Abtak Media Google News

સામી વ્યક્તિની લાગણી, વર્તન અને વ્યવહારને પોતાની રીતે, પોતાના વિચારો પ્રમાણે મૂલ્વયા વગર હેતુલક્ષી રીતે જ ને અનુભવનું નિરીક્ષણ કરવું એટલે પરાનુભૂતિ

એક નાનકડા વિદ્યાર્થી માટે પેન્સિલ ખોવાઇ જવીએ એક મોટી સમસ્યા છે. જો શિક્ષક વિદ્યાર્થીની દયા ખાય, ને પછી બે ધ્યાન થઇ જાય તો તે માત્ર સહાનુભૂતિ છે,જયારે બીજાનું દુ:ખ-લાગણી પોતાની દૃષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરે તે પરાનુભૂતિ કહેવાય છે

યુનેસ્કોના ૧૯૯૬ના અહેવાલ મુજબ શિક્ષણના ચાર આધાર સ્તંભ છે. ભણતર, જ્ઞાન, પ્રવૃતિ, સહઅસ્તિત્વ અને માનવી પણું આ આર્દશોને સ્વીકારવામાં જીવન કૌશલ્યો અગત્યની ભૂમિકા ભજવે છે. શાળાઓમાં શિક્ષકે શાળા સંકુલે આજવાબદારી નિભાવવાની છે. જેથી વિદ્યાર્થીઓ જવાબદાર-રક્ષિક, કાર્યદક્ષી અને સમાજના વિકાસમાં ફાળો આપતાં નાગરિક તરીકે વિકસાવી શકાય.

વર્ગખંડનું વાતાવરણ અસરકારક હોવું જોઇએ એને માટે શિક્ષીકસજજતા જરૂરી છે. બાળક નિર્ભચપણે પોતાની મુશ્કેલી રજુ કરી તેવું વાતાવરણ નિર્માણ શિક્ષીકે કરવું જરૂરી છે. વર્ગમાં પ્રેમ હુંફ લાગણી સભર વાતાવરણ સાથે બાળકના રસ રૂચિને વલણો શિક્ષકો જાણવા બહુ જ જરૂરી છે. જીવન મુલ્યો સાથેનું શિક્ષણ જછાત્રોને શ્રેષ્ઠ નાગરિક બનવા મદદ કરે છે. બાળકના સુખ-દુ:ખમાં શિક્ષકે હમેંશા અગ્રિમ ભૂમિકા ભજવવી જોઇએ તોજ તેના પ્રશ્ર્ન નિરાકરણ સરળ રસ્તો શોધી શકશે.શાળા સંકુલ કે વર્ગખંડમાં બાળકોને ઘણીવાર મુશ્કેલી આવતી હોય છે. ત્યારે શિક્ષકે મદદ કરવીને તેની સાથે બાળક પોતે તેની લાગણીઓ સમજતો થાય એ જરૂરી છે. ભૂકંપ, પૂર, આગ, અકસ્માત, પરિવારમાં મૃત્યું જેવા નરસા પ્રસંગો સતત બાળકના માનીપર પર રમતા હોય ત્યાારે શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે જો શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. જો શિક્ષક તેને ‘બિચારૂ’ કહેતો તેના દુ:ખમાં ઘટાડો થતો નથી તેને માત્ર ક્ષત્રિક રાહત મળે છે. પણ તેના બદલે જો શિક્ષક એ બાળકને તેની લાગણીઓ સમજવામાં મદદ કરે તો તે બાળક જલ્દી સ્વસ્થ થઇ જાય છે.

વર્ગખંડમાં સારા કાર્યોના પ્રોત્સાહનને કારણે પણ ઘણા કૌશલ્યો વિકસાવવા સરળ બની જાય છે. સમગ્ર વર્ગખંડ કોઇ એક બાળકની લાગણી સમજે મદદ કરે અને એ બાળકને પોતે તેની લાગણી સમજવામાં સહકાર આપે તે જરૂરી છે. શિક્ષક બાળકની નાનામાં નાની સમસ્યાને પણ કાળજી પૂર્વક તેમના દૃષ્ટિકોણથી સમજીને હલ કરવામાં મદદ કરે છે ત્યારે જ શિક્ષકોનો વ્યવહાર પરાનુભૂમિ દર્શક બને છે. વર્ગખંડના દિવ્યાંગ બાળક પ્રત્યે અન્ય બાળકોની તેના પ્રત્યેની લાગણી વ્યવહાર આજ  બાબત છે.

