Abtak Media Google News

એન્ટોપ્રિન્યોરશિપના પ્રચાર અર્થે ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વિકેન્ડ ૧પ૦ દેશોના ૩ હજારથી વધુ શહેરોમાં યોજાઇ ચુકી છે

ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકએન્ડ રાજકોટ યુથ એડીશન જે ગુગલ દ્વારા સાહસિકો માટે સંચાલીત હતી તે રાજકોટમાં અને ભારતમાં બીજી વખત યોજાઇ હતી. ૧ર થી રર વર્ષના એઇજ ગ્રુપ માટે યોજાયેલ આ કાર્યક્રમ સ્ટાર્ટ અપ વિકેન્ડ નું એક સ્પેશીયલ એડીશન હતું. જેનું આયોજન તા.૧૩ થી ૧પ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ગ્લોકલ કો-વકિંગ સ્પેસ ખાતે કરવામાં આવેલ હતો.

સ્ટાર્ટ અપ વિકેન્ડ એ પ૪ કલાકનો એકશન પેક પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ ટેકસ્ટાર નામની આંતરરાષ્ટ્રીય કંપનીનું જ એક કદમ છે. ૩૦૦૦ થી વધુ શહેરોમાં અને ૧પ૦ થી વધુ દેશમાં અગાઉ સ્ટાર્ટઅપ વિકેન્ડના પ્રોગ્રામ યોજાઇ ચુકયા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતું ઓન્ત્રોપ્રિન્યોરશીપનો પ્રચાર કરવો છે સ્ટાર્ટ અપ વિકેન્ડ એટલે ઉત્સાહ અને પ્રોત્સાહનના વાતાવરણમાં એવા જ ઉત્સાહી અને બૌઘ્ધિક લોકોનો મેળાવડો.

ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વિકેનડનાં ફેસીલીટેટર, જયસન ગયાત્રા (ફાઉન્ડર, સાટાર્ડાસ મેકરસ્પેસ)ના જતીન કટારીયા કે જેઓ વી ગ્રુપના ફાઉન્ડર છે. અને રાજકોટમાં સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમના ઘડતરમાં અગ્રણી છે. તેઓએ ટેકસ્ટાર્ટ વિકેન્ડ રાજકોટ યુથ એડીશનનાં કાર્યક્રમમાં પોતાનું માર્ગદર્શન પુરુ પાડયું હતું.

આ કાર્યકમ શાળાના એવા વિઘાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો કે જેઓ વિવિક શહેરોમાં સ્ટાર્ટ અપ વિકેન્ડના અલગ અલગ કાર્યક્રમોમાં ભૂતપૂર્વ સહભાગીઓ રહ્યા હતા. આ સુંદર આયોજન માટે આયોજક ટીમના પલક દેસાઇ, ક્રિષ્ના બાબાણી, ધ્રુમિલ ધનેશા, હરીશ્રી ખૂંટ, હર્ષિલ ઝાલાવાડીયા મીરા કનેરીયા માહીતી કાલાણી અને નિશા કોટેચાને આભાર માન્યો હતો.

ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ  વિકેન્ડમાં ગ્લોબલ ફેસિલિટેટર જતીન કટારીયાએ જણાવ્યું હતું કે દેશભરમાઁ મારી સેવાઓ આપ્યા પછી આ કાર્યક્રમને માર્ગદર્શીત કરવો એ મારા માટે અદ્રુત અનુભવ રહ્યો. રાજકોટ જ એક માત્ર શહેર એવું છે કે જયા સ્ટાર્ટઅપ વિકેન્ડની યુથ એડીશન યોજાતી હોય અને આ વખતે તો શાળાના વિઘાર્થી અને કોલેજના વિઘાર્થી એમ બન્નેનું કોમ્બિનેશન જોવા મળ્યું છે. આ યુવાનો મને હંમેશા ચકિત કરતા રહે છે. જે રીતની આવડત અને દ્રષ્ટિ તેઓ પાસે છે. એ ખરેખર અદભુત છે. પ૪ કલાક પોતાના આઇડીયાઝને એક સ્ટાર્ટઅપમાં રૂપાતરીક કરવા એ સહેલું કામ નથી અને તેઓએ જે કરી બતાવ્યું છે. એ ખરેખર કાબિલેદાદ છે આ વિકેન્ડનો મારો અનુભવ ખુબ જ પ્રેરણાદાયીક રહ્યો અને હું આ યુવાનો પાસેથી ઘણું શીખી શકયો.

ભાગ લેનાર તમામ વિઘાર્થીઓને જેવા ગ્લોબલ સ્પોન્સર્સ તરફથી ૩૦૦૦ ની કલાઉડ ક્રેડીટ ફી ડોમેઇન એપ તરફથી ૬ મહિનાનું ફી સબસ્કીપશન વગેરે જેવા પુરસ્કારો મળ્યા હતા. વિજેતા ટીમને બીન બેગ સર્ટીફીકેટ અને ગુગલ પ્લેટફોર્મ દ્વારા અન્ય વસ્તુઓ આપવામાં આવી હતી. આ સાથે વિજેતા ટીમને રેકગ્નિશન કન્સલ્ટિગ સપોર્ટ અને ફાઇનલ સ્ટેજ સુધી ઇન્કયુબેશન અને મેન્ટરીંગ સપોર્ટ જાહેર કરાયો હતો. આ ઉ૫રાંત માઇન્ડ ગેઇમ્સ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.