Abtak Media Google News

૨૦૧૮-૧૯નો તાનારીરી એવોર્ડ પદ્મભૂષણ ડો.એન.રાજમને અને ‚પાંદે શાને અર્પણ

મહેસાણા જિલ્લાના વડનગરમાં ગુજરાત રાજય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સંગીત નાટક અકાદમી અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વિ-દિવસીય તાનારીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને મંત્રી ઈશ્વરસિંહ પટેલે દિપ પ્રાગટય કરી તાનારીરી મહોત્સવને ખુલ્લો મુકયો હતો તે પ્રસંગે મહાનુભાવો સાંસદ જયશ્રીબેન પટેલ, ધારાસભ્ય ભરતસિંહ ડાભી, ઋષિકેશભાઈ પટેલ, રમણભાઈ પટેલ, સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી, ધેમરજી ઠાકોર વડનગર નગરપાલિકાના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.2 84કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન એચ.કે.પટેલ, કલેકટર મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ કલાગુ‚ મહેશ્વરી નાગરાજન, શ્રીમતિ પિયુ સરખેલ, સાયલી તલવરકર, પંડિત વિશ્વમોહન ભટ્ટ તેમજ સલિલ ભટ્ટનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમારોહમાં કલાકારોએ પરફોર્મન્સ કર્યું. જેને આમંત્રિત મહેમાનો અને પ્રેક્ષકોએ મનભરીને માણ્યો હતો.

તેમજ બીજે દિવસે મુખ્ય મહેમાન તરીકે પધારેલ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તેમજ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ એચ.કે.પટેલ, કલેકટર મહેસાણા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.3 58 ત્યારબાદ તાનારીરીના વિજેતા પદ્મવિભૂષણ આશા ભોંસલેને તેઓની અનુઉપસ્થિતિમાં મહેસાણાએ સ્વીકારેલ ત્યારબાદ વર્ષ ૨૦૧૮-૧૯નો તાનારીરી એવોર્ડ પદ્મભૂષણ ડો.એન.રાજમને અને ‚પાંદે શાહને અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંત્રી દ્વારા કલાકારોને મોમેન્ટો,શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ જયશ્રીબેન પટેલ, ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, કરસનભાઈ સોલંકી, રમણભાઈ પટેલ, ભરતસિંહ ઠાકોર, વડનગર નગરપાલિકાના પ્રમુખ ધેમરજી ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતા.4 36ત્યારબાદ કલાકારોનું પરફોર્મન્સ શરૂ થયું હતું. ગજાનંદ સાલુકે શરણાઈ વાદન પદ્મભૂષણ ડો.એન.રાજમ, સાધના સરગમજી, ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ૫ મિનિટમાં ૨૧ રાગ ગાઈ ડો.ધારી પંચમદાએ રેકોર્ડ નોંધાવ્યો હતો. ત્યારબાદ ઋષિકેશ મજુમદારે વાંસળી વાદન કરી કાર્યક્રમની સમાપ્તી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.