Abtak Media Google News

રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યકત કરાયો: પર્યાવરણનો સો વળવાની દહેશત વ્યકત કરાઈ

ગિરના જંગલમાં આવેલ કનકાઈ માતાજીના મંદિરે આગામી તા.૬ મેના રોજ યોજાનાર ૧૦૮ કુંડી યજ્ઞમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહેનાર હોય. જુદી જુદી પર્યાવરણપ્રેમી સંસઓએ મુખ્યમંત્રીની હાજરી સામે વિરોધ વ્યકત કરી ગિરના જંગલમાં આ યજ્ઞના કારણે વન્ય પ્રાણીઓનું કલ્યાણ વાને બદલે જંગલની ઈકો સીસ્ટમને ખરાબ અસર પહોંચવાની દહેશત વ્યકત કરી આજે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યકત કર્યો હતો.

ગિરના જંગલમાં કનકાઈ માતાના મંદિરે યોજાનારા ૧૦૮ કુંડી યજ્ઞના આયોજન સામે વિરોધ વ્યકત કરતા નેચર એન્ડ એડવેન્ચર કલબ રાજકોટ વાઈલ્ડ લાઈફ ક્ધઝર્વેશન ટ્રસ્ટ રાજકોટ, વસુંધરા નેચર કલબ, એશીયાટીક લાઈન પ્રોટેકટ સોસાયટી, કેર ફોર નેચર કલબ, ફોટોગ્રાફી કલબ ઓફ રાજકોટ અને વાઈલ્ડ સૌરાષ્ટ્ર ગ્રુપ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કનકાઈ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી ન આપે તેવી માંગ કરી આ આયોજનને તાત્કાલીક રદ્દ કરવા માંગ કરી હતી.

જુદી જુદી સંસઓએ આ યજ્ઞના આયોજનને કારણે રક્ષીત જંગલમાં પ્રાણીઓને ખલેલ પહોંચે તેમ હોવાની જુદી જુદી ૯ દલીલો કરી જંગલમાં આગ લાગવાનો ભય, વૃક્ષનો સો નીકળવો, પ્લાસ્ટીક અન્ય કચરાનો ખડકલો વાની દહેશત વ્યકત કરી અને સો સો સિંહોને ખલેલ પહોંચે તેમ હોવાનું આ યજ્ઞનું આયોજન ન થાય તે જોવા સરકાર સમક્ષ માંગ કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.