Abtak Media Google News

રાજકોટ અને જસદણનાં સખી બુથમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર અને

પટ્ટાવાળા તરીકે મહિલા કર્મચારીઓએ કરેલી ઉમદા કામગીરીને મતદારોએ પણ વખાણી

લોકસભાની સામાન્ય અનવ્યે આજે મતદાનના દિવસે ૧૦-રાજકોટ લોકસભા મતદાર વિભાગમાં રાજકોટના રાજકોટની સંત કબીર રોડ ઉપર આવેલ સરદાર પટેલ વિધાલય અને રણછોડનગરની આરએમસી સ્કુલ નં.૧૫ માં આવેલ મતદાન મથકોમાં તમામ કામગીરી મહિલાઓએ બજાવી હતી. આ મતદાન મથકમાં પ્રિસાઇડીંગ અધિકારી, પોલીંગ અધિકારી, પટ્ટાવાળાની તમામ ચૂંટણીની ફરજ મહિલાઓ દ્વારા સંપન્ન થઇ હતી. આ બુથોમાં મતદાન માટે આવેલ મહિલા મતદારોએ પણ મતદાન મથક ઉપર મહિલા અધિકારોની ફરજને આવકારી હતી.

આ ઉપરાંતજસદણમાં પણ ૩ મહિલાઓના સખી મતદાન મથક કાર્યરત હતા. જસદણના જેતુબેન ધાંધલ મતદારે કહયું હતું કે હું છેલ્લા કેટલાક વર્ષોથી મતદાન કરી રહી છુ. આટલા વર્ષો દરમિયાન કાયમ જ મતદાન મથક ઉપર પુરુષ અધિકારીઓ જ જોવા મળે છે. આજે અમારા મતદાન મથકમાં મત આપતી વખતે આંગળીમાં કાળી શાહીની ટપકું કરનાર મહિલા હતા, ચૂંટણીઓળખ કાર્ડ તપાસનાર પણ મહિલા હતા.

આમ આ મતદાન મથક સંપૂર્ણ મહિલાઓ દ્વારા સંચાલિત હતું. જેનો મહિલા મતદાર તરીકે અમને આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છે. જસદણની કોમલ વડોદરીયા કહેછે કે આજે મેં મતદાન કર્યુ ત્યારે પોલીસ સહિતના તમામ ચુંટણી સ્ટાફ મહિલાઓ જોઇને ખૂબ ખુશી થઇ છે. મહિલાઓ તમામક્ષેત્રે આગળ આવી છે. ત્યારે ચુંટણીમાં પણ મહિલાઓની ભાગીદારી નોંધનીય છે.

આ મહિલાઓ દ્વારા સંચાલિત બૂથને સખી મતદાન મથક નામથી ઓળખવામાં આવે છે. સખી મતદાન મથક એટલે એવું મતદાન મથક, જયાંની તમામ ચૂંટણી કાર્યવાહી માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત હોય. મતદારોમાં સ્ત્રીઓ અને પુરૂષો-બંને હોય પરંતુ ચૂંટણી કામગીરીનું સંચાલન તો માત્ર બહેનો જ કરે, એવી ભાવના સાથે લોકસભા સામાન્ય પ્રત્યેક સંસદીય બેઠકના તમામ વિધાનસભા મતદાર વિભાગ દીઠ પાંચ સખી મતદાન મથકો નિયત કરવાનો નિર્ણય ચૂંટણી આયોગે કર્યો છે. જસદણમાં ત્રણ સખી મતદાર મથક કાર્યરત છે. જસદણની ડી.એસ.વી.કે હાઇસ્કુલમાં સખી મતદાન મથકમાં પ્રિસાઇડીંગ ઓફીસર તરીકે નીતાબેન બાલધા કામ કરે છે.તેઓ આટકોટમાં શિક્ષિકા છે.તેઓ કહે છે કે ચૂંટણીની કામગીરી અમે સૌ બહેનો મળી ખુબ સુંદર રીતે કરી રહયા છીએ કે તેઓએ અમને અમે ચુંટણીપંચના આભારી છીએ કે તેઓએ અમને ચુંટણીની મહત્વની કામગીરી સોપી છે.

ચૂંટણી પંચના આ નિર્ણય મુજબ રાજકોટજિલ્લાના આઠ વિધાનસભા મતદાર વિભાગ દીઠ કુલ ચાલીસ મતદાન મથકો એવા નિયત કરાયા છે, જે મતદાન મથકોની તમામ કામગીરી માત્ર બહેનો જ સંભાળશે. ચૂંટણીઆયોગે દેશની મહિલાઓમાં મુકેલા આ વિશ્વાસને સાર્થક સાબિત કરવાનું બીડું રાજકોટની સ્ત્રીઓએ ઉલટભેર ઉપાડી લીધું છે. રાજકોટ-૬૮ પૂર્વ, વિધાનસભા મતદાર વિભાગ, બુથ નં-૭૬ના પ્રીસાઇડીંગ ઓફિસર તરીકે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના અંગ્રેજી વિભાગના લેકચરર ડો. ક્રિશ્નાબેન ડૈયાને ચૂંટણી ફરજો સોંપાઇ છે. રણછોડનગર સોસાયટીની શાળા નં-૧૫ ખાતે પ્રથમ વખત જ પ્રીસાઇડીંગ ઓફિસરની ડયુટી ડો. ક્રિશ્નાબેને સંભાળી હતી.

ડો. ક્રિશ્નાબેન સાથે ફર્સ્ટ પોલીંગ ઓફિસર તરીકે નેહાબેન પટેલ, સેક્ધડ પોલીંગ ઓફિસર તરીકે હીનાબેન પરમાર, મહિલા પોલીંગ ઓફિસર તરીકે પુનમબેન ધમસાણીયા અને પટાવાળા તરીકે રંજનબેન ગઢવીને ચૂંટણી ફરજો બજાવી હતી. સંત કબીર રોડ સ્થિત સરદાર પટેલ વિદ્યાલયના બુથના પ્રીસાઇડીંગ ઓફિસર તરીકે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના લેકચરર જાગૃતિબેન જીજ્ઞેશભાઇ વ્યાસની નિમણૂક કરાઇ છે. તેમની સાથે અન્ય સ્ટાફમાં હર્ષિદાબેન જગોદડીયા, આરતીબેન જોષી, અવનિબેન વઘાસીયા અને હેમલતાબેન મુલિયાણીનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.