Abtak Media Google News

૧૫ પક્ષીઓ મૃત્યુ પામ્યા તો ૩૦૫ પક્ષીઓ આજીવન ઉડી નહી શકે આજથી ડ્રોન કેમેરાની મદદથી ફસાયેલા પક્ષીઓની બચાવ કામગીરી કરાશે

રંગીલા રાજકોટમાં મકરસંક્રાંતિ પર્વે નગરવાસીઓએ પતંગોની મોજ અગાસીએ માણી ત્યારે ઘણી વિનંતી અપીલો છતા ૪૩૧ વિવિધ પક્ષીઓ ઘાયલ થયા હતા. કરૂણા ફાઉન્ડેશન સંચાલીત એનિમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણીએ અબતક સાથેની ટેલિફોનીક વાતચીતમાં જણાવેલ કે માધાપર ચોકડી ઉપલાકાંઠે તથા મવડી વિસ્તારમાંથી સૌથી વધુ પક્ષી ઘાયલની ફરિયાદો મળી હતી.

ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ ૪૦૧ કબુતર, ૧ લવબર્ડ, ૧ કુકુ, ૨ ચકલી, ૨ હોલા, ૧ ચામાચિડીયું, તથા ૩૦ અન્ય પક્ષી મળી કુલ ૪૩૧ જેટલા નિદોર્ષ પક્ષીઓ ઘાયલ થયેલ છે. આ પૈકી ૧૫ પક્ષીઓના મૃત્યુ થયા હતા. જેમાં સૌથી વધુ કબુતરની સંખ્યા વિશેષ હતી ૩૦ પક્ષીઓ એટલી હદે ઘાયલ થયા હતા કે તેની ઉડવાની પાંખ જ કપાય જતા તે જીવન ભર ઉડી નહી શકે. આજથી ડ્રોન કેમેરા દ્વારા વિશેષ પક્ષી બચાવ કામગીરી કરનાર છે. ઉંચાઈ કે ઝાડ પર ફસાયેલ પક્ષીને ડ્રોન કેમેરાથી શોધીને તેની બચાવ કામગીરી કરાશે. કરૂણા ફાઉન્ડેશને નગરજનોને અપીલ કરી છે કે તારમાં કે ઝાડમાં કે થાંભલે દોરાના ગુંચડા ફસાયેલા હોય તે તાત્કાલીક દૂર કરે. આ ગુંચડા જ પક્ષીઓ માટે મોતનો ગાળીયો બનતા હોય છે. જો કોઈ નગરજનોએક કિલો દોરાનું ગુચડુ ફાઉન્ડેશનને આપશે તો તેને રૂા.૧૦૦ની સહારૂપે ઈનામ આપીને સેવા કાર્યને બિરદાવાશે.

Img 20200115 Wa0121

દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી ઘાયલમાં કબુતરોની સંખ્યા વિશેષ છે. સવાર સાંજ બચ્ચા માટે ખોરાકની શોધમાં જતા પક્ષીઓ મોટા ભાગે દોરાની ઝપટે ચડીને ઘાયલ થયા હતા.  નગરજનોને આવું ફસાયેલ પક્ષી કયાંય જોવા મળે તો કરૂણા ફાઉન્ડેશન સંચાલિત એનિમલ હેલ્પલાઈન ૯૮૯૮૪ ૯૯૯૫૪ ઉપર તાત્કાલીક સંપર્ક કરવો. ગઈકાલે સંક્રાંતનાં આખો દિવસ નિદોર્ષ પક્ષીઓની સેવા સારવાર માટે મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામ ઠકકર, ચંદ્રકાંતભાઈ શેઠ, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલની આગેવાનીમાં વર્કીંગ કમીટીએ સવારથી મોડી રાત સુધી અવિરિત સેવા આપી હતી.

પક્ષીઓ માટેના ફાંસીના ગાળીયા સમાં લટકતા દોરા હટાવો

નગરજનોને વિનંતી છે કે જયાં પણ દોરા લટકત દેખાય તે ખેંચીને જમીન પર ફેંકી દેવા, વૃક્ષ પર, થાંભલા પર લટકતી દોરીકે ઝુંમખા-ગુંચડામાં પક્ષીઓ ફસાય જતા હોય છે. આપની એક મિનિટ કેટલાય પક્ષીઓનો જીવ બચાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.