Abtak Media Google News

રીઝવાન આડતીયા સોશ્યલ એન્ડ કલ્ચરલ ગ્રુપ દ્વારા વિવિધ વૃધ્ધાશ્રમના વડિલો માટે ભાવવંદન કાર્યક્રમ યોજાયો

વડિલોએ ગેમ શો, રાસગરબા અને હાસ્ય દરબાર સહિતના કાર્યક્રમો માણ્યા

રીઝવાન આડતીયા સોશીયલ એન્ડ કલ્ચરલ ગ્રુપ દ્વારા શ્રીજી ગૌશાળા ખાતે ‘ભાવ વંદન’ કાર્યક્રમનું આયોજન વૃદ્ધોનો ઉત્સાહ વધારવા જેવા ઉમદા કાર્ય માટે કરાયું હતું. પશ્ચીમીકરણનું આંધળા અનુકરણ આજના દિકરાઓ મા-બાપના કર્તવ્યોને ભૂલી જાય છે. ત્યારે વૃદ્ધો માટે એકલતાને જળમૂળી દૂર કરવી એ મુશ્કેલી કાર્ય છે ત્યારે તેમની એકલતા દૂર કરવા અને ક્ષણોને યાદગાર બનાવા રીઝવાન આડતીયા ગ્રુપ દ્વારા શ્રીજી ગૌશાળા ખાતે વિવિધ વૃદ્ધાશ્રમોના વૃદ્ધો માટે આખા દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ગેમ શો, રાસગરબા, હાસ્ય કાર્યક્રમ જેવા મનોરંજન માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું હતું. જેથી એના આશિર્વાદ સાથે રહે જેમાં રમેશભાઈ ઠક્કર, જયેશભાઈ ઉપાધ્યાય, ચંદ્રકાતભાઈ શેઠ, પ્રભુદાસભાઈ તન્ના વગેરે શુભેચ્છકોએ સાથ સહકાર આપ્યો હતો.

22 4રંજન કોટક જણાવ્યું હતું કે, આજે રીઝવાન ગ્રુપ દ્વારા જે કાર્યક્રમ યોજાયો છે એ વડીલો માટે તો આશીર્વાદરૂપ છે કે આખો દિવસનું આયોજન કર્યું જેના દિકરા, દિકરી તેના માવતરોને ન રાખવા હોય તેવા લોકોને માન સન્માન મળે તે માટે આવા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે રીઝવાન આડતીયાના આ બીજા કાર્યક્રમમાં અમે આવ્યા છીએ જેમાં અમને વિવિધ પ્રકારની ગેમ્સ, રાસગરબા, મેજીક શો વગેરેનું આયોજન કરાયું છે. ભગવાને જેમ પૈસો આપ્યા છે તો એ વડીલોના માટે આનંદ માટે વાપરવો જોઈએ પોતાના મા-બાપને તો સૌ સાચવે પરંતુ આવા કાર્યક્રમ કરી બીજા બધા વૃદ્ધાશ્રમના મા-બાપને સાચવાએ અને‚ કાર્ય છે.

વૃદ્ધાશ્રમના હસનભાઈ બગરીયાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા રીઝવાનભાઈ જે કામ કરે છે એ સીનીયર સીટીઝનને હૂંફ આપવાનું કામ કરે છે બધાને માન-સન્માન આપે છે. વડીલો માટે આ બધુ જ ખુશીનો માહોલ છે. સીનીયર સીટીઝન એના દીકરાઓથી પરેશાન હોય તેવા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને હૂંફ અને આનંદ મળે તેવું આયોજન અમારા માટે કર્યું છે.

અલ્કા ખાખરાએ જણાવ્યું હતું કે, રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનો માટે ખુબ સરૂ આયોજન કરવામાં આવ્યું છે. રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા શ્રીજી ગૌશાળા ખાતે વડીલોને મનોરંજન અને આનંદ મળે તેવા હેતુથી સમગ્ર આયોજન કરાયું હતું. હું સોશીયલ એકટીવીટી ઘણી કરું છું પરંતુ રીઝવાન આડતીયા જેવા લોકો હોય તો સમાજનો ઘણો વર્ગ નવી નવી પ્રવૃતિઓ માણી શકશે.

સાચુ સુખ તો વડિલોની સેવામાં: રીઝવાન આડતીયા

44રીઝવાન આડતીયા ગ્રુપના સંચાલક અને મુળ પોરબંદરના રીઝવાન આડતીયાએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આફ્રિકામાં રહું છું. સમાજમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું ખાસ આયોજન કર્યું છે. સાચુ સુખ એ વડીલોની સેવા કરવામાં જ છે જેથી આપણા અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ રહે.

