Abtak Media Google News

બ્લાઈન્ડ પીપલ એસોસિએશન અને એકસેલેન્સ દિવ્યાંગ ફાઉન્ડેશન અને ફોર્ડ કાર કંપનીના સંયુકત ઉપક્રમે આયોજન

બ્લાઈન્ડ પીપલ એસોસિએશન, અમદાવાદ (અંધજન મંડળ) અને એકસેલેન્સ દિવ્યાંગ ફાઉન્ડેશન, રાજકોટ અને ફોર્ડ કાર કંપની, સાણંદ અમદાવાદના સંયુકત ઉપક્રમે રાજકોટ ખાતે તા.૦૪ જુન ૨૦૧૮ને સવારે ૯:૩૦ કલાકે દિવ્યાંગો માટે ખાસ ભરતી મેળો રાખવામાં આવ્યો છે.

અનેકવિધ જગ્યાઓ પર દિવ્યાંગોને નોકરી કરવી હોય તો તેના માટે મેગા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ ભરતી મેળામાં પસંદ થયેલ દિવ્યાંગ ભાઈઓ-બહેનોને સાણંદ ફોર્ડ કાર પ્લાન્ટમાં અમદાવાદ ખાતે રોજગારી આપવામાં આવશે. આ ભરતી ફોર્ડ પ્લાન્ટની વિવિધતા અને ગુજરાત પ્રત્યેના લગાવને મજબુત કરવાનો હેતુ માત્ર છે.

આ સ્પેશીયલ મેગા ભરતીમાં ઓછી દ્રષ્ટિ (લો વિઝન) તથા હલન ચલનની ખામી (શારીરિક ખોડ) વાળા ઉમેદવાર ભાઈઓ તથા બહેનો રજીસ્ટ્રેશન કરાવી શકશે એના માટે ધો.૧૨ પાસ તથા આઈટીઆઈ અને ગ્રેજયુએટ જેવી લાયકાત જરૂરી છે તેની સાથે જરૂરી માર્કશીટ, રીઝલ્ટ તથા વિકલાંગતાનું ડો.સર્ટીફીકેટ, લીવીંગ સર્ટીફીકેટ, આધારકાર્ડ વગેરેની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે અને તેના માટેની ઉંમર મર્યાદા ૧૮ થી ૨૭ વર્ષની ઉમર ધરાવતા ઉમેદવારો પસંદગીને પાત્ર થશે.

એકસેલેન્સ દિવ્યાંગ ફાઉન્ડેશન, રાજકોટ સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં છેવાડામાં વસતા અંતરિયાળ ગામડાઓમાં વસતા દિવ્યાંગજનો માટે રોજગાર માટે વિવિધ તાલીમ કોર્ષ, શૈક્ષણિક કારકિર્દી માટે માર્ગદર્શન તથા રમત ગમત તથા કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે તથા મેન્ટલી એકટ, નેશનલ ટ્રસ્ટ એકટ વિકલાંગ ધારો ૧૯૯૫ જે હવે નવા સુધારા સાથે નવો કાયદો દિવ્યાંગ ધારો ૨૦૧૬ જેવા કાયદા વિશેની માહિતી અને અવેરનેસ કેમ્પ કરી માહિતી આપવાનું અને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની અનેકવિધ યોજના વિશેની જાણકારી આપવા તેમજ દિવ્યાંગજનોના અનેકવિધ પ્રશ્ર્નો માટે હિમાયત કરવા માટે આ એકેસેલેન્સ દિવ્યાંગ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અંધજન મંડળના કિન્નરીબેન દેસાઈ પાસેથી પ્રાપ્ત થયેલ છે. આ ભરતી મેળામાં રજીસ્ટ્રેશન માટે એકસેલેન્સ દિવ્યાંગ ફાઉન્ડેશનના જીજ્ઞેશગીરી ગોસ્વામીને ૯૯૭૮૯ ૧૧૦૦૮ દિવ્યાંગ હેલ્પલાઈન નંબર પર કરાવવાનું રહેશે. જીજ્ઞેશગીરી ગોસ્વામી, ભાવેશગીરી ગોસ્વામી, પરેશગીરી ગોસ્વામી, રવિ કારીયા, હસમુખભાઈ કોરડીયા, રવિન્દ્રસિંહ ઝાલાએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.