સાવજ રિસોર્ટમાં દીકરીઓનું આગવું સન્માન: તમામ સુવિધાઓ નિ:શુલ્ક

84
elderly-respect-for-daughters-all-the-facilities-are-free
elderly-respect-for-daughters-all-the-facilities-are-free

છેલ્લા ૧૨ વર્ષથી રિસોર્ટ માલિક વિજય જીવાણીની અનન્ય પહેલ દીકરીઓ માટે અનેક સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે

ગુજરાતનાં સાસણ ગીર ખાતે કે જયાંથી આપણી સરકારનો મેક ઈન ઈન્ડિયાનું નિશાન આવ્યું છે અને જે સિંહો અને માલધારીઓની ભૂમિ છે. ત્યાં એક એવો રિસોર્ટ છે કે જે છેલ્લા ૧૨ વર્ષથી તમારી, દીકરીઓને લગતી વિવિધ યોજનાઓ પરથી પ્રેરણા લઈ, રિસોર્ટના માલિક વિજયભાઈ જીવાણીએ રિસોર્ટની સ્થાપના સમયે એવો વિચાર કર્યો અને તેને તાત્કાલિક અમલમાં પણ મુકયો કે આ રિસોર્ટમાં કોઈપણ માતા કે પિતા સાથે દીકરી રહેવા આવે તો તે દીકરી, પછી ભલે તે ગમે તેટલી હોય, આપણી મહેમાન ગણાશે અને એનો રહેવાનો તથા જમવાનો એક પણ પૈસો લેવામાં નહીં આવે. સાવજ રિસોર્ટમાં છેલ્લા બાર વરસથી આવતી દીકરીઓ પાસેથી એક પણ પૈસો લેવામાં નથી આવતો અને તેમને જતી વખતે એક ચુંદડી અને રિસોર્ટ તરફથી ભેટ પણ આપવામાં આવે છે.

આ રિસોર્ટમાં તમે ગમે ત્યારે આવો તો રોજ ૧૫ થી ૨૦ ક્ધયાઓ પોતાના માતા-પિતા સાથે કિલ્લોલ કરતી જોવા મળશે. આ સુવિધા બધી જાતિ કે ધર્મોની બાળાઓને માટે ઉપલબ્ધ છે. સાવજ રિસોર્ટ સંપૂર્ણ શાકાહારી રિસોર્ટ છે અને તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે વિશ્ર્વકક્ષાએ દીકરીઓને આ પ્રકારની સુવિધા આપનારો કે જયાં બાળાઓ પાસેથી કશો જ ચાર્જ લેવામાં નથી આવતો એવો આ એકમાત્ર રિસોર્ટ છે એમ ટુરીઝમ અને બીજી ઈન્ટરનેશનલ ટુરીસ્ટ વેબસાઈટસનાં સંચાલકો તરફથી જાણવા મળ્યું છે. આ માટે ટીટીએફ તરફથી રીસોર્ટને એવોર્ડ પણ મળી ચુકયો છે.

રિસોર્ટનાં માલિક વિજયભાઈ જીવાણીને બે વર્ષ પહેલા બ્રેઈનસ્ટ્રોક આવેલો અને હાલમાં જ તેઓ તેમાંથી બહાર આવ્યા પણ આ યજ્ઞ અવિરત અને સતત ચાલુ રાખવામાં આવ્યો છે.

Loading...