Abtak Media Google News

ટ્રેક્ટર નિર્માણ કરતી અગ્રણી કંપની એસ્કોર્ટ લિમિટેડે પોતાના પાવરટ્રેક અને ફાર્મટ્રેક ટ્રેક્ટરની આખી શ્રેણી માટે ચાલકને ઇમર્જન્સી સેવા મળી રહે તે માટે ‘કેર બટન’ લોન્ચ કર્યું હતું. કંપની દાવો કરે છે કે ટ્રેક્ટરમાં આવી સવલત આપનાર તે વિશ્વની પહેલી કંપની છે.

એસ્કોર્ટના બધા ગ્રાહકો તેમના ટ્રૅક્ટર પરના ખાસ બટનને દિવસના ગમે તે સમયે કોઈપણ પ્રકારની ટેક્નિકલ અથવા અન્ય કોઈપણ પ્રકારની મદદ માટે દબાવશે તો 2 મિનિટમાં જ કંપનીના પ્રશિક્ષિત એન્જિનિયર તેમને સામેથી વળતો કૉલ કરશે.

એસ્કોર્ટ એગ્રી મશીનરીના સીઈઓ, શેનુ અગ્રવાલે જણાવ્યું હતું કે,ભારતમાં કાર અને બાઈક ઉદ્યોગમાં જે પ્રકારના ગ્રાહક સેવાના ધોરણો જોવા મળે છે તેનો ટ્રેક્ટર ક્ષેત્રમાં સદંતર અભાવ છે. અમને લાગ્યું કે, કશુંક નવીન કરવાની આ અદભુત તક છે અને આથી અમે અમારા બધા જ ટ્રૅક્ટરમાં 24X7 કેર બટન લ઼ૉન્ચ કર્યા છે.

ટ્રેક્ટરમાં કઈ પણ ખામી આવે ત્યારે અમારા ગ્રાહકોને તુરંત મદદ પૂરી પાડવી એ અમારી ફરજ છે. અમારી ડિલરશિપ ખાતે અમે મોબાઈલ સર્વિસ વાન્સ અને બાઈક્સના વિશાળ કાફલામાં મૂડીરોકાણ કરી રહ્યા છીએ, જેથી અમારા કોઈક જરૂર ઊભી થાય તો ગ્રાહકોને તેમના ઘરઆંગણે અમે ઝડપી સેવા પૂરી પાડ શકીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.