Abtak Media Google News

બોલબાલા ટ્રસ્ટ તેની અનેકવિધ પ્રવૃત્તિનાં ભાગરૂપે તાજેતરમાં વડીલ વંદના તથા સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

શહેરની મુકેશફેન કલબ તરફથી મનસુખભાઈ વાવેચા તથા તેમના સાથીદારો હસમુખભાઈ સૌની તથા ગીતાબેન ગઢવી જૂના ફિલ્મી ગીતો રજૂ કરી વડીલોને વિતેલા વર્ષોની યાદગાર પળોમાણતા કરવા હતા.

આ પ્રસંગે મહમાન તરીકે સુરેશભાઈ મારૂ, ભારતીબેન નથવાણી, છાયાબેન ડાભી, ઉષાબેન સોનેજી, પીનાબેન કોટક, ગીતાબેન ગગલાણી, ડો. હિતાબેન, તૃપ્તીબેન રાજવીર તથા ભાવનાબેન વાઘેલા વગેરે હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન જે વડીલોએ તેઓના જીવનનાં ૮૦ વર્ષ પૂરા કર્યા છે. તેઓનું પણ સંસ્થા તરફથી શાલ અને સ્મૃતિ ચિન્હ આપી બહુમાન કરવામાં આવેલ હતુ.

કાર્યક્રમ સમયે મેઘરાજાની પધરામણી થતા ૧૨૦૦ થી વધુ વડીલોએ ભજીયા પાર્ટીને ન્યાય આપી અને માણેલ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ચોવટીયાભાઈ, કરશનભાઈ ગઢીયા, પ્રવિણભાઈ મહેતા, લલીતભાઈ ધામેલીયા અને કાશ્મીરાબેન જહેમત ઉઠાવેલ હતી. તેમજ આગામી તા.૩૦.૮ના રોજ સંગીત સંધ્યા કાર્યક્રમ સાંજે ૩.૩૦ કલાકે યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.