આ અમારો ૮મો કાર્યક્રમ યોજયો છે. છેલ્લા દોઢ વર્ષમાં કે જેમાં ૧૦,૦૦૦ સીનીયર સીટીઝનોએ ભાગ લીધો હતો અને આ વખતે પણ ૧૮,૦૦૦ જેટલા વિવિધ વૃદ્ધાશ્રમના સીનીયર સીટીઝનોએ ભાગ લીધો છે. આજના દિવસે વૃદ્ધોને વિવિધ પ્રકારનું મનોરંજન પૂરું પાડવા માટે કાર્યક્રમ યોજાયો છે. જેમાં આજના દિવસે રાસગરબા, મેજીક શો, ગેમ શો, રાસગરબા જેવા કાર્યક્રમોનું આયોજન સવારે ૯ વાગ્યાથી ૪ વાગ્યા સુધી કરેલું છે. આવા કાર્યક્રમ ગુજરાતની અંદર ચાલુ જ રહેશે જયાં સુધી લોકોમાં અવરનેશ ન આવી હોય જેથી લોકો પોતાના મા-બાપ અને બીજાના વડીલોને માન આપવા માટે જાગૃત થાય જેથી વૃદ્ધાશ્રમનું પ્રમાણ ઘટે એના દ્વારા એ જ મેસેજ આપીશ કે મા-બાપ એ ખજાનો છે અને આપણા ભવિષ્યના જીવનનો આધાર આપણા મા-બાપ પર હોય છે. ઘણી સેવા કરવાનો ઈશ્વરએ મોકોઆપ્યો હતો અને આજે અમે એના આશિર્વાદ ફળ્યા છે. બંને એટલી મા-બાપાની સેવા કરો જીવતા-જીવતા મા-બાપની સેવા કરવી જોઈએ અને એ મહત્વતા લોકોને સમજાય તે માટે અમે આવા કાર્યક્રમ કરતા હોય છીએ.

વડિલોની બાળકોની જેમ સાર સંભાળ રાખી પ્રેમ વરસાવો જોઈએ: શાહીદા પરવીન

55 1જમ્મુ-કાશ્મીરના ડીવાઈએસપી શાહીદા પરવીને જણાવ્યું હતુ કે આજે હુ બહુ જ ગૌરવ અનુભવું છું અને રીઝવાન ભાઈનો આભાર માનું છું અને વધારામાં શ્રીજી ગૌશાળાનો પણ આભાર માનું છું કે અહીયા બોલાવી મને સન્માનીત કરી અને ધણા વર્ષોથી ઈચ્છા હતી કે ગુજરાતમાં આવું પરંતુ આજે મને મોકો મળ્યો છે. હજી આખુ ગુજરાતનેક હું ફરવા માંગું છું હું જમ્મુ-કાશ્મીર પોલીસમાંથી છું ૨૦ વર્ષથી સર્વીસ કરૂ છું જયારે મે મારા કેરીયરની શરૂ આત જમ્મુ કાશ્મીરના પૂંચ નામના ગામથી કરી હતી ત્યા બહુ જ ખરાબ હાલત જોવા મળી હતી ત્યારે મને થયું કે મારે દેશ માટે કંઈક કરૂ અત્યારે એક આર્મી ઓફીસરની વાઈફ છું તો ગૌરવ અનુભવું છું કે મને આજે અનેરો મોકો મળ્યો ત્યાં હાલમાં પણ હું જે જવાનો બોર્ડરની રક્ષા માટે શહીદ થવા તૈયાર હોય છે તેની પત્નીઓને હું સહાય કરૂ છું હું જવાનોની પત્નીઓને યોગા પણ શીખવાડું છું.

જેના લીધે આપણે છીએ તેવા આપણા વડીલો, ઘરડા માવતરોને અનદેખા કરીએ છીએ જે ન કરવું જોઈએ ઘણા બધા આર્શીવાદ વડીલો જોડે હોય છે. આજે મને બધા જ ઘરડા માવતરોના આર્શીવાદ મળ્યા છે. જેને આપણે આપણા સમજી અને રાખવા જોઈએ રીઝવાન ભાઈ પણ સાઉથ આફ્રિકામાં પણ ઘણા બધા આવા વૃધ્ધો માટે અને સામાજીક પ્રવૃત્તિઓ કરે છે. આજે વૃધ્ધો માટે આટલુ બધુ કરવું એ મારા સૌભાગ્યની વાત છે. આપણા વૃધ્ધોને નાના બાળકોની જેમ રાખો અને એક મિત્ર બનીને પ્રેમ વરસાવી એમની સાથે રહેવું જોઈએ.

વૃધ્ધથાશ્રમના વડીલોએ કાર્યક્રમમાં ઉત્સાહ ભેર ભાગ લીધો: રમેશ ઠકકર

66શ્રીજી ગૌશાળાના સંચાલક અને ગીરીરાજ હોસ્પિટલના ઓનર રમેશભાઈ ઠકકરએ જણાવ્યુંં હતુ કે આજે રીઝવાન ભાઈએ જે પ્રોગ્રામ કર્યો એ બહુ જ અસરકારક હતો પરંતુ જેટલા લોકો અને વિવિધ વૃધ્ધાશ્રમના વૃધ્ધ માવતરો એ ભાગ લીધો એના અમે સહભાગી છીએ રીઝવાન ભાઈએ બધા વડીલોના વંદન માટે જે કાર્યક્રમ કર્યો છે. તેને આપણે વંદન કરશું તો જ એ આપણો પરિવાર સાચવી શકશે. સાથે ધરતીમાતા અને ગાયમાતાનું પણ એટલું જ મહત્વ સમજાવું છું કારણ કે કચરા જેવું ઘાસ ખાય ને ગાય દૂધ આપે છે. જેના દ્વારા આપણે માતા સાથે તેની તુલના કરીછે. આજના દિવસે બધા વૃધ્ધોનો ઉત્સાહ વધારવા વિવિધ કાર્યક્રમો જેવા કે, વિવિધ ગેમ્સ, રાસગરબા, યોગા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતુ.

33 1વડિલોએ ગેમ શો, રાસગરબા અને હાસ્ય દરબાર સહિતના કાર્યક્રમો માણ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.