના અંતર્યામિત્વ ઉપર કયારેય શંકા ન કરો પ્રભુને સ્વજનો કરતા શરણે આવેલા વધુ વહલાં છે હ્રદયમાં આનંદ સમાય તે ઉત્સવ ન સમાય ત્યારે મહોત્સવ બની જાય છે.

સપ્તાહના અંતિમ દિવસે આજે સાંજે જશદોજી બંગલા મનોરથના જાહેર દર્શન થશે.

Loading...