Abtak Media Google News

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.ઢોલ તથા સ્ટાફ દ્વારા થાનગઢ તાલુકાના  વિજળીયા ગામમાં રેઇડ કરી, રોકડ રકમ રૂ. ૭૧,૮૭૦/- મોબાઈલ નંગ ૦૫, મોટર સાયકલ નંગ ૦૨ સહિત કુલ રૂ. ૧,૫૦,૮૭૦/-  ના મુદ્દામાલ સાથે ૦૮ આરોપીઓને પકડી પાડી, પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે….

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ  *થાનગઢ પોલીસ સ્ટેશનના* પીઆઇ ડી.એમ.ઢોલ,હે.કો. હિતેશભાઈ , પો.કો. સુરેશભાઈ મકવાણા, અનિરૂધ્ધસિંહ ખેર, પ્રકાશભાઇ કાકડીયા,વીહાભાઇ મેણીયા સહિતના સ્ટાફની ટીમ દ્વારા *થાનગઢ તાલુકાના વિજળીયા ગામે ઊંડવી રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (૧) ભરતભાઇ ધીરુભાઈ પંડિત જાતે ત.કોળી ઉવ. ૨૮ રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર તથા (૨) વિરમભાઈ ભોપાભાઈ ઝાલા જાતે ત.કોળી ઉવ. ૩૨ રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર (૩) સુરેશભાઈ મશરુભાઈ કૂણપરા જાતે ચુ.કોળી ઉવ. ૩૨ રહે. નવાગામ તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર, (૪) ઘુસાભાઈ ઘૂઘાભાઈ પંડિત જાતે ત.કોળી ઉવ. ૩૩ રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર, (૫) શૈલેષભાઇ રમેશભાઈ ગોલતર જાતે વાળંદ ઉવ. ૩૨ રહે. અમરાપર તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર, (૬) પંકજભાઈ હેમાભાઈ સોલંકી જાતે ત.કોળી ઉવ. ૨૫ રહે. વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર, (૭) પ્રેમજીભાઈ ગાંડાભાઈ કુંઢિયા જાતે દેવીપૂજક ઉવ. ૩૫ રહે.

વિજળીયા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર તથા (૮) રામજીભાઈ રઘુભાઈ સારદીયા જાતે ત.કોળી ઉવ. ૨૩ રહે. વિજળીયા તા. થાનગઢ જી.સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. ૭૧,૮૭૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૫ કિંમત રૂ. ૧૪,૦૦૦/- મોટર સાયકલ નંગ ૦૨ કિંમત રૂ. ૬૫,૦૦૦/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ.  ૧,૫૦,૮૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલા તમામ ૦૮ આરોપીઓ વિરુદ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનના હે.કો. હિતેશભાઈ રામજીભાઈ માંડાણીએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ* કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.