પરાનુભૂતિ એટલે ‘બીજાના પેંગડામાં પગ નાખવો’ માત્ર એટલું જ નહીં,  પણ બીજાને, તેની પોતાની દૃષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરવો. વળી સામી વ્યક્તિની લાગણી, વર્તન અથવા વ્યવહારને પોતાની રીતે, પોતાના વિચારો પ્રમાણે મૂલવ્યા વગર, હેતુલક્ષી રીતે જ તે ઉનભવનું નિરીક્ષણ કરવું. આ રીતે પરાનુભૂતિ તે બીજા વ્યક્તિને ઊંડાણથી સમજવા માટેની એક પ્રમાણિક આતુરતા છે. દા.ત. જયારે શિક્ષક વિદ્યાર્થીઓની નાનામાં નાની સમસ્યાઓને પણ કાળજીપૂર્ણક, તેમના દૃષ્ટિકોણથી સમજીને હલ કરવામાં મદદ કરે છે ત્યારે તેમનો વ્યવહારએ પરાનુભૂતિદર્શક વ્યવહાર છે. જેમકે, જયારે કોઇ બાળકની પેન્સિલ ખોવાઇ જાય અને તેની આ મૂંઝવણ દૂર કરવા માટે શિક્ષક કાળજી દર્શાવે, ત્યારે તેપરાનુભૂતિ છે. કારણ કે, અહીં શિક્ષક સમજે છે, કે એક નાનકડા વિદ્યાર્થી માટે તેની પેન્સિલ ખોવાઇ જવીએ એક મોટી સમસ્યા છે. જો આ ઉદાહરણમાં શિક્ષક વિદ્યાર્થીની દયા ખાય, ને પછી બેધ્યાન થઇ જાય, તો તે માત્ર સહાનુભૂતિ છે. કારણ કે સહાનુભૂતિમાં આપણે બીજાની દયા ખાઇએ અથવા તો તેનાં દુ:ખે દુ:ખી થઇને માત્ર આશ્ર્વાસન જ પુરું પાડીએ છીએ: જયારે પરાનુભૂતિમાં બીજાનું દુ:ખ અથવા લાગણી તેની પોતાની જ દૃષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીને, લાગણીમાં તણાયા વગર તેને દુ:ખના નિરાકરણ સુધી પહોંચવામાં મદદરૂપ થઇએ છીએ. જેમકે, ભુકંપમાં વ્હાલસોઇ માતાને ગુમાવનાર એક બાળક જયારે દુ:ખી હોય છે. ત્યારે જો શિક્ષક તેને ‘બિચારું’ કહીને સહાનુભૂતિ દર્શાવે, તો તે બાળકના દુ:ખમાં ઘટાડો થતો નથી, માત્ર તેને ક્ષણિક માનસિક રાહત મળે છે. પણ તેને બદલે જો શિક્ષકએ બાળકને તેની લાગણીઓ જાતે સમજવામાં મદદ કરે, અને ભૂકં૫ે સર્જેલી તારાજી દ્વારા થયેલ પારાવાર નુકશાનથી માહિતગાર કરે, તો બાળક સમજશે કે તેના દુ:ખ કરતા પણ બીજા બધાનું દુ:ખ ઘણું વધારે છે, અને આ સમજણ તેને પોતાના દુ:ખમાંથી ઉગરવામાં સહાય કરશે.

જયારે બાળકોમાં આ કૌશલ્ય વિકસે છે, ત્યારે તેઓ અસરકારક આતરમાનવીય સંબંધો વિકસાવી શકે છે. તેઓ પરસ્પર મિત્રતા અને સહકારભર્યા વલણો અપનાવવા માંડે છે. આ રીતે આપોઆપ તેમના મતભેદો અને ઝઘડા ઓછા થવા માંડે છે. વળી તેઓ એકબીજાને ચઢિયાતા કે ઉતરતા માનતા નથી, તેની તેમના રોજીંદા વર્તન-વ્યવહાર પણ સરળ અને સુમેળભર્યા બને છે. વળી, બાળકો સમાનુભૂતિ દ્વારા વડીલો અને શિક્ષક સખત શબ્દોમાં વિદ્યાર્થીઓને શાંત રહેવાનું કહે, તો સમાનુભૂતિનું કૌશલ્ય ઘરાવતા વિદ્યાર્થીઓ સમજી જાય છે કે, શિક્ષકના આવા ગુસ્સા પાછળનો આશય તેમણે ઘમકાવવાનો નહીં, પણ શિલ્ત જળવવાનો છે.

વળી, જીવનમાં આગળ જતાં પણ જયારે જુદા જુદા લોકો સાથે વ્યવહાર કરવાની જરૂર પડે ત્યારે પરાનુભૂતિનું કૌશલ્ય ઘણું મદદરૂપ થાય છે. આના પરિણામે જીવન તણાવમુક્ત બની શકે છે. તેથી વિરૂધ્ધ, સમાનુભૂતિનું કૌશલ્ય ન વિકસાવી શકનારા વિદ્યાર્થીઓ બીજાની જરૂરિયાત અને લાગણીઓ સમજી શકતા નથી, અને પરિણામે પોતે બીજા સાથે સમાધાન કરી શકતા નથી. આવી પરિસ્થિતિ તેમને સમાજથી દૂર રાખે છે, તણાવગ્રસ્ત બનાવે છે. અને વ્યક્તિત્વનો સર્વાગી વિકાસ થતો અટકે છે.

વિદ્યાર્થીઓમાં પરાનુભૂતિનું કૌશલ્ય વિકસાવવા માટે શિક્ષકોએ સૌ પ્રથમ લાગણીના આવેગોને વિદ્યાર્થીના શારીરિક અને માનસિક વિકાસના સંદર્ભમાં સમજવા જરૂરી છે. વળી, વિદ્યાર્થીઓને એ સમજાવું પણ જરૂરી છે કે કઇ રીતે બીજાની લાગણી સમજવી, કઇ રીતે તાત્કાલીક પ્રતિભાવ નહીં આપીને શાંતિથી મૂળ સમસ્યા સમજવી, કઇ રીતે આપણા વિચારોને કોઇનું મૂલ્યાંકન કરતી વખતે વચ્ચે ન આવવા દેવા, કઇ રીતે બીજાની સંવેદનાને વ્યાજબી સ્વરૂપ આપવું અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન જાતે કરવામાં મદદરૂપ થવું. આ રીતે વિદ્યાર્થીઓ વધારે સમજદાર બનીને પરાનુભૂતિનું કૌશલ્ય વિકસાવી શકે છે.

આમ, પરાનુભૂતિએ ખૂબ મહત્વનું કૌશલ્ય છે, જે મૂલ્યોની વિચારોની અને લાગણીઓની પેલે પાર પણ માનવીની સમજશક્તિ વિકસાવી શકે છે. અને તે અગાઉ કયારેક ન મેળવેલી આત્મસૂઝ કેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.