Abtak Media Google News

પોલીસ અધિક્ષક ગીર સોમનાથની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વેરાવળનાઓનાં માર્ગદર્શન હેઠળ ઉના પો.સ્ટે.ના ઈન્ચાર્જ પો.સબ ઈન્સ. આર.એન. રાજયગુરૂ સા.ની રાહબરી નીચે ઉના પો.સ્ટેના પો.સબ. ઈન્સ. સી.એન. દવે તથા એ.એસ.આઈ. એડી. ધાંધલ તથા પો. હેડ કોન્સ. એચ.આર. ઝાલા તથા જગદીશભાઈ લઘરાભાઈ વિ. પ્રો સ્ટાફના માણસો પ્રોહી અંગે ઉના ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન પો.સબ. ઈન્સ. સી.એન. દવેને મળેલ બાતમી આધારે ઉના ભુતડાદાદા મંદિર પાસેથી કાળા કલરની સેવરોલેટ ટ્રાવેરા જી.જે.૧૫ બી.બી. ૦૯૩૭ ગાડીમાં થી પરપ્રાંત ઈગ્લીશ દારૂ જુમટેંગો લેમન પંચ ૧૮૦ એમ.એલ.ની કંપની શીલ પેક બોટલો નંગ. ૧૩૪૬ કિ. રૂ. ૬૭૩૦૦તથા હેવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ.ના કંપની શીલ પેક ટીન નં. ૧૪૩ કિ. રૂ. ૧૪૩૦૦ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સેવરોલેટ કાળા કલર ટ્રાવેરા જી.જે.૧૫ બી.બી. ૦૯૩૭ની કિ. રૂ. ૪૦૦૦૦૦ મળી કુલ કિ. રૂ. ૪૮૧૬૦૦નો પ્રોહી. મુદામાલ મળી આવતા ઉના પો.સ્ટે. ